નેની લઘુ-કથા :
એક સામાજિક પ્રસંગમાં ભૂતકાળમાં એકબીજાને ગળાડૂબ પ્રેમ કરતાં પ્રેમી ભેગા થયા.સામાજિક સંજોગોના કારણે એકબીજાના થઇ શક્યાં નહતા.અચાનક મળી જતા અને યોગ્ય સંજોગના મેળે બન્ને પોતાની લાગણીઓ કાબુમાં રાખી ન શક્યા.એમને પ્રેમાલાપ કરતાં ગામની વ્યક્તિ જોઈ ગયો અને એને ભાંડો ફોડ્યો.પુરુષ માનભેર જીવે છે પરંતુ એ સ્ત્રીને 'ચરિત્રહીન સ્ત્રી' નો ઇલકાબ આપવામાં આવ્યો! જે સ્ત્રી જિંદગીભર કોઈ એક જ પુરુષની થઈને રહે એને જ સમાજ 'સતી' નો દરજ્જો આપતો હોય છે! પુરુષે ક્યારેય અગ્નિપરીક્ષા આપવાની જરૂર હોતી નથી!!