તા. ૦૭/૩/૨૦૧૮ નાં રોજ વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારિબાપુને હું તલગાજરડા "ચિત્રકૂટ" માં મળવા ગયો ત્યારે મે લખેલી એક કવિતા અહી પ્રસ્તુત કરું છું.-
"તારો સાથ એક....
જમાના ને ભલે લાગે કોઈ સંતોનાં જમાત ની જરૂરિયાત જરૂરી |
બસ, હું માંગું તારો સાથ એક મોરારી||
અમીરો પણ ભટકે છે ઘણાં થઈ રસ્તા ના ભિખારી |
બસ, હું માંગું તારો સાથ એક મોરારી ||
થાક્યો હરી ને ગોતતાં ને બન્યો પથ્થર નો પુજારી |
બસ, હું માંગું તારો સાથ એક મોરારી ||
સ્મરણોનાં સમ્શાને જવાની મે હજારો તક નકારી |
બસ, હું માંગું તારો સાથ એક મોરારી ||
હજારો દિવસો ની લીલામી કરી ખરીદી સ્વર્ણ એક શર્વરી |
બસ, હું માંગું તારો સાથ એક મોરારી ||
દુશ્મનોને ખરી દોસ્તો ને આપી બદનામી ની મંજુરી |
બસ, હું માંગું તારો સાથ એક મોરારી ||
ભટકું છું કોઈ જંખના સાથે મળે મોજે ફકીરી |
બસ, હું માંગું તારો સાથ એક મોરારી ||