Gujarati Quote in Quotes by HINA DASA

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રીઓનું સ્થાન શુ? આપણા શાસ્ત્રો આપણા માટે આદર્શ છે તો એમાં સ્ત્રીઓનો ઉલ્લેખ કેમ ઓછો છે. તમે કોઈ પણ શ્લોક લઈ લો પુરુષોને જ ઉલ્લેખીને કરાયો છે. હમણાં જ કામાખ્યાદેવી વિશે ના સંદર્ભ ગ્રન્થ વાંચતી વખતે શ્રીરામ ભગવાનની બહેન વિશે વાંચ્યું. દક્ષિણના ગ્રન્થો મા શાંતા નો ઉલ્લેખ છે. વાલ્મિકી રામાયણ મા ક્યાંય નથી. શ્રીરામ ની બહેન શાંતાના  ઋષિશ્રુગ સાથે લગ્ન થયા હતા. જો આ સત્ય હોય તો એક સ્ત્રીને કેટલો અન્યાય કે એનો ક્યાંય ઉલ્લેખ નથી. કૌરવો ને પાંડવોની બહેન દુઃશલા પણ ક્યાંય પ્રકાશ મા નથી આવી. હમણાં એક દિવસ જ એવી ચર્ચા થઈ કે કોઈ પણ ભગવાન ના માનવ અવતારમાં તેમની ઘરે દીકરીઓ કેમ નથી જન્મી. રામ, કૃષ્ણ, બધાને પુત્રો જ છે. શ્રીમદ્દ ભગવતગીતાના 9 મા અધ્યાયમાં 32 મા શ્લોક મા લખ્યું છે કે,
હે પાર્થ! સ્ત્રીઓ, વૈશ્યો, શુદ્રો, તથા પાપયોની ચાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે થઈ પરમ ગતિને પામે છે.
તો શું સ્ત્રીઓની યોની નિમ્ન ગણાય હશે? આપણે કહીએ છીએ કે આપણી આર્યભૂમિમાં આદ્યશક્તિ તરીકે સ્ત્રીઓની પૂજા થાય છે. તો સામાન્ય માણસ તરીકે સ્વીકાર કેમ નથી થયો. સ્ત્રીઓએ પોતાનું સ્થાન મેળવવા સંઘર્ષ કેમ કરવો પડે છે. એક દીકરો કઈ ન કરે તો પણ પ્રિય જ રહેશે પણ દીકરી પર બધાને ગર્વ ત્યારે થશે જ્યારે તે કઈક કરી બતાવે. ને ઉદાહરણો પણ એવા જ આપવામાં આવે કે પેલીએ આમ કર્યું, ને તેણે તેમ કર્યું, આવું કેમ જો તમે કઈ કરી ન શકો કે બની ન શકો તો તમે ખાસ નથી શુ? મને કોઈ પુરુષ પ્રત્યે વિરોધ નથી બસ આપણા સમાજની આવી ઘરેડ ખૂંચે છે. કોઈ બંધબેસતી પાઘડી પહેરી ન લેશો. #આ તો એક વાત છે. #

Gujarati Quotes by HINA DASA : 111029119
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now