મનોવ્યાથા..
માતા પિતા ની વહાલી હું....સોના ના પારણે ઝૂલી હું...પિતા નો દિકરો બની...માં ની લાડક્વાઈ દીકરી હું...આખા ઘર માં ગુંજતી મારી હસી...મારા થી હસતી મારા પિતા ની નજર...ધૂમધામ થી મારા ઘર થી વિદાઈ લેતી હું...મારા પોતાના ઘર થી પારકા ઘરે જાતી હું...પતિ ના મકાન ને મારી સુગંધ થી ઘર બનાવતી હું...પોતાની ઈચ્છાઓ ને મારી ને..મારા સાહિયારો ના દિલ ને લોભાવતી હું
..મારા વ્હાલસોયાઓ ને દૂધે નવડાવતી હું...એમની ચાકરી માં રાત ની ઊંઘ બગાડતી હું.......આજે વર્ષો વીત્યા....મારા પ્રેમ નું વહેણ ખૂટયું નથી...પણ મારા શ્વાસ ની માળા વિખયરાયેલી છે....કેન્સર થી પીડાતી હું..દસકા થી એક હોસ્પિટલ થી બીજા હોસ્પિટલ...અહયા થી ત્યા ખસેડવાતી હું...મારા ખુદ ના પગે જગ જોયે વર્ષો વીતી ગયા...મારા પગ ના જમીન સાથે ના સંબંધ વિસરાઈ ગયા.....મશિન ના જોરે જિંદગી ના શ્વાસ લેતી હું....દીકરી મારી...રોજ મને મળવા આવે...મને જોઈ ને એની આંખો ભીંજાઈ જાય...એની તરસી આંખો રોજ કહે મને... 'માં.....જલ્દી સાજી થા માં....ઘરે પાછી આવ માં...ધોધમાર આંસૂએ રડે છે દિલ માં...તારી વ્હાલી ને 'દીકરી' કહી સંબોધ માં..તારી બાથ માં હવે લઇ લે માં...'
અને મારી વિરાન થયેલી આંખો થી એને બસ દેખે રાખતી હું...શબ્દો ને મોઢે થી નીકળે તો ઘણો સમય વીત્યો...મન માં ને મન માં જ મૂંઝાતિ હું...તડકો જોયો નથી મેં કેટલા દિવસો થી... વરસાદ ને જોયે પણ ઝાઝા વર્ષ વિત્યાં...એક જ છત અને એક જ દિવાર જોયે રાખતી હું...મારા પતિ અહયા થી ત્યા ભાગે... આંખો દિન મારી. ચાંકરી કરે... મારા બાળકો ની માં પણ એ જ બને...મૂંઘા મોઢે બઘું નિહાળે રખતી હું....' એમના સાથે મનમૂકી ને વાત કરી લઉં....બેઠી એમના પાસે.. એમના ખભે માથું તેકી લઉં'... એવી ઘણી બધી ઇચ્છાઓ ને ચૂપચાપ મન માજ મારી લેતી હું... હે પ્રભુ..... તને એક પ્રશ્ન પૂછું....?
જિંદગી અને મોત ના પારણે ક્યાં સુધી ઝૂલાવશે તું મને...?આ સંતાકુકડી ની રમત ક્યાં સુધી રમાંડશે તું મને.? તારી પાસે આજે મારી પ્રાથના માં મારી જ મોત માંગતી હું...આજે મારા મન ની સફેદ ભીત પર મારી' મનોવ્યથા ' ચિતરતી હું.....
Sent from my Windows Phone