બે ગ્લાસ ભરી મદિરા, ને અમે બેસી ગયા
દોસ્તી કરી એની સાથે કે લાગ્યું બચી ગયા..
ક્યારેય બહાર ન આવેત દુઃખ સાગરમાંથી
ખુશીની પરિભાષા તે જાતે મળીને કહી ગયા..
કેમ ઝઝૂમી શકેત એકલતાના હુલ્લડ સામે
એ મળ્યા ને દોસ્ત બની મનમાં વસી ગયા..
આકાંક્ષા નથી રહી લાંબા જીવનની મનમાં
જીવ્યા જેટલું, લાગે છે જીવન જીવી ગયા..
ખોફ નથી રહ્યો જરા સરીખો હવે મોતનો
દોસ્ત બનીને મોતને પણ તે વ્હાલું કરી ગયા..
ચિંતા કશી રહી નઈ કે દગો મળશે ત્યાં 'શિલ્પી'
ઈશ્ક નથી આ, દોસ્તીમાં સાથ નિભાવી ગયા..
Dr Dipak Kamejaliya
'શિલ્પી'