#100WORDSSTORY

મઝા

ધીરૂભાઈ દેસાઈ સાહેબ ને રંજ હતો તો એ વાત નો કે ૧૦X૧૦ ની ઓરડી માંથી આજે થ્રી બેડરૂમ હોલ કિચેન ના ફ્લેટ માં આવ્યા અને તમામ સુખ સગવડતા હોવા છતાં ખુશ નહોતા !
ધીરૂભાઈ એ આજે તો પૂછી જ નાખ્યું “મનસુખભાઈ, તમે સદા હસતા જ રહો છો ! આવું શાને?” હસતા હસતા મનસુખભાઈ એ કહ્યું, “મન - હદયથી સાંભળો તો એક જ શબ્દ માં તેનું રહસ્ય છે “અભિવ્યક્તિ“. માત્ર ગુસ્સાની જ અભિવ્યક્તિ કરી જાણે છે, તેથી દુખી છે પુરુષ ! અહમ છોડી, પ્રેમ, લાગણી, મજબૂરી બધાની ખુલ્લા દિલ થી ઘરના સાથે “શેર“ કરો.પછી જુઓ જિંદગીમાં કેવી મઝા અને મઝા જ હશે !

Gujarati Story by Anil Bhatt : 111023920
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now