મૃત્યુ નિશ્ચિત છે એ તો બધાને ખબર જ છે. પરંતુ ક્યારે એ કોઈને નથી. ખબર એટ્લે જ કદાચ આપણે આટલું સુખ ભોગવી શકીએ છીએ. જ્યારે જીવલેણ બીમારી થાય ત્યારે આ સત્ય ખરેખર સારું લાગે. એ માટે કુદરતનો આભાર માનવો રહ્યો. પરિસ્થિતિ અને સત્યનો સ્વીકાર વ્યક્તિને જીવવા માટે શક્તિ અને સાહસ આપે છે. કેટલાક લોકો ફરીયાદોમાં જ જીવતા હોય છે કોઈ કારણ વગર. ત્યારે મોત સામે અને જીવલેણ બીમારી સામે જીન્દાદિલીથી જજુમતા લોકો માટે માન થાય. સલામ એવા દરેક વ્યક્તિઓને જેમને એમનું મોત પણ બીજાના માટે સાહસિક અને પ્રેરણાદાયી બનાવ્યું હોય.
શબ્દો અને વિચાર...
નિતુનિતા....