The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બેરંગ રંગ લાગે રંગીન જો તું હો સંગ, રંગહીન લાગે જીવન આ તારા વિના.. દર પ્રસંગમાં રહેતો એક અલગ ઉમંગ, તું મારી આત્મા ને અનંગ હું તારા વિના.. ઢંગ, બેઢંગ થઈ રહેતો આ જગમાં હું, પંખ વિહોણું કોઈ વિહંગ એમ હું તારા વિના.. પેચ લડે કોઈ પતંગ, લાગે જંગ ગગનમાં, વહેતી આંખે આંસુ તણી ગંગ તારા વિના.. રહે અભંગ આ સંગ આપણો અંત સુધી, થઈ મલંગ ફરે 'શિલ્પી' અહીં તારા વિના.. Dr Dipak Kamejaliya 'શિલ્પી'
ન જાણે શાને દિલમાં એક દર્દ ઉઠે છે, જ્યારે પોતાનાથી પોતીકું કોઈ રૂઠે છે.. ઝંખના હતી કાયમ સાથે રહીશું અમે, પણ મુલાકાતો આંગળીએ નહિ, અંગુઠે છે.. ન હા કહી, ન કહી એમણે મને ના, શું હશે દિલમાં એમના એક જ શંકા ઉઠે છે.. મન આંગણે રોપ્યો છે છોડ મેં પ્રેમ તણો, જાગી જોઉં, કોઈ ઉમ્મિદની કૂંપળ ફૂટે છે..? હું તો ગમના અગાથ સાગરમાં ડૂબ્યો છું, મજા તો તેઓ અન્યની સંગાથ લૂંટે છે.. દિલ તો કહે છે રાહ જોઈ લે એની, 'શિલ્પી' તે નહિ આવે, ઊંડેથી એવો ચિત્કાર ઉઠે છે.. Dr Dipak Kamejaliya 'શિલ્પી'
બે ગ્લાસ ભરી મદિરા, ને અમે બેસી ગયા દોસ્તી કરી એની સાથે કે લાગ્યું બચી ગયા.. ક્યારેય બહાર ન આવેત દુઃખ સાગરમાંથી ખુશીની પરિભાષા તે જાતે મળીને કહી ગયા.. કેમ ઝઝૂમી શકેત એકલતાના હુલ્લડ સામે એ મળ્યા ને દોસ્ત બની મનમાં વસી ગયા.. આકાંક્ષા નથી રહી લાંબા જીવનની મનમાં જીવ્યા જેટલું, લાગે છે જીવન જીવી ગયા.. ખોફ નથી રહ્યો જરા સરીખો હવે મોતનો દોસ્ત બનીને મોતને પણ તે વ્હાલું કરી ગયા.. ચિંતા કશી રહી નઈ કે દગો મળશે ત્યાં 'શિલ્પી' ઈશ્ક નથી આ, દોસ્તીમાં સાથ નિભાવી ગયા.. Dr Dipak Kamejaliya 'શિલ્પી'
બહારથી કાયમ હસતો રહેતો તે, કોઈ ન જાણે, અંદરથી લહુ-લુહાણ છે.. પ્રત્યેક પુરુષની છાતીમાં પણ દિલ છે, ધબકતું એ ક્યાં કોઈ જીવંત પાષાણ છે.. સ્ત્રીની લાગણી ને દર્દ તો બધા સમજે છે, મર્દને થતા દર્દની ક્યાં કોઈને પણ જાણ છે.. પ્રેમની વાત નીકળી, દરેકને સ્ત્રી જ સાંભરે, અરે..! પુરુષ પણ અનંત પ્રેમની ખાણ છે.. માં તો માં છે 'શિલ્પી' એની વાત ન થાય, રહીને કરે કોઈ બાપના પણ વખાણ છે.. Dr Dipak Kamejaliya 'શિલ્પી'
શું એ સાચે જ તારો વિજય હતો..? ખીલી રહેલી એક કળીને તેં પીંખી નાખી, તારી હવસને મટાડવા કાજે.. તારી તરસ બુઝાવવાનું કોઈ સાધન માત્ર ન્હોતી એ, કોઈ બાપની જીવવાની આશ હતી, એક ભાઈના હાથે બંધાયેલી રાખડી હતી.. કોઈની સખી તો કોઈ માતાની કૂંખેથી ફૂટેલી કૂણી કૂંપળ હતી.. જેની ઈજ્જત તારે કરવી જોઈતી હતી, એને મોકો સમજી તેં લૂંટી લીધી.. તારા મનની ખુશી કાજે તેં કોઈના સુંદર સપનાઓની થેલી કબરમાં દાટી દીધી.. શું એ સાચે જ તારો વિજય હતો..? પોતાના કાળજાનો કટકો આંખો સામે, કટકા થઈ વિખેરાઈ ગયો.. એ બાપ તો જાણે ભાંગીને ભુક્કો થયો, અરે..! દિકરી માત્ર નહિ, એ પણ લૂંટાઈ ગયો.. આ શું થઈ ગયું.. શું ન્યાય મળશે મારી લાડકી ને..? આ તો ન થવાનું થઈ ગયું.. આંધળા કાનૂનને પોતાની અસહ્ય એવી અંધરુની પીડા બતાવી રહ્યો, મનમાં તો એ ક્ષણે ક્ષણે અતિ પ્રબળ ત્સુનામી થઈ વહ્યો.. કાનૂન તો આંધળું રહ્યું, તાકાતના જોરે આઝાદ ફરતો હેવાન.. નિર્દોષ થઈ છૂટ્યો એક ગુનેગાર, ફરી કરવા અપરાધ એ શોધતો કોઈ મહેમાન.. શું એ સાચે જ તારો વિજય હતો..? તને એના ઉપર શું એક પળ માટે પણ, દયા આવી નહિ, કેમ ચડ્યો રોષ..? માસૂમિયત જોઈ એ માસૂમની કેમ થયો નહી તને અફસોસ..? શું એ સાચે જ તારો વિજય હતો..? આ આંધળા થયેલા સમાજથી ભલે તું નિષ્પાપ થઈ છૂટ્યો, કુદરત જોઈ રહ્યો છે તારા અપરાધને, ત્યાં દેર છે નહિ અંધેર એ તું કેમ ભૂલ્યો..? શું એ સાચે જ તારો વિજય હતો..? એક સ્ત્રીના મનમાં ઉદ્દભવેલો સવાલ...! Dr Dipak Kamejaliya.. 'શિલ્પી'
હજી હમણાં જ તો તું સાથે હતી અચાનક જ જાણે ક્યાં ખોવાઈ ગઈ..! મારી આંખોમાં રમતી હતી ને આંસુ બની ન જાણે ક્યાં વહી ગઈ..! હું તો સ્નેહ ભર્યો દરિયો છું મિત્ર, તું નદી બની જાણે ક્યાં સરી ગઈ..! મારો હાથ હતો તારા હાથમાં પકડેલો એ સાથ શાને છોડી ગઈ..! કોલ હતા જનમો જનમ ના આપણા કરેલા એ વાયદા શાને ભૂલી ગઈ..! મને લાગ્યું મારા જીવનમાં રહીશ તું કાયમ, સપનું બની મારી આંખોમાં શાને રહી ગઈ..! ક્યારેક તો ફળશે આ સપનું, 'શિલ્પી' આજે એ સપનું પણ તું તોડી ગઈ..! Dr Dipak Kamejaliya 'શિલ્પી' -Kamejaliya Dipak
મન મળે ન મળે ખાલી ધન મળે એટલે બસ છે, આજના માણસને બસ સ્વાર્થમાં જ રસ છે.. મળે જો મોકો તો પોતાના દેશને પણ વેચી દે, પોતાનું ખિસ્સું ભર્યું રહે એટલે બસ છે.. દોસ્ત તો શું પણ સગા ભાઈને દગો દેશે, પૈસો પોતાની પાસે છે તો બધે યશ છે.. સલાહ સાચી કોઈની ક્યાંય ગમતી નથી, લાગે હે એ કાળા કળીયુગને વશ છે.. ભૂલ્યો હવે માણસાઈ અને સાચો ધર્મ, રાવણ નથી એ છતાં માથા એને દસ છે.. નફરત, દગો અને અધર્મ આચરે છે 'શિલ્પી' બક અંદરથી રહેતો, બહાર દેખાતો હંસ છે.. અવતાર લઈ લે હવે તું, ક્યાં છે ઓ કલ્કિ, લાગતો નથી પણ માનવ જ મોટો રાક્ષસ છે.. Dr Dipak Kamejaliya 'શિલ્પી' -Kamejaliya Dipak
તૂટ્યું છે મારું દિલ આ કાલે ધબકતું છતાં પ્રેમથી જીવતા શીખવું પડે છે.. વિખેરાઈ ગઈ છે લાગણીઓ અહીંતહીં લાગણી વિહીન ચેહરે હવે ફરવું પડે છે.. આંસુ બની વહી રહ્યો છે મારો પ્રેમ નથી રડવું, છતાં આંખોને રડવું પડે છે.. દિલ ખોલીને હસતા હતા પહેલા અમે હવે હોઠે ખોટું સ્મિત લઈને ફરવું પડે છે.. તારી યાદોના સહારે જીવશું અમે, 'શિલ્પી' દિલની વેદનાને ગઝલ નામ આપવું પડે છે.. Dr. Dipak Kamejaliya 'શિલ્પી' -Kamejaliya Dipak
શું હું કોઈ રમકડું લાગુ છું..? મન ફાવે ત્યારે આવી મને રમાડી જાય છે..! મારી એકલતા અને આંખોના આંસુ, તારા ગયા પછી વેદનાની ચાડી ખાય છે.. કેટકેટલા સપના જોયા હતા આપણે સાથે, એ સપના પણ મારી હસી ઉડાડી જાય છે.. કેટલી મૂર્ખ હતી હું, તારી ઉપર વિશ્વાસ કર્યો, દર્દે દિલના ઘાવ ક્યાં કોઈ મટાડી જાય છે..! મીઠા જળની જાણે હું રહી વીરડી હતી, સાગર થઈ આવતો તું મને બગાડી જાય છે.. ઇન્દ્રધનુષ થકી મારી સવાર થતી, 'શિલ્પી' રંગવિહિન તારો પ્રેમ મને દઝાડી જાય છે.. છતાંયે કાયમ આશ રહેતી મનને તારી, શાને મન મારું તારા દોષોને ભુલાવી જાય છે..! Dr Dipak Kamejaliya 'શિલ્પી'
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser