લેખક - ભવ્ય રાવલ
પુસ્તક - '....અને' ઓફ ધી રેકર્ડ
#Book review
એક પત્રકાર ના જીવનમાં આવતા પડકારો...એક એવો પત્રકાર જે ખુદ જોખમ ઉઠાવી નિષ્ઠાથી પોતાનું કાર્ય કરે ત્યારે...એને ઘણા સતાધીશો તરફથી રોકવા કે મારી નાખવાના ષડયંત્ર વચ્ચે બચીને કઇ રીતે પોતાના કામ પાર પાડે છે... રાજકારણીઓ, સતાલોલુપ, લાલચી, ભ્રષ્ટાચારી લોકોની એક એવી હદ...જયાં માનવતા નું નામોનિશાન નહિ....પોલીસ,જજ,ડોક્ટર, બધાને ખરીદીને પાળેલા પોપટ કરી નાખતા....ભ્રષ્ટાચારીઓ ને બેનકાબ કરવાનું એક મિશન....
વિબોધ એક એવું પાત્ર જે મને યાદ રહી ગયું...જો કે બધા પાત્રો ખૂબ જ દમદાર છે જ...વિબોધ પત્રકાર છે....અને એક એવું મિશન સ્ટાર્ટ કરે છે જેમાં સમાજમાં રહેતા ભ્રષ્ટાચારી લોકોને ખુલ્લા કરવા...ને પોતાની ધારદાર કલમ વડે ભલભલા ને કોઈપણ શસ્ત્ર વિના મારી શકે , એમ કહીએ કે ગળે તલવાર ની જેમ બાઝી પડે...એના માટે સુદર્શન અખબાર શરૂ કરે છે જેના તંત્રી તરીકે તે ખુદ...અને એના માલિક તરીકે સત્યા...
સત્યા અને વિબોધ ની મુલાકાત એક સોશિઅલ સાઈટ પર થઈ હતી અને ધીમે ધીમે વાતચીતનો દોર વધ્યો...અને સત્યા વિબોધ ના સાહિત્યિક, પત્રકારીત્વ, જીવન, વિશેના વિચારોથી પ્રભાવિત થઈ ગઈ....અને વિબોધ પણ સત્યા ના વિચારો એના જવાબો થી.... સત્યા એક એવી સ્ત્રી જેના નામ ની જેમ સત્ય ની નજીક પણ કોઈ એને સમજી કે સ્વીકારી શકે નઈ....
જ્યારે વિબોધ એક એવું રેકર્ડ બનાવે છે કે જેમાં લોકોના કાળા કામો અને સ્વિસ બેન્ક માં પડેલા કાળા નાણાં ની વિગત દર્શાવતું લિસ્ટ જેની ફાઇલ એની જોડે હોય છે...જેમાં દેશના પ્રતિષ્ઠિત નામી રાજકારણીઓના નામ હોય છે....જે ફાઇલ ને જપ્ત કરવા આ રાજકારણીઓ દ્વારા વિબોધ ને એક બેનામ મોત દેવા ષડ્યંત્ર રચાય છે...જેમાંથી વીબોધ ને એનો મિત્ર મોહન બચાવે છે....
જ્યારે આ ફાઇલ એક એવી વ્યક્તિના હાથમાં જવાના અણસાર સત્યા ને મળે છે કે જે ખતરનાક હોય શકે...ત્યારે એ વિબોધ ને એ ફાઇલ ન દેવા કહે છે...વિબોધ ટસ થી મસ નથી થતો ત્યારે સત્યા વિબોધ પર ગોળી ચલાવે છે...આ બાબત પર થી કહી શકાય કે જ્યારે દેશના હિત ની વાત આવે ત્યારે કોઈ મિત્ર નથી... કોઈ પાર્ટનર નથી....કોઈ કઇ નથિ...
વિબોધ ના ખૂન ના કેશ મા સત્યા ને ખૂબ જ યાતના સહન કરવી પડે છે...એને મેન્ટલ સાબિત કરવા સરકારી વકીલના જુઠા સબુતો....અને હોસ્પિટલમાં પુરી રીતે પાગલ કરી નાખતી થર્ડ ટોર્ચર સિસ્ટમ....જો કે એને વિશ્વાસ હોય છે કે વિબોધ આવશે....જ્યારે આ બધા થી કંટાળીને સત્યા આત્મહત્યા કરવા જાય છે ત્યારે વિબોધ આવીને એને બચાવે છે...
આમ આ નોવેલ એક એવી વાસ્તવિકતા રજૂ કરે છે કે...કોઈ પણ સતાલોલુપ રાજકારણી પોતાની પ્રતિષ્ઠા અને નામ ને બદનામ ન થવા દેવા એક નિષ્ઠાવાન પત્રકાર ને ઠાર કરવા ડૉક્ટર, પોલીસ, જજ, બધાને ખરીદી લે....ત્યારે આ ન્યાયની વ્યવસ્થા પર ઘણા સવાલો ઉભા કરે છે...
આગળ વિબોધ એ ફાઇલ નું શુ કરે છે...?
એને એના સાચા મુકામે પહોંચાડી શકે છે કે કેમ ?
આ બધા ષડયંત્ર પાછળ કોણ છે...
શુ આ મિશન કામયાબ થાય છે ?
વિબોધ નું શુ થાય છે....??
આ બધા સવાલો ના જવાબ મેળવવા must read this book....
સત્યા વિબોધ પર બુક લખે છે જેનું ટાઇટલ......અને' ઓફ ધી રેકર્ડ...
છેલ્લે નોવેલ મા એક શેર છે...અકબર ઇલાહાબાદી
ખીંચો ન કમાનો કો, ન તલવાર નિકાલો
જબ તોપ મુકાબીલ હો, તો અખબાર નિકાલો..