'સંતની સમજણ' #100 words story
એક સંત નગરમાં ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે, એક બાઈ ક્રોધમાં ભિક્ષાને બદલે રંગનું પોતું તેમના પર ફેંકે છે, તે સંત હસીને તેને સ્વીકારી લે છે.
નદીકિનારે જઈને પોતાને સ્વચ્છ પાણીથી ધોઈને સુકવી દે છે, સંધ્યા સમયે તે પોતામાંથી રેસા અલગ કરીને તેમાંથી દિવેટ બનાવે છે અને ભગવાનની આરતી કરે છે.
સાથે જ પ્રાર્થના કરે છે,”હે પ્રભુ, આજે તારી આગળ પ્રકાશ પેલી બાઈને લીધે થયો છે, તો તું એના હૃદયમાં પણ પ્રકાશ ફેલાવજે અને તેને સદબુદ્ધિ પ્રદાન કરજે”
એક સેવક સવારથી ગુરુની ગતિવિધિ જોઈ રહ્યો છે, સંત તેને સમજાવતા કહે છે,”આપણે પ્રભુના સેવક છીએ, આપણે હમ્મેશા બધાનું ભલું જ ઇચ્છવું”
“ધન્ય એ સંતની સમજણ”