સમય ના તાંતણા છે આપણી વચ્ચે,
દુરતા હોય કે નિકટતા, શુ ફેર પડે છે !
ફેલાઈ જવાના છે આ સુરજ ના કિરણ
ઉગતાં હોય કે આથમતા, શું ફેર પડે છે !
શબ્દો ને ઉચકી જો ફરવું હોય તો,
ધોંઘાટ હોય કે નીરવતા, શું ફેર પડે છે !
પવન ના સહવાસી છે પંખીના પર,
સ્થિર હોય કે ફરફર, શુું ફેર પડે છે !
તારા જ તરફ વધવાના છે મારા આ કદમ
થાકેલા હોય કે થરકતા, શું ફેર પડે છે !
~ B.D BENKAR
શુભ આરંભ