' ફૂલ છે.. દીકરી ! '
ફુલ છું હું, મને ફૂલ જ રેહવા દો,
અડસો માં ! મુક્તપણે મહેકવા દો.
અધિકાર છે મારો, મારા જીવન પર,
ખુલ્લા આકાશમાં, મનેય ઉડવા દો.
ના કોઈ માંગણી, ના કોઈ આશ તમપર,
ના બનો રૂકાવટ, મને આગળ તો વધવા દો.
અડીને મુજને, લાંછન ના લાગવા દો,
ચૂંથાઈ જઈશ, મને દુનિયા તો જોવા દો.
તુ ભમરો છે ! તો શું બધા હક તારા છે ?
વ્યભિચારી જીવડાં, મુરાઝાવું પહેલા ખીલવા તો દો.
હવસ તારી તો ! મૌત મને શું કામ ?
મૌન બની, શોક ના આ દેખાડા હવે રેહવા દો.
નહિ થાય રોશન, ફરી આ જિંદગી મારી,
મીણબત્તી પ્રગટાવી, ખોટા ગતકડા છોડી દો.
નથી હું હવે !, પણ એક અરજ છે મારી,
ફૂલ છે ' દીકરી ', એને ફૂલ બની જ રેહવા દો.
મિલન લાડ. વલસાડ.