શિર્ષક:– "તું જ મારો શ્વાસ"
તારી આંખોમાં જોઈને હું તો ખોવાઈ ગયો,
પ્રેમના આ રંગમાં આજે પૂરો રંગાઈ ગયો.
બસ તારા જ વિચારોમાં મારો દિવસ વીતતો જાય,
તને મળવા માટે આ દિલ કેવું ઉતાવળું થાય.
તું છે તો લાગે છે કે આ દુનિયા છે રળિયામણી,
તારી સાથે જ લખવી છે મારે મારી પ્રેમ કહાણી.
તું જ મારું સ્મિત ને તું જ મારો વિશ્વાસ,
તારા વગર સૂનું લાગે મને આખું આ આકાશ.
હાથ પકડીને તારો, જીવનભર ચાલવું છે,
સુખ હોય કે દુઃખ, બસ તને જ ચાહવું છે.
શબ્દો વગર પણ સમજી લે તું મારી વાત,
આવી જ રીતે રહેજો હંમેશા તારો સાથ.
ગુલાબની જેમ તું મારા જીવનમાં મહેકે,
તને જોઈને જ તો આ મન મારું બહેકે.
આજે 'વેલેન્ટાઈન ડે' પર માંગુ છું તારો પ્યાર,
તું જ છે મારો "સ્વયમ્'ભૂ" પહેલો અને છેલ્લો આધાર.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"