ન જાણે શાને દિલમાં એક દર્દ ઉઠે છે,
જ્યારે પોતાનાથી પોતીકું કોઈ રૂઠે છે..
ઝંખના હતી કાયમ સાથે રહીશું અમે,
પણ મુલાકાતો આંગળીએ નહિ, અંગુઠે છે..
ન હા કહી, ન કહી એમણે મને ના,
શું હશે દિલમાં એમના એક જ શંકા ઉઠે છે..
મન આંગણે રોપ્યો છે છોડ મેં પ્રેમ તણો,
જાગી જોઉં, કોઈ ઉમ્મિદની કૂંપળ ફૂટે છે..?
હું તો ગમના અગાથ સાગરમાં ડૂબ્યો છું,
મજા તો તેઓ અન્યની સંગાથ લૂંટે છે..
દિલ તો કહે છે રાહ જોઈ લે એની, 'શિલ્પી'
તે નહિ આવે, ઊંડેથી એવો ચિત્કાર ઉઠે છે..
Dr Dipak Kamejaliya
'શિલ્પી'