સ્ત્રી ઉપર થતાં ઘરેલુ અત્યાચાર, સ્ત્રીને પોતાના વશમાં રાખતા પુરુષોને જોઈ મનમાં એક પ્રશ્ન થાય છે...
શું સીતા માતાએ અગ્નિ પરીક્ષા આપવી જરૂરી હતી ?
પોતે જાણતા હતાં કે પવિત્ર છે, શ્રી રામ તો પોતે ભગવાન હતા તેમને તો ખબર જ હોય ને કે સીતાજી પવિત્ર છે, તે છતાં અગ્નિ પરીક્ષા સીતા માતાને જ આપવી પડી.. શ્રી રામ પણ સીતાજીથી અલગ રહ્યાં હતાં તો અગ્નિપરીક્ષા સીતાજીની જ કેમ ?
શું સીતા માતા એ સમયે વિરોધ કર્યો હોત અને પોતાના સ્વમાન રક્ષણ માટે ભગવાન રામ અને ત્યાં ઉપસ્થિત સૌ ને જવાબ આપી શક્યા હોત તો આજના સમાજમાં સ્ત્રીની જે હાલત છે તે જુદી પણ હોઈ શકતી ને ???
પ્રશ્ન ઉદ્દભવવાનું કારણ એજ છે કે આજે એક સ્ત્રીને વાતે વાતે સીતાજીનો અગ્નિપરીક્ષાનો પ્રસંગ યાદ કરાવવામાં આવે છે.
નીરવ પટેલ 'શ્યામ'