નારીઓ માટે કેમ એક જ દિવસ..? ?
શક્તિ, સૌન્દર્ય, શ્રદ્ઘા ને શાંતિનું નામ જ છે નારી..!
નારી વિશે પણ ઘસાતું બોલશે નારી જ,
જ્યારે નારીનું સન્માન નારી જ રાખી નથી શકતી,
ત્યારે નારીના સન્માનની ભેંટ પુરુષ પાસેથી માંગવી કેમ ..!?
જ્યારે નારી જ નારીને સમજનારી અને સજાવનારી છે,
આ સાર્થક થશે ત્યારથી દરરોજ ઉજવાશે નારી દિવસ..!
જ્યારે નારી જ નારીની દુ:શ્મનાવટ વૃત્તિ મિટાવી ખભો મિલાવશે,
ત્યારથી દરરોજ ઉજવાશે નારી દિવસ..!
જ્યારે દીકરીના નામથી તેના માતા-પિતા ઓળખાશે અને દીકરી પર ગર્વ અનુભવશે,
ત્યારથી દરરોજ ઉજવાશે નારી દિવસ..!
જ્યારે વહુ એ સાસુ સાથે આજ્ઞાકિંત ઢીંગલીની માફક નહીં; પરંતુ પોતાના સ્વતંત્ર વિચારો કહી શકશે,
ત્યારથી દરરોજ ઉજવાશે નારી દિવસ..!
જ્યારે સાસુ એ દીકરાને તેની ધર્મપત્ની નો સાથ આપતાં રોકશે નહીં,
ત્યારથી દરરોજ ઉજવાશે નારી દિવસ..!
જ્યારે પતિ એ પત્ની સાથે મૈત્રીપૂર્વક સાજેદારી નિભાવી તેના સપના પુરા કરવાં ખૂલ્લું આકાશ આપશે,
ત્યારથી દરરોજ ઉજવાશે નારી દિવસ..!
જ્યારે નારી જ તેની જન્મજાત વૃત્તિ પર વિજય પ્રાપ્ત કરશે,
ત્યારથી દરરોજ ઉજવાશે નારી દિવસ..!
- ધારા દિવ્યેશ જસાણી