શીર્ષક: આશાનો દીવો
સુખના આંગણે દુઃખનો ફેરો,
નથી જીવનભરનો એ ટોળો.
આવશે ને જશે એ વાદળની જેમ,
રાખજે હૈયામાં આશનો મેળો.
પાનખર પછી જ તો વસંત મહોરે,
સમય પણ ક્યાં કોઈનો ચેલો?
આજે અંધારું તો કાલે સવાર છે,
સૂરજ પણ વાદળ પાછળ છે ઘેલો.
હિંમત હારીને શું બેસી રહેવું?
જીવન તો છે સંઘર્ષનો ખેલ પહેલો,
ઈશ્વર પર શ્રદ્ધાની રાખજે મશાલ,
પાર ઉતરી જશે આ ભવનો મેળો.
સુખના આંગણે દુઃખનો ફેરો,
નથી જીવનભરનો "સ્વયમ્'ભૂ" એ ટોળો.
અશ્વિન રાઠોડ સ્વયમ્'ભૂ