શિર્ષક: "પંખીઓનો દરબાર"
સોનેરી સવાર પડતા જ જાગ્યું આખું ગામ,
કલરવ કરતા પક્ષીઓ લે પ્રભુનું નામ.
આંગણામાં આવીને ચકલી ચીં-ચીં કરતી,
દાણા ચણવા માટે એ તો આમતેમ ફરતી.
આંબાની ડાળે બેઠી કોયલ રાણી ગાતી,
મીઠા ટહુકાથી એ તો સૌના મન હરતી.
લીલો પોપટ ભાઈ તો લાગે બહુ રૂપાળો,
'મીઠું-મીઠું' બોલીને લાગે સૌને વ્હાલો.
કળા કરીને મોરલો થનગન થનગન નાચે,
વાદળ જોઈને એ તો ટહુક-ટહુક રાચે.
ઘુટર-ઘૂ કરતું કબૂતર શાંતિ સંદેશ લાવે,
ત્યાં કા-કા કરતો કાગડો મહેમાન બની આવે.
વૃક્ષની ડાળી પર બેસી બુલબુલ ગીત સુણાવે,
કુદરતનો આ સંગીત ઉત્સવ સૌને ખૂબ ભાવે.
પક્ષીઓના અવાજથી સવાર પડે સારી,
ઈશ્વરની આ સૃષ્ટિ લાગે "સ્વયમ્'ભૂ" સૌથી ન્યારી.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"