વસંત
સુકી ડાળે કુંપળ ફુંટી,
ધીમે પગલે આવી વસંત
મંદ મંદ વાતા વાયરા માં
સુગંધ ભળી,
ફુલ બહારે આવી વસંત
વન વગડે ભમરા ને પતંગિયા ની ભીડ જામી,
તો ક્યાંક દૂર કળી માં ફૂલ બની ને ખીલી વસંત
વૃક્ષ ની ડાળે કોયલ બોલે મીઠી વાણી,
ટહુકે ટહુકે ચોમેર પ્રસરી વસંત
રઢીયાળી પુનમ ની રાત માં સ્વચ્છ આકાશે,
તારલા બની ઝળહળી વસંત
પરોઢિયે પ્રભા ની પોર તણી ખુશનુમા લાલી જોઇ,
હસતી હસતી જાગી વસંત
ચેતનવંતી બની આખીયે પ્રકૃતિ
ઝરણું બની ખડ ખડ વહી વસંત
જયેશ વેકરીયા