ભગવાન વિષ્ણુનાં ત્રેવીસ અવતાર માનો મહત્વનો અને વિરાટ અવતાર એટ્લે શ્રી કૃષ્ણ નો અવતાર. પોતાની અંદર રહેલા અપાર અમિત ગુણો અને દિવ્યશક્તિ દ્રારા આ સૃષ્ટિનું સર્જન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હૂં આ સૃષ્ટિનાં કણ કણ માં હાજર છું .બધા જ દેવતાઓમાં શ્રીકૃષ્ણ જ એવા હતાં જે આ પૃથ્વી પર સોળ કળાઓથી પરિપુર્ણ થઈને અવતરિત થયા હતાં. તેમણે જે પણ કાર્યો કર્યા તેને પોતાના મહત્વપુર્ણ કાર્યો સમજ્યાં હતાં. પોતાના કાર્યોને સિદ્ધ કરવા માટે તેમણે સામ-દામ- દંડ- ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો એકજ ઉદેશ હતો કે પાપને પૃથ્વીનાં જડ્મુળ માંથી કાઢી નાખવું . આજે અનેક સંપ્રદાયો આ ઉદેશ હેઠળ સેવા કરે છે.અને તેમાં ઇસ્કોન સંપ્રદાય દ્રારા દેશ-વિદેશમાં શ્રીં કૃષ્ણનાં અમિત ગુણો ,શ્લોક અને જાપ કરવામાં આવે છે . અને અધર્મ , પાપ વગેરે જેવા તત્વોનો નાશ કરવો એ ઉદેશથી શ્રી કૃષ્ણની ભક્તિ કરવામાં આવે છે .