મને ગમે છે રાતલડી,
કારણકે, તારી છબી સામે આવેને ભવોભવનાં સંબંધ હોય એમાં તર-બ-તર થાવું ગમે છે....
મને ગમે છે રાતલડી,
કારણકે, તારી યાદોથી દૂર જવાનો એમાં ભય નથી...
મને ગમે છે રાતલડી,
કારણકે, એમાં હું તારી સાથે અઢળક વાતો કરી શકું....
મને ગમે છે રાતલડી,
કારણકે, તારાં હૃદયનાં ધબકારાને છેલ્લી સલામી આપી શકું....
મને ગમે છે રાતલડી,
કારણકે, હું તારી છબીનું અવિરત પણે રસપાન કરી શકું....
મને ગમે છે રાતલડી,
કારણકે, તારી યાદોથી હું મારી કલમ ચલાવી શકું......!🖊