The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જિંદગી રોજ એક નવી ચેલેન્જ લઈને આવે છે. પરંતુ એ એટલી અઘરી પણ નથી જેટલી આપણે માનસિક રીતે બનાવી દીધી છે. આપણી દૃષ્ટિને સંકુચિત રાખીશું તો ઘણી ઉપાધિઓ, સમસ્યાઓ અને દુઃખો આપણા જ ભાગ્યમાં લખ્યા છે એવો ભ્રમ સતત સતાવતો રહેશે અથવા સિદ્ધિઓનું ગુમાન સતત હાવી રહેશે જે તમને ક્યારેય સહજ થવા નહિ દે. પરંતુ જો દુનિયાને જોવાની અને સમજવાની આપણી દૃષ્ટિને વિશાળ રાખીશું તો આપણું બધું જ સહજ અને સામાન્ય લાગશે. બ્રહ્માંડની દરેક ઘટનાઓ આપણા જીવન સાથે એટલી હદે ઇન્ટરકનેક્ટેડ અને ઇન્ટરડિપેન્ડન્ટ છે કે, આપણું જ ધારેલું થવાની સંભાવના સંપૂર્ણ રીતે આપણા કંટ્રોલમાં ક્યારેય હોતું નથી. ઘણાં બધાં સંજોગો એકસાથે મળીને કોઈક એક ઘટના કે પરિણામનું કારક બનતું હોય છે. એટલે જ્યારે પણ આપણી ઈચ્છાનુસાર પરિણામ ન આવે તો વિચલિત થવું નહિ અને હિંમત હાર્યા વગર આગળ વધતા રહેવું. કર્મ કરવું આપણા હાથમાં છે ફળ નહિ. જે જીવો સંતોષી છે એ નીરસતામાં સરી ગયા છે અને જે જીવો લોભી છે એ ભૂખ્યા વરુની જેમ દોડી રહ્યા છે. બંનેમાંથી કોઈ અંદરથી ખુશ નથી, એનું કારણ છે સાચા જ્ઞાન અને યોગ્ય દૃષ્ટિનો અભાવ. તમને આર્થિક ભોગવિલાસ અને વૈભવ પ્રાપ્ત કરવાના માર્ગ ચિંધનાર લાખો ગુરુઓ અને ઇન્સ્ટિટ્યૂટ મળી જશે. પરંતુ જીવનલક્ષી જ્ઞાન આપનાર સાચા ગુરુ મળે એની સંભાવના ખૂબ ઓછી રહેલી છે કારણ કે સાચા ગુરુ પ્રાપ્ત કરવા માટે શિષ્ય તરીકેની યોગ્યતા હોવી પણ એટલી જ જરૂરી છે. શ્રીકૃષ્ણ જેવા શ્રેષ્ઠ ગુરુ અર્જુન જ પામી શક્યો કારણ એની પાસે જ્ઞાન મેળવવાની ભૂખ અને જિજ્ઞાસા હતી. पंडित यदि पढि गुनि मुये, गुरु बिना मिलै न ज्ञान। ज्ञान बिना नहिं मुक्ति है, सत्त शब्द परमान॥ व्याख्या: बड़े - बड़े विद्व।न शास्त्रों को पढ - गुनकर ज्ञानी होने का दम भरते हैं, परन्तु गुरु के बिना उन्हें ज्ञान नही मिलता। ज्ञान के बिना मुक्ति नहीं मिलती। જ્ઞાન પુસ્તક્યુ નહિ આત્મિક એટલે કે આત્મસાધ કરેલું હોવું જોઈએ. જે જ્ઞાન તમારામાં બદલાવ ન લાવી શકે એને જ્ઞાન નહિ માહિતી કહેવાય. શબ્દ અને વિચાર.. nitunita (નિતા પટેલ) #જિંદગી #ગુરુ #જ્ઞાન #આનંદ #દૃષ્ટિ #શ્રીકૃષ્ણ
Read my thoughts on YourQuote app at https://www.yourquote.in/nitu-nita-0932/quotes/how-s-josh-grmii-rdc72
યાદો ક્યારેય મરતી નથી, સારી હોય કે ખરાબ...
માનવીને કુદરતે આપેલી અણમોલ ભેટ એટ્લે 'મિત્ર'. જે કોઇપણ તાર વિના અનાયાસ જિંદગીમાં જોડાઇ જાય છે. જયાં કોઈ નાત- જાત, ઉચ્ચ-નીચ, ઉંમર, જાતિ, આવડત, પૈસો વિગેરે જેવી અનેક બાબતો તુચ્છ અને કારણો શૂન્ય થઈ જાય છે. જયાં આત્માથી આત્માની પસંદગી હોય છે. એક શરીર અને મનનો ભાવ બીજાને કુદરતી પારખી લે છે અને જિંદગીભર માટે બિનશરતી એકબીજાના થઈ જાય છે. પોતાના અને લોહીથી જોડાયેલાં સંબધો કરતા પણ વિશ્વાસુ, વ્હાલા અને મુકત. જેની હાજરી માત્રથી ગમે એટલું મોટું દુઃખ ભૂલી જવાય છે. જયાં મુકત રીતે વર્તન કરવાની સો ટકાની આઝાદી હોય છે. હજી આપણી માનસિકતા વિજાતીય મિત્રતા સ્વીકારવામાં સહજ સ્વીકાર્ય નથી થઈ. એ આપણાં સમાજની વામનતા અને સ્ત્રી-પુરુષની ભેદભાવની ઉંડી ખાઈ બતાવે છે. વર્ષોથી ઘર કરી ગયેલી માન્યતાઓ અને વિચારોમાં કોઈ બદલાવ સમય સાથે આવ્યો નથી. સ્ત્રી અને પુરુષ ઘર અને સમાજની તાકાત છે. બન્નેને પોતપોતાની કુદરતી લાક્ષણિકતાઓ કુદરતે આપેલી છે, જ્યારે એ બન્ને એકસાથે સહજ મળે ત્યારે હંમેશા પ્રગતિના દ્રાર ખુલતાં હોય છે. આ ભેદની ખાઈને કારણે જ કદાચ આપને પશ્ચિમી દેશો જેટલો વિકાસ સાધી શક્યા નથી. મિત્ર દિવસની શુભકામનાઓ. મિત્રૉનો ક્યારેય સ્વાર્થ માટે ઉપયોગ કરવો નહીં. યાર જીવનમાં એક સંબંધ તો એવો રાખો જયાં સ્વાર્થને કોઈ અવકાશ ન હોય. બસ પ્રેમ અને લાગણીઓની અવિરત ધારા વહેતી હોય. સ્વાર્થી વ્યક્તિઓ ક્યારેય મિત્રતાનો સાચો આનન્દ લઇ શકતા નથી કે પામી શક્તા. મિત્ર માનસિક , વૈચારિક અને નિઃસ્વાર્થ પ્રેમ પામવા માટે રાખો. શબ્દ અને વિચાર.... નીતૂનીતા
https://m.facebook.com/story.php?story_fbid=303896887032798&id=209252473163907
જંગલનો ન્યાય...
જંગલમાં રોજ થતાં ખૂનના અને માનવ તસ્કરીના વિરોધમાં આંદોલનો અને વિરોધનો સૂર ચરમસીમાએ પહોંચ્યો.સરકાર સામે વિપક્ષનો સતત દબાવ અને ચારે તરફ મીડિયામાં આજ સમાચાર.સત્તાપક્ષ દ્રારા જલદ બનેલા આંદોલનને ડામવા માટે ઘણાં પ્રયત્નો કરવામાં આવ્યા.પરંતુ તમામ નિષ્ફળ નીવડ્યા. આખરે સરકાર જુકી અને આ અંગે એક નિષ્પક્ષ કમિટીની રચના કરવામાં આવી.એ કમિટી પોતાનો અહેવાલ આપે પછી જે પણ કોઈ આ માટે જવાબદાર હશે તેમની સામે કડકમાં કડક પગલાં લેવાની સરકારે ખાત્રી આપી અને ત્યાં સુધી તમામ આંદોલનો સંકેલી લેવા માટે મનાવી લેવામાં આવ્યા. એક મહિના પછી કમિટીએ પોતાનો અહેવાલ રજૂ કર્યો.કમિટીના અધ્યક્ષ સ્થાને સિંહભાઈને નિયુક્ત કરવામાં આવ્યા હતા અને વાઘભાઈ, ચિત્તાભાઈ, દીપડાભાઈ, શિયાળભાઈ તથા વરુભાઈને કમિટીના સભ્યો નિયુક્ત કરવામાં આવ્યા હતા.આ અહેવાલને જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યો.તેમાં જંગલના લોકો ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા. કમિટીએ પોતાના અહેવાલમાં જણાવ્યું કે આવી કહેવાતી કોઈ ઘટનાઓ બની જ નથી.પોલીસ સ્ટેશનમાં પણ આવા કોઈ ગુનાઓ નોંધાયા નથી કે અન્ય કોઈ સામાજિક સંસ્થાઓના પણ આવા કોઈ બનાવના અહેવાલ નથી.જે લોકો પોતાના સ્વજનોના ખૂન અને ગાયબ થવાની વાત કરે છે એ ખોટાં છે અને પૈસા આપીને બનાવતી ઉભા કરવામાં આવ્યા છે.જેમની સામે કડક પગલાં લેવામાં આવશે.આ માત્ર અફવાઓ વિપક્ષ અને દુશ્મન દેશના જંગલના પ્રાણીઓ દ્રારા ફેલાવવામાં આવી છે.આવા બનાવ બન્યાના કોઈ પુરાવાઓ નથી.થોડા દિવસ પહેલાં પાંચ હરણ ગાયબ થયાં હતાં જેઓ હજી સુધી પાછા ફર્યા નથી.એ વિશે પૂર્ણ તપાસ કરતાં માહિતી મળી કે તેઓ આ જંગલ છોડીને પાડોશી દેશના જંગલમાં સ્થળાંતર થયા છે. એટલે આવી તદ્દન વાહિયાત પાયા વગરની વાતો ઉપર લોકોએ ધ્યાન ન આપવું જોઈએ.આતો ચૂંટણી નજીક આવે છે એટલે વિપક્ષોની તમને ડરાવીને અને ગેરમાર્ગે દોરીને વોટ બેંક ઉભી કરવાની ચાલ માત્ર છે.છતાં પણ આવા કોઈ બનાવ બનશે તો સરકાર તેમના સામે કડક હાથે પગલાં લેવાની બાંહેધરી આપે છે.તો ચિંતા ન કરો અને આવી કોઈપણ ફરિયાદ કે બનાવની તમને ખબર પડે તો હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરવી.જેની તમામ જવાબદારી બિલાડાભાઈ અને વાંદરાભાઈને સોંપવામાં આવી છે. સૌ કોઈ આવા આશ્વાસન સાથે સુરુચિ ભોજન લઈને છુટાં પડ્યા.એક હરણનું પરિવાર પોતાના નાના ભૂલકાઓને ઘરે મૂકીને હાજરી આપવા ગયું હતું.તેઓ પોતાના ઘરે પાછા ફર્યા અને ઘરનો દરવાજો ખોલ્યો તો ત્યાં એમનાં બંને બાળકો મૃત હાલતમાં અર્ધ શરીરે પડ્યા હતા!!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser