#FRIENDSHIPSTORY
#લવ_બાઇટ
ૠષિતા વિવાનનાં બધાંજ ગુનાઓ માફ કરીને તેની રાહ જોઈ રહી હતી. વિવાને તેને પાછળથી પકડી, વિવાનની લયબદ્ધ વહેતી આંગળીઓ ૠષિતાની નાભિ પર અટકી. થોડી પળો માટે તેનો શ્વાસ રોકાઈ ગયો. બધીય કામનાઓ થીજી ગઈ. વિવાન ૠષિતાના પરવાળા જેવાં અધરોનું રસપાન કરી રહ્યો. તેનાં શરીરની રગેરગમાં જાણે કોઈ ઉત્સવ ઉજવાય રહ્યો હતો. ફાની દુનિયાથી દુર બંને એકબીજામાં ઓગળતા રહ્યા. વરસાદની છાંટ તેનાં પ્રેમાલાપની સાક્ષી બની.
ૠષિતાએ અચાનક તેની ૠતુઓ બદલી. ગાલ પરની ગુલાબી ઝાંય હવે તેની આંખોમાં હતી. કમરમાં છુપાવેલું ખંજર બીજી ક્ષણે વિવાનના માંસલ દેહની આરપાર !!
કાન પર બટકું ભરતા એ બોલી, "પ્રેમ અને વેરમાં હું હિસાબ ચોખ્ખો રાખું છું!!"
- ભાવિક એસ. રાદડિયા
#100WordsStory