નાનપણ
એક દિવસ અચાનક બચપણ માં સરી પડાયું
જીવન ની સૌથી ઉજળી ક્ષણો માં મન પરોવાય ગયું.
ઉઘાડા પગે સરસરાટ દોડતું એ દશ્ય ફરી તાજૂ થઈ ગયું
રમત રમત મા થઈ જતી લડાઈ ને ફરી થઈ જતી દોસ્તી ના મીઠા સંભારણા થી મન તરબોળ થઈ ગયુ.
સાંકળી શેરીઓમાં સાયકલ ની સવારી ને ભાયબંધુ નો સંગાથ યાદ કરી આ હદય પ્રફુલ્લિત થઈ ગયુ.
ખિસ્સામાં ઠાલો એક રૂપિયો હોય તોય રૂવાબ થી રાજા હતા ને ધૂળ માં આળોટતો એ વૈભવ થી આ મન અમીર થઈ ગયુ.
નળીયાવાળુ મારૂ એ ઘર,મોટું આંગણું, ઘુંવાડો કરતી એ સગડી, સિતાફળી નું ઝાડ મન મા છાંયડો કરી ગયું.
ઘોઘમાર વરસતી વાદળી ને ઝીલવા ઉઘાડા ડીલે નીકળી પડતા,
ખાબોચીયા ખુંદતા,કોઇ નુ નો માનતા, સ્વચ્છંદી બની રખડતા
ફુટ્યુ યાદ નુ એ ઝરણું ને આ મન ભીનું થઈ ગયું.
તોફાન ના વંટોળ વચ્ચે નાનપણ ક્યારે વીતી ગયું ખબર ના પડી
પણ આ મન એવુ જ નિર્દોષ રહી ગયુ.
હદય નો દરવાજો ખુલ્લો મુક્યો ને નાનપણ નો શોરગુલ સાંભળી જીવન ક્ષણભર જાણે થંભી ગયુ.
જયેશ વેકરીયા