માં નો શ્વાસ ,પીતા નો જીવ છે દિકરી,
બાની સાડી, દાદાની લાકડી છે દિકરી,
ઘર નો પાયો, ઘરની લક્ષ્મી છે દિકરી,
બધા અન્યાય સહેનારી છે દિકરી,
બે કુળ ને તારનારી છે દિકરી,
બધી ખુશીઓ બધા સપના છોડનારી છે દિકરી,
પોતાના કાળજા જેવા માં-બાપ ને છોડનારી છે દિકરી,
પોતાના પતિ નો પડછાયો બનનારી છે દિકરી,
પરિવાર ના દુ:ખો ને સહેનારી છે દિકરી,
વીદ્યાનો ભંડાર, શિક્ષકોનુ અભિમાન છે દિકરી,
દેશને આગળ ધપાવનારી છે દિકરી,
બધા ક્ષેત્રો ને જાણનારી છે દિકરી,
ભગવાનની અદભૂત કલાકૃતિ છે દિકરી,
એક મા અનેક એવી વ્યક્તિ છે દિકરી,
તો શા માટે કુરિવાજોનુ નિશાન છે દિકરી? ,
શા માટે માથાનો બોજ છે દિકરી? ,
તો શા માટે દુખોથી ઘેરાયેલી છે દિકરી? ,
દરેક દિકરી છે દેશની દિકરી,
તો શા માટે નથી બનવા દેતા એને દેશની દિકરી? !..