સંબંધમાં ખાટો -મીઠો ઝઘડો એક - બે કલાક સુધી ચાલતો હોય એ બરાબર છે પરંતુ કોઈ પણ એક વ્યક્તિ દિવસો સુધી ન બોલે...! , ને સામેનું પાત્ર ગમે તેટલી વાતો કરે, પ્રશ્નો કરે, વિવાદ કરે, કેટલીય વિનવણી કરે, એનો વાંક હોય તો પણ અનેક વાર માંફી માંગે, મનાવવાનાં લાખો પ્રયત્ન કરે, ત્યારે એ વ્યક્તિનો જો મૂડ હોય તો માફ કરે બાકી પોતે ભીંત હોય એમ સામેની વ્યક્તિની બધી જ વાતો પ્રત્યે નિરુત્તર રહે આ અહંકારી વ્યક્તિનું વર્તન એક 'સ્ટોનવૉલિંગ' ગણી શકાય... 'સ્ટોનવૉલિંગ' ને અહંકારી વ્યક્તિ પોતાની પાવર -ગેમ માની જાણી જોઈને ચૂપકીદીપણું રાખે છે ત્યારે એ સંબંધની સમસ્યા ઉકેલની બધી જ શક્યતાઓ ખલાસ કરી સંબંધને ભસ્મ કરી નાખે છે...
એથી... શ્રેષ્ઠ સંબંધોમાં જો લાગણીને શબ્દોમાં ન મૂકીએ તો એનાં અર્થ બદલાઈ જવાની પૂરેપૂરી શક્યતા હોય છે...