પ્રેમ અને બંદગી હદ ની બહાર થઇ જાય ત્યારે ખુદા અને સનમ એકજ હોય છે. જયારે બંને માથી એકપણ સામે ન હોય ત્યારે દિલ પર દિમાગ પર આપણા આખા અસ્તીત્વ પર એક માત્ર એને પામી લેવાની કે છેલ્લી એક જલક એને જોઈ લેવાની ગાંડીતુર ધુન સવાર થઈ જાય છે. મન ઝંખ્યા કરે અને ચારેકોર એની ખોજ માં ભટકે અને હાલત કસ્તુરી મૃગ જેવી થઈ જાય. જે ભારોભાર આપણી અંદર વસ્યું છે એની જ ખોજ માંડીબેસે છે મન. અને અંતે પાગલપન ની હદ આવી જાય ને ત્યારે લાગે કે બસ હવે એજ છે ચારેકોર .મારાં માં વસેલો કણ કણ એજ છે. દુનિયા ના તમામ સુખ માત્ર ની વ્યાખ્યા એજ છે. મારું સર્વસ્વ એના મય છે. અને પછી એના માં લીન થઈ જવાની એના માં ઓતપ્રોત થઈ જવાની ધુન સવાર થઈ જાય છે.
@B
.