બહારથી કાયમ હસતો રહેતો તે,
કોઈ ન જાણે, અંદરથી લહુ-લુહાણ છે..
પ્રત્યેક પુરુષની છાતીમાં પણ દિલ છે,
ધબકતું એ ક્યાં કોઈ જીવંત પાષાણ છે..
સ્ત્રીની લાગણી ને દર્દ તો બધા સમજે છે,
મર્દને થતા દર્દની ક્યાં કોઈને પણ જાણ છે..
પ્રેમની વાત નીકળી, દરેકને સ્ત્રી જ સાંભરે,
અરે..! પુરુષ પણ અનંત પ્રેમની ખાણ છે..
માં તો માં છે 'શિલ્પી' એની વાત ન થાય,
રહીને કરે કોઈ બાપના પણ વખાણ છે..
Dr Dipak Kamejaliya
'શિલ્પી'