Gujarati Quote in Quotes by HINA DASA

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

            તાત્વિક વિચારધારાનો એ અર્થ નથી કે વ્યક્તિ સંસાર છોડીને સાધુ બની જાય. કૃષ્ણ પોતે અવતાર હતા તો પણ એમણે મુત્સદીગિરી પણ કરેલી ને લીલાઓ પણ કરેલી, એ પૂર્ણ સંસારી યોગી હતા. તો કળિયુગનો માણસ સંસારી તો હોવો જ જોઈએ ને. સંન્યાસનો એ અર્થ નથી કે તમે બધું ત્યાગીને જંગલમાં જતા રહો, અથવા તો આનંદ કરવાનું છોડી દો, મન વચન કર્મથી લેપાયા વિના કરેલું કર્મ યોગ જ છે. તમે કોઈને કનડતા ન હો તો તમે મનથી સંત જ છો, ને મનથી કોઈનો છૂપો તેજોદ્વેષ  કરો તો બહાર ગમે એટલા સાત્વિક હોવ વિકૃત જ છો. કળિયુગનો પ્રતાપ છે કે બહાર જે દેખાવ હોય તેવો વ્યક્તિ અંદરથી નથી હોતો. એ પોતાનાને જ હેરાન કરીને ખુશ થતો હોય છે, આવા બહારથી સાત્વિક માણસો કરતા, પેલા મવાલીઓ સારા અંદરથી અને બહારથી સરખા તો છે...

Gujarati Quotes by HINA DASA : 111023162
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now