મન મળે ન મળે ખાલી ધન મળે એટલે બસ છે,
આજના માણસને બસ સ્વાર્થમાં જ રસ છે..
મળે જો મોકો તો પોતાના દેશને પણ વેચી દે,
પોતાનું ખિસ્સું ભર્યું રહે એટલે બસ છે..
દોસ્ત તો શું પણ સગા ભાઈને દગો દેશે,
પૈસો પોતાની પાસે છે તો બધે યશ છે..
સલાહ સાચી કોઈની ક્યાંય ગમતી નથી,
લાગે હે એ કાળા કળીયુગને વશ છે..
ભૂલ્યો હવે માણસાઈ અને સાચો ધર્મ,
રાવણ નથી એ છતાં માથા એને દસ છે..
નફરત, દગો અને અધર્મ આચરે છે 'શિલ્પી'
બક અંદરથી રહેતો, બહાર દેખાતો હંસ છે..
અવતાર લઈ લે હવે તું, ક્યાં છે ઓ કલ્કિ,
લાગતો નથી પણ માનવ જ મોટો રાક્ષસ છે..
Dr Dipak Kamejaliya
'શિલ્પી'
-Kamejaliya Dipak