તને યાદ છે???
જ્યારે પહેલીવાર મેં લાગણીને શબ્દોમાં ઢાળેલી ત્યારે તેં વચન માંગેલું કે હું આજીવન શબ્દોનો સાથ નહિ છોડું...
...ને મેં હોંશે હોંશે એ વચન આપી પણ દીધેલું પરંતુ...
શબ્દો એ લાગણીને વહાવવાની એક રીત છે...
ભાવને વ્યક્ત કરવાનું એક માધ્યમ છે...
શબ્દોમાં એવી તો તાકાત હોય છે કે જ્યારે મેઘધનુષ્ય વિશે લખાતું હોય ત્યારે કાગળ પર જાણેકે મેઘધનુષ્ય ચિતરાયેલું દેખાય...
પણ હવે આજે તું નથી...
પ્રેમ નથી...શબ્દો નથી...અનુભૂતિ નથી...અહેસાસ નથી...
પણ મેં તો તને વચન આપેલુંને કે હું શબ્દોનો સાથ નહિ છોડું...
પણ જો આ શબ્દો ય તારા વફાદાર નીકળ્યા...એ જતા રહ્યા મને છોડીને...
હવે મારી પાસે છે માત્ર...
કોરો કાગળ અને બુઠ્ઠી કલમ...
તને ..તારા પ્રેમને અને શબ્દોને શોધી રહેલી...
~ નીતા સોજીત્રા જી