#THANKYOUTEACHER
ગીતો નો મને નાનપણ થી શોખ , પણ ખાસ પેશન નહિ ! હું હંમેશા કોરસ માં ભાગ લેતી અને શાંતા ટીચર મને સોલો ગીત ગાવા પ્રેર્યા કરતા.
આંતર-શાળા સ્પર્ધા માં ભાગ લેવા ટીચરે મારું નામ સૂચવ્યું, મેં ઘસીને ના પાડી દીધી. એમણે કારણ પૂછ્યું તો મેં કહ્યું કે "મને સ્ટેજ પર એકલાં જતાં ડર લાગે છે અને મારો અવાજ પણ બધા થી કંઈ જુદો જ છે. " એમણે કહ્યું "યાદ રાખ, તું ગમે તેટલી મધ મીઠી કેરી હોઈશ, સફરજન ના ચાહક પણ ઘણા હોય છે. અને ડર ને લીધે તું સામે આવેલી તક ગુમાવી રહી છે . ડર તો ટેમ્પરરી છે, અફસોસ કાયમી રહેશે. અને હા, મારી દ્રષ્ટિ એ તો ' યુ આર ધ બેસ્ટ, ગો ફોર ઇટ! "
સ્ટેજ પર જઈ ને એવોર્ડ જીતી આવી. જીવન સંગીતમય બની ગયું.મારા માં આત્મવિશ્વાસ પૂરનાર અને મને મારી જાત થી ઓળખાણ કરાવનાર શાંતા ટીચર ના આભાર માટે ગમે તેટલા શબ્દો ની અભિવ્યક્તિ પૂરતી નથી માટે એટલું જ કહીશ "થેંક યુ શાંતા ટીચર ! "