મારી પ્રિય સખી... કોમલ. એક હસમુખી વ્યક્તિત્વ ધરાવતી બોલકણી ને હા, રૂપનો અંબાર. મારી કોલેજ ની સખી. હમેશા લેક્ચર બંક કરી અમે ફાફડા પાર્ટી કરવા જતા. ભલે કોલેજ માં અઢળક તોફાનો પણ ભણતર માં અવ્વલ. અમારી જોડી કોલેજમાં એકદમ ફેમસ.સાથે બીજી બે ચાંદની ને ભૂમિ.. અમે ચાર હોય ને તો લોકોને પસીનો થઈ જાય. રોજના અનેક નવા અટકચાળા શોધવાના. વાતો ના અખૂટ ભંડાર. આ વાતને આજે લગભગ નવેક વર્ષ થયાં છે. અમે ચારેય અલગ અલગ દેશ માં છીએ. હા ઇન્ટર નેશનલ સખીઓ. પણ ફોન દ્વારા અમારી મિત્રતા એવી ટકેલી છે કે ગમે ત્યારે ફોન કરીએ હજુ... જાણે કાલેજ છૂટા પડયા ને આવતીકાલે મળવાના હોય. આજે એમને બસ અહી એટલું કહેવું છે જીવન માં સમય આગળ વહી રહ્યો છે પણ તમે મારા માટે એટલાજ ખાસ છો જેટલા તમે વિચારો છો. અંતર ક્યારેય નડતર બન્યું નથી અને બનશે નહિ. તો મારા હીરા જેવી અમૂલ્ય અને કીમતી સખીઓ. . ઇન્ડિયા આવોં.... અહીંના ફાફડા ની ડિશ લઈ હું તમારી રાહ જોવ છું. Miss u all..