જીવનમાં એવાં બનાવો બને, એવાં સરસ અનુભવ મળી જાય, કે આપણી માન્યતાઓ,ધારણાઓ ને બદલ્યા વિના ન ચાલે....સામાન્ય રીતે , આપણે ઍવું માનતાં હોઈએ છીએ કે , આ સમયમાં માણસ તેનાં સ્વાર્થ ,મતલબ વગર અજાણ્યાં ને મદદરૂપ ન બને ,માનવતા ને ધસારો લાગી ગયો છે,વગેરે વગેરે...અને એવાં સમયે જયારે , તમે મુસીબતમાં હોવ, નિર્જન અને ગામડાં નો વિસ્તાર હોય , તમે તેમાંથી બહાર નીકળવા માટે નાણા પણ ખર્ચવા માટે તૈયાર હોવ,પણ એવી નજીકમાં વ્યવસ્થા ન હોય, ત્યારે ત્યાંનાં સામાન્ય યુવાનો , કાંઈ પણ આશા કે અપેક્ષાઓ વિના ,ત્યાંના યુવાનો તે મુસીબતો માંથી આપણ ને બહાર કાઢે, ત્યારે સમજાય કે માનવી માં માણસાઈ હજી જીવે છેં...અને આ ધરતી નો ધબકારો હજીયે સજીવન છેં..