કૃષ્ણ એટ્લે મારા અને તમારા મા રહેલું એક નાનકડું બાળક..અત્યંત જીવંત. જીવન થી ભરપૂર.નિર્દોષ... જે કોઈ ભેદ જાણતું નથી. નાં કોઈ ભાષા.એનાં માટે તો ફક્ત એક જ ભાષા ..પ્રેમ.અપાર પ્રેમ..સર્વસ્વ માટે પ્રેમ...બધાં મા એને મિત્ર જ દેખાઈ..એને સર્વસ્વ સુંદર અને રહસ્યમય દેખાઈ...રમતું કૂદતૂ એ બાળક તમારા અને મારા મા પળ પળ જીવે છે.. એ જ કૃષ્ણ... સમજવા જશો તૌ સમજાઈ નહીં એ કૃષ્ણ..પામવા જશો તૌ પામી શકાય નહીં અ કૃષ્ણ...શોધવા જશો તોય આખાય બ્રહ્માંડ મા નાં જડાઈ એ કૃષ્ણ...પરંતું..જો હૃદય થી જોશો...તૌ તમને સર્વસ્વ કૃષ્ણ મળી જશે..પંખી ની કલરવ મા કૃષ્ણ...રાત નાં અંધારા મા કૃષ્ણ...તારા શહેર ની ભીડ મા કૃષ્ણ...ગંગા ની વહેણ મા કૃષ્ણ..ઝુંપડી મા બળતા દિપક મા કૃષ્ણ...વરસતા વરસાદ ની ટીપ ટીપ મા કૃષ્ણ...કમલ પર રમતા ઝાકળ મા કૃષ્ણ..ગરીબ નાં વાસી રોટલા મા કૃષ્ણ...પ્રજ્ઞાચક્ષુ નાં દિવ્યા ઉજાસ મા કૃષ્ણ..તારી busy life મા...તારી શાંતિ ની શ્વાસ મા કૃષ્ણ...અપંગ નાં અડગ વિશ્વાસ મા કૃષ્ણ....રડતી આંખો ની ભીનાશ મા કૃષ્ણ..તારી secret ડાયરી મા કૃષ્ણ....તારા જીવન અને તારા અંત મા કૃષ્ણ.......એવા તારા અને મારા કૃષ્ણ....