મિસ્ટર બીટકોઈન

(18)
  • 84
  • 0
  • 4.2k

આ નોવેલના તમામ પાત્રો અને ઘટના કાલ્પનિક છે અને અમુક સ્થળો પણ કાલ્પનીક છે.આ નવલકથામાં આવતી દરેક વાતો અને વિચારો લેખકના પોતાના છે,અહીં કોઈને ફાયનસીયલ ઇન્વેસ્ટની સલાહ અપાઈ નથી,આ નવલકથા ફક્ત મનોરંજન માટે છે. 3 સપ્ટેમ્બર,2021 આકાશના એ તારા ઘણું કહી રહ્યા હતા,પોતાના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી રાખ્યા હતા.તે પૃથ્વી પર થતી દરેક ઘટનાના સાક્ષી હતા તે આજે રુદ્રને એકાંકી હોવાનું ભાન કરાવી રહ્યા હતા.તે ગાર્ડનના બાંકડે એકલો જ બેઠો હતો.હા દિયા તેની બાજુમાં બેઠી હતી,પણ એક ખાલીપો અંદરથી લાગી રહ્યો હતો.કંઈક ખૂટતું હતું,કઈક ઓછપ હતી.જિંદગીમાં કઈક અધૂરાઈ જણાતી હતી.તે રુદ્રની માટે નવાઈની વાત હતી કેમ કે તે ખૂબ અચલ વ્યક્તિત્વ ધરાવતો માણસ હતો.

1

મિસ્ટર બીટકોઈન - 1

પ્રકરણ 1 આ નોવેલના તમામ પાત્રો અને ઘટના કાલ્પનિક છે અને અમુક સ્થળો પણ કાલ્પનીક છે.આ નવલકથામાં આવતી દરેક અને વિચારો લેખકના પોતાના છે,અહીં કોઈને ફાયનસીયલ ઇન્વેસ્ટની સલાહ અપાઈ નથી,આ નવલકથા ફક્ત મનોરંજન માટે છે.3 સપ્ટેમ્બર,2021 આકાશના એ તારા ઘણું કહી રહ્યા હતા,પોતાના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી રાખ્યા હતા.તે પૃથ્વી પર થતી દરેક ઘટનાના સાક્ષી હતા તે આજે રુદ્રને એકાંકી હોવાનું ભાન કરાવી રહ્યા હતા.તે ગાર્ડનના બાંકડે એકલો જ બેઠો હતો.હા દિયા તેની બાજુમાં બેઠી હતી,પણ એક ખાલીપો અંદરથી લાગી રહ્યો હતો.કંઈક ખૂટતું હતું,કઈક ઓછપ હતી.જિંદગીમાં કઈક અધૂરાઈ જણાતી હતી.તે રુદ્રની માટે નવાઈની વાત હતી કેમ કે તે ખૂબ ...Read More

2

મિસ્ટર બીટકોઈન - 2

પ્રકરણ 2 "હેય ગુડ મોર્નિંગ રુદ્ર" અવિનાશે રૂમમાં પ્રવેશતા કહ્યું,તે સ્નાન કરીને અત્યારે જ રૂમમાં પ્રવેશ્યો હતો. "ગુડ મોર્નિંગ અવિ" રુદ્રએ જે બૂક વાંચી રહ્યો હતો તેમાંથી નજર ઉંચી કરી કહ્યું.તે નાહી ધોહીને ક્યારનો તૈયાર થઈ ગયો હતો. "શુ કેમેસ્ટ્રી વાચી રહ્યો છું?" અવિનાશે તેના કપડાં પહેરતા કહ્યું. "અરે નહિ નહિ! આટલી સવારમાં જો હું કેમેસ્ટ્રી વાંચીશ તો મારા મગજમાં કેમિકલ લોચા થઈ જશે,તેના અણવીય,સંયોજક અને ધાત્વિય બોન્ડ વચ્ચે મારા બોન્ડ બગડી જશે અને તેના મિથેન,ઈથેન,પ્રોપેન,બ્યુટેન,પેન્ટનના કાર્બન હાઇડ્રોજન યાદ કરવામાં મારુ ગણિત ગોટે ચડી જશે" રુદ્રએ એકશ્વાસે કહ્યું. ...Read More

3

મિસ્ટર બીટકોઈન - 3

પ્રકરણ 3 દિયા અને રુદ્ર બન્ને ગાર્ડનમાં બેઠા હતા.ત્રણ ચાર મહિનામાં એમની દોસ્તી ખૂબ મજબૂત ગઈ હતી.રુદ્ર જ્યારે પહેલીવાર બેય કલાસીસમાં આવ્યો ત્યારે તે દિયાને ઓળખતો નહોતો.જ્યારે પહેલા દિવસે એક સરે હોબી પૂછી ત્યારે રુદ્રએ સ્ટોકમાર્કેટ કહ્યું હતું,ત્યારે બધાને નવાઈ લાગી હતી પણ સૌથી વધુ નવાઈ તો દિયાને લાગી હતી.તેનો શરૂઆતી પ્લાન તો એક બિઝનેસ કરવાનો જ હતો પણ તેને રુદ્રની જેમ જ સ્ટોકમાર્કેટ પ્રત્યે ગજબનું આકર્ષણ હતું.તે હંમેશા કોઈને કોઈ કંપનીની બેલેંસ શીટ, કવાર્ટરલી રિઝલ્ટ અને ચાર્ટ્સ વગેરે જોયા કરતી.કલાસ પૂરો થયા બાદ દિયા રુદ્રને મળી હતી.રુદ્રને એ વાત જાણીને આશ્ચર્ય થયું હતું કે ...Read More

4

મિસ્ટર બીટકોઈન - 4

પ્રકરણ 4 રુદ્ર જ્યારે કપડાં બદલીને સ્કૂલ પહોંચ્યો ત્યારે ઓલરેડી દસેક મિનિટ મોડું થઈ ગયું એક આરાધના મેમનો બાયોલોજીનો લેક્ચર ચાલુ હતો.તેના નસીબ સારા હતા કે મેડમે કોઈ પણ જાતના સવાલ વગર તેને બેસવા દીધો.તેનું મન અત્યારે ભણવા તરફ બિલકુલ નહોતું લાગી રહ્યું.મેડમ અત્યારે એનિમલ કિંગડમ ભણાવી રહ્યા હતા અને રુદ્રનું મગજ ચકરાવે ચડ્યું હતું.તેને આજ જેટલી હાડમારી ક્યારેય નહોતી ભોગવી એવું નહોતું,પરંતુ આજે તેને કઇક અલગ જ બેચેની થતી હતી.તે આ ભાગતી દુનિયા અને કોન્ક્રીટના જંગલોને છોડી કોઈ સાપુતારા,ગીર કે પંચમઢી જેવા હિલસ્ટેશન પર જઈ બાહો ફેલાવીને ઉભેલી પ્રકૃતિને ભેટવા માંગતો હતો.તે કલાકો સુધી ...Read More

5

મિસ્ટર બીટકોઈન - 5

પ્રકરણ 5 "મારા પપ્પાને પણ એમને તો ખુદને નથી ખબર" રુદ્રએ કહ્યું. રુદ્રનો ગુસ્સો હવે આશ્ચર્યમા ફેરવાયો "હા મને થોડીવાર પહેલા જ મયંકે વાતવાતમાં કહ્યું હતું,અને મને લાગ્યું કે તારા પપ્પાને જાણવું જરૂરી છે.જો ભાઈ એક વાત કહું મને કોઈ ફરક નથી પડતો કે તું જુગાર રમે કે સટ્ટો,પણ ગૃહપતિ તરીકે મારી ફરજ છે કે તમારા ભવિષ્યને લગતી તમામ વાતો તમારા વાલીને કરું. તારા પપ્પા ખૂબ ગુસ્સામાં છે લે વાત કર"કહી મહેન્દ્રએ ફોન ડાયલ કરી તેને આપ્યો. "હાલો પપ્પા"રુદ્રએ સહેજ કાપતા અવાજે કહ્યું.તે જાણતો હતો કે તેના પપ્પાને આ વાતની જાણ થવાનો ...Read More

6

મિસ્ટર બીટકોઈન - 6

પ્રકરણ 6 લગભગ રાતના એક વાગ્યા હતા.સમગ્ર માનવજીવન થાકી હારીને સુઈ ગયુ હતું.કોઈ કાલની નવી આશા તો કોઈ પોતાના થકાવી દેનારા કામની નિરાશાથી.ગમે તે કહો પણ લોકો દિવસભરનો થાક,નિરાશા,દુઃખ,સુખ કે કોઈ પણ ભાવ રાત્રીને સોંપીને કોઈ મદમસ્ત,બેફિકર હાથીની જેમ ઊંઘની સોડમાં લીપાઈ જાય છે.તો ઘણાને આ ઊંઘરૂપી અમૃત પણ દોયલું હોય છે.તો ઘણા આ અમૃતનું વધારે પાન કરીને તેને ઝેર બનાવી દે છે. ઘણા એવું કહે છે અમીર વ્યક્તિઓ ચાર કલાક જ સુવે છે.પણ કદાચ એવું નથી હોતું.મેં જેટલા પણ અમીર વ્યક્તિઓ વિશે સાંભળ્યું છે,તેમની જીવની વાંચી છે, તે ઓછામાં ઓછી સાત ...Read More

7

મિસ્ટર બીટકોઈન - 7

જૂન,2010 એક લગભગ છ વર્ષનું બાળક હાથમાં ઇકોનોમિક ટાઈમ્સ લઈને બેઠું હતું.તે તેના પેઈજને કોઈ જેમ વાંચી રહ્યો હતો.તે તેના એક એક આર્ટીકલને ધ્યાનથી જોઈ રહ્યો હતો. "ઓહ રુદ્ર તું ફરી ઇ.ટી(ઇકોનોમિક ટાઈમ્સ) લઈને બેસી ગયો.તને આમાં શુ સમજાય છે મને તો એજ સમજાતું નથી." રુદ્રના મમ્મી વનિતાબહેને કહ્યું. "અરે વાંચવા દે ને એને જે વાંચવું હોય તે.ડોકટરે તેને જે વાંચવું હોય જે કરવું હોય તે કરવા દેવા માટે સમજાવ્યું છે ને!" રુદ્રના પપ્પા મહેશભાઈએ કહ્યું. "પપ્પા મને તો આમાં બધું સમજાય છે.આ જુઓ આપણું સ્ટોક માર્કેટ ...Read More

8

મિસ્ટર બીટકોઈન - 8

પ્રકરણ 8 રુદ્ર બીજા દિવસે પણ સતત તે વિશે વિચારી રહ્યો હતો.તેને એક બુક વાંચી હતી.જેમાં લખેલું કે જે વસ્તુ પર તમને થોડો પણ ડાઉટ હોય તે વસ્તુ પર એક સેન્ટ પણ ઇન્વેસ્ટ કરવો નહીં.એવું નહોતું કે રુદ્રને બીટકોઇન પર પૂરો ભરોસો નહોતો,પણ નવી ટેકનોલોજી, ભવિષ્યના પડકાર,કોઈ ડિજિટલ કોઈન.રુદ્ર સતત એના વિશે જ વિચારી રહ્યો હતો.તેને એક ક્વોટ મગજમાં આવ્યો 'રિસ્ક લીધા વગર પછતાવવા કરતા રિસ્ક લઈને પછતાવવું વધુ સારું છે.' તેને મન બનાવ્યુ કે તે બીટકોઇનમા ઇન્વેસ્ટ કરશે. દિવસો વીતતા ગયા.આખરે તે દિવસ પણ આવી ...Read More

9

મિસ્ટર બીટકોઈન - 9

પ્રકરણ 9 સાડા દસ થયા.બીટકોઇન લાઈવ થઈ ગયો હતો અને ભાવ 0.0008 ડોલર આવી રહ્યો હતો.રુદ્રએ એક્શન લીધી,અને મોઇનપલ પર તેને 130 ડોલરના બીટકોઇન બાય કરવાનો ઓર્ડર લગાવી,પોતાના બીટકોઇન વોલેટનું એડ્રેસ નાખ્યું.લગભગ પાંચેક મિનિટમાં તે ઓર્ડર સક્સેસફૂલ થયો હતો.તેને તેનું બીટકોઇન વોલેટ રિકવરી કોડ થતા પાસવર્ડ નાખી ખોલીને રાખ્યું.તેમાં તેને લગભગ દસેક મિનિટ જેવી રાહ જોવી પડી.ત્યાર બાદ તેનું બેલેન્સ અપડેટ થયું અને તેમાં લગભગ એક લાખ બાસઠ હજાર પાંચસો(1,62,500) બીટકોઇન ડિપોઝિટ થયા.રુદ્રને લગભગ આજ જેટલી ખુશી કોઈ દિવસ નહોતી થઈ.આ તેનું પહેલું ઇન્વેસ્ટમેન્ટ હતું.તેને એવી કોઈ લાલચ નોહતી કે તેના રૂપિયા રાતોરાત ડબલ થઈ જાય,તેમ ...Read More

10

મિસ્ટર બીટકોઈન - 10

પ્રકરણ:10વર્તમાન સમય રુદ્ર બકડા પરથી સફાળો ઉભો થયો.તેના પોતાના મનમાં શુ ભાવ હતા તે પોતે નહોતો સમજી માથામાં થતું દર્દ હવે એકદમ શાંત થઈ ગયું હતું.તેનું માથું જે થોડીવાર પહેલા કોઈ ભારે ઘણ જેવું હતું તે હવે હળવું ફૂલ થઈ ગયું હતું.તેને ધીરે ધીરે કળ વળી રહી હતી કે તેની એક ખૂબ મહત્વપૂર્ણ યાદ આજે તેને અચાનક જ યાદ આવી હતી. તેને મહેન્દ્રના મારની માથા પરની ઇજા અને દિયાના વીડીયોના લીધે આજે તેને એક એવો ભૂતકાળ યાદ આવ્યો હતો જે તેની જિંદગી બદલી શકે એમ હતો.તેને બીટકોઇનનો ભાવ ચેક કર્યો તે લગભગ પચાસ હજાર ડોલર એટલે ...Read More

11

મિસ્ટર બીટકોઈન - 11

પ્રકરણ:11 તેને ઓરડો ખોલ્યો.નાના મોટા બદલાવ સિવાય આજે પણ તે એજ હાલતમાં હતો.ફર્ક બસ એટલો હતો જરૂરી સમાન લઈ જવામાં આવ્યો હતો.આથી તે થોડો ખાલી અને મોટો લાગી રહ્યો હતો.તેને પટારા સામે જોયું,તે તેની મૂળ જગ્યાએ જ હતો.તેને નજીક જઈને તેને ખોલ્યો.થોડી જામેલી ધૂળ આળસ મરડીને ઉભી થઇ.રુદ્રને થોડી ઉધરસ આવી.તેને તે કાગળ પટારામાં સૌથી નીચે મૂક્યુ હતું.તેને થોડા જુના કડપા ઉઠેલ્યા.તેના નજરમાં એક કાગળ આવ્યું.તેના મુખ પર સ્મિત આવ્યું અને તેને તે કાગળ હાથમાં લીધું.તેને તે કાગળ ખોલ્યું.તેમાં રહેલા શબ્દો વાંચી તે થોડો નિરાશ થયો.તેમાં રહેલા અક્ષરો સમય સાથે આછા અને ભેજના લીધે ધૂંધળા ...Read More

12

મિસ્ટર બીટકોઈન - 12

પ્રકરણ:12 રુદ્ર એક રીક્ષામાં સ્ટ્રીટ કેફેએ પહોંચ્યો હતો.તે દિયા નજીક ગયો અને કહ્યું "બહાર કેમ ઉભી છો?ચાલ "રુદ્ર તું જાણે છે ને કે અત્યારે આ રીતે પૈસા વેડફવા ઠીક નથી" દિયાએ રુદ્ર સામે જોઈને કહ્યું. "મેં તેનો ઈંતજામ કરી લીધો છે તું એની ચિંતા ન કર" રુદ્રએ કહ્યું. "ઠીક છે પણ તું કાલે આખો દિવસ ક્યાં હતો? શુ કરતો હતો?" દિયાએ કહ્યું. "દિયા,બધું કહું છું પણ પેલા અંદર બેસીએ" રુદ્રએ અંદર જતા કહ્યું.દિયા તેની પાછળ ચાલી.રુદ્રએ કેફેમાં નજર કરી.કેફેમાં ઠીકઠાક લોકો હતા.સવારનો સમય ...Read More

13

મિસ્ટર બીટકોઈન - 13

પ્રકરણ:13 એક મહિના બાદ રુદ્રની જિંદગી હવે પુરી રીતે બદલાઈ ચુકી હતી.હવે તે કોઈ વ્યક્તિ નહોતો રહ્યો.તે હવે દુનિયાના ઉપરના એક ટકા લોકોમાં સામેલ થઈ ગયો હતો.રુદ્રએ સુરતમાં તેના ટ્યુશન કલાસીસથી લગભગ એકાદ કિલોમીટર દૂર એક આલીશાન બંગલો ખરીદ્યો હતો.જેની કિંમત લગભગ એંસી કરોડ આસપાસ હતી.તે ઉપરાંત તેને બી.એમ.ડબ્લ્યુ કાર ખરીદી હતી.તેને એક ડ્રાઇવર પણ રાખ્યો હતો.તેની પાસે રહેલા પૈસા પુરા કરવા તેની જિંદગી ઘણી નાની હતી.તેને રોલ્સ રોયલ્સનો ઓર્ડર પણ આપ્યો હતો. રુદ્રનો બંગલો અતિભવ્ય હતો.તે બંગલો નહિ પણ મહેલ હતો.રુદ્રના બંગલાની બહાર આવેલ ગાર્ડન જ ...Read More

14

મિસ્ટર બીટકોઈન - 14

પ્રકરણ:14 રુદ્રએ રિઝલ્ટ ચેક કર્યું હતું.તેને થોડીવાર તે જોઈ તેના પોતાના મગજ પર જ ભરોસો નહોતો થઈ ઓલ ઇન્ડિયા રેન્ક 31 હતો.તેના વિચાર્યા કરતા તે ઘણો વધારે હતો.દિયાનું રિઝલ્ટ પણ તેને ચેક કર્યું હતું.તેનો રેન્ક 35 હતો.રુદ્ર આજ જેટલો ખુશ પહેલા રિકવરી ફેઝ મળ્યા ત્યારે હતો.બંનેએ એકબીજા ને કોંગ્રેચ્યુલેશન કહ્યું.તે દિવસે તેઓ લગભગ આખું સુરત ફર્યા હતા.*****************એક મહિના પછી "ઓય કાલે હવે એડમિશનની લાસ્ટ ડેઈટ છે ચાલ આજે ભરી નાખીએ એમ પણ તે બહુ મોડું કર્યું"દિયાએ રુદ્ર સામે જોઈને કહ્યું. "હા,થોડું મોડું થઈ ગયું.જિંદગીની આજ મજા ...Read More

15

મિસ્ટર બીટકોઈન - 15

પ્રકરણ:15 સમય:2027 સ્થળ: જોધપુર,રાજસ્થાન રુદ્રાએ જ્યારે બધી હકીકત ઘરે જણાવી ત્યારે તેના પપ્પા પહેલા શોકાતુર હતા, પછી રુદ્રા પર ગુસ્સે થયા હતા અને ત્યારબાદ તેને ગળે લગાવી ખૂબ રડ્યા હતા.તે દિવસ બધા માટે એક ઉત્સવ સમાન હતો.તેમને તે દિવસે ઘણી મજા કરી હતી.તેના પપ્પાએ પણ રુદ્રાને જે કરવું હોય તેની છૂટ આપી હતી.તેને તે જ દિવસે ફોર્મ ભર્યું હતું. રુદ્રા અત્યારે ફાઇનલ ઈયરમાં હતો.અહીં થોડું એકલાપણું મહેસુસ કરી રહ્યો હતો.તેને દિયા અને બેય કલાસીસ બન્ને યાદ આવી રહ્યા હતા.તે હમેશા જુના દોસ્તો,ઘટનાઓને યાદ કરતો રહેતો.હવે રુદ્રાનું નામ ભારતના અમીર ...Read More

16

મિસ્ટર બીટકોઈન - 16

પ્રકરણ:16 "હાલો,રુદ્રા? હું દિયા બોલું છું" સામેથી અવાજ આવ્યો. "હા બોલ,હજી નમ્બર ડીલીટ નથી કર્યો" રુક્ષતાથી કહ્યું. "અરે સોરી યાર ગુસ્સો ન કર" દિયાએ કહ્યું. "ના,ના એવી કોઈ વાત નથી.બોલ ટ્રેડિંગ કેવી ચાલે છે?" "એ તો મેં એક વર્ષ પહેલાં જ છોડી દીધી,મેં તને કહ્યું નહોતું? કદાચ ભૂલી ગઈ હોઈશ" "વોટ? પણ કેમ? તારો પોર્ટફોલિયો પચીસ લાખ નજીક પહોંચ્યો હતો અને તે?" "પહોંચ્યો હતો પણ છેલ્લા બીટકોઈન ક્રેશમાં તે અડધો થઈ ગયો" " સાવ બેવકૂફી કરી એવા ક્રેશ પહેલા નથી આવ્યા? ...Read More