એક સ્વાસ મારા પુરતો રાખજે કેમ કે હવે સ્વાસ લેવો મજબુરી છે,
એક પુસ્તક મારા પુરતુ રાખજે કેમ કે ધર્મ ની ગાથાઓ હવે ભુસાયી છે,
ચાર માણસો મારા પુરતા રાખજે કેમ કે પાપ માં હવે કોઇ ભાગીદારી કોણ પુરે છે,
એક ચંદનનુ લાકડુ રાખજે કેમ કે મોક્ષ આપતા વ્રુક્ષો હવે કપાયા છે,
ચારણ ને દેખાય છે અંત હવે જગતનો જ્યાં પુણ્ય કરતા પાપો વધ્યા છે...
-deeps gadhavi