# મેરા ક્રિષ્ના....
કાન્હા...
આવ તું આવ...આવ તું આવ...હે કાન્હા...
આવ તું આવ...હે કાન્હા...આવ તું આવ...
તારી વાટ નિરખતી અધીરી રાધાને...
તું મળવા હાલી આવતો...
તારો સંગ ઝંખતી ગોપીઓને...
તું સાથ આપવા હાલી આવતો...
તારી દિવાની ભક્તિ ઘેલી મીરાંને...
તું નવજીવનરૂપી અમૃત પાઈ ગયો...
તારી અર્ધાંગિની બનેલી રૂક્ષ્મણીને...
તું સદાય ખુશ રાખતો...
તારી મિત્ર બનેલી દ્રૌપદીની...
તે સદાય લાજ રાખી...
અમ લાજ બચાવવા આવ...
કાન્હા...
આવ તું આવ...
અમ સન્માન બચાવવા આવ...
કાન્હા...
આવ તું આવ...
અમ પ્રાણ બચાવવા આવ...
કાન્હા...
આવ તું આવ...
આવ તું આવ...
અહીં કોણ રાવણ ને કોણ દુર્યોધન...
અહીં તો હર નજર હવસ ભરેલી...
આવ તું આવ...
હર નારી ની નજર...
બસ ઝંખે તારી જ એક નજર...
આવ તું આવ...
કાન્હા...
Sonu...