Mr. Bitcoin - 24 in Gujarati Classic Stories by Divyesh Labkamana books and stories PDF | મિસ્ટર બીટકોઈન - 24

Featured Books
Categories
Share

મિસ્ટર બીટકોઈન - 24


      પ્રકરણ:24

       રુદ્રા મહેશભાઈ અને વનિતાબહેન સાથે બહાર નીકળ્યો હતો. તેનો અંદાજો સાચો હતો. બહાર મીડિયા તેનું સ્વાગત કરવા ઉભી હતી. રુદ્રાને જોતા જ તે લોકો તે તરફ આવ્યા હતા. રુદ્રા અહીં કોર્ટની સામે ભીડ ન કરવાના ઈરાદાથી બધાને સાઈડમાં આવવા કહ્યું હતું. બધાએ તેની વાત માનીને એ તરફ ચાલ્યા હતા. ત્યાં રુદ્રાના બોડીગાર્ડ પણ પહોંચ્યા હતા. બધાના શાંત થતા મીડિયાકર્મીઓએ પોતાનું કામ શરૂ કર્યું હતું.

         "મિસ્ટર બીટકોઈન પહેલા તો અભિનંદન કે તમે આ કેસમાંથી બહાર આવી ગયા પણ તમારા માટે આ દિવસો કેવા રહ્યા?"

          "જુઓ દિવસોની જો વાત કરું તો મેં પહેલા જ કહ્યું હતું કે તમે પરિસ્થિતિઓ તમારા હાથમાં નથી હોતી અને ફક્ત તેની સામે લડી શકાય છે.તો બસ બધું પોતાની રીતે જ ઠીક થઈ ગયું હતું."

          "તમને એવું ન લાગ્યું કે આ ઘટનાથી સોશિયલ સ્ટેટ્સ ઓછું થશે?"

           "જો મારી ફિલુસૂફીની વાત કરું તો જરા પણ નહીં.મને લાગે છે કે મારું કોઈ સોશિયલ સ્ટેટ્સ છે જ નહીં,ન કે પહેલા હતું. તમેં લોકોએ મને માથે ચડાવીને રાખ્યો છે ક્યાં સુધી? મારી પાસે બે ત્રણ મિલિયન બીટકોઈન છે એટલે જ ને જો હું બેંકકરપ્ટ થાવ તો ત્રણ દિવસમાં જ મને લોકો ભૂલી જશે અને કોઈ નવો મિસ્ટર બીટકોઇન જન્મ લેશે. મને એમ પણ કોઈ ફર્ક નથી પડતો કે લોકો શુ કહે છે.હું મારી જ દુનિયામાં વ્યસ્ત રહુ છું."

         "તો લોકોએ આ બે દિવસમાં આટલો સપોર્ટ કર્યો તેના વિશે શું મત છે?"

        "ઇટ્સ રિયલી અમેઝિંગ મેં પોતે પણ એ વિચાર્યું નહોતું કે આવું કઈક થઈ શકે છે. હું તે બધાનો આભારી છું."

        "તમારાં અરેસ્ટ ખબર સાથે ક્રિપટો માર્કેટ પંદર ટકા તૂટ્યું હતું અને આજે તમારી નીર્દોષતા સાબિત તથા તે વીસ ટકાથી વધારે ઉચકાયું છે તેના વિશે તમારું શુ કહેવું છે"

        "તમેં આ સિનારિયો જે રીતે વિચારો છો આ એવો નથી. હું જાણું છું કે લોકો થોડા પેનિક થયા હતા કે જો હું અરેસ્ટ થયો છું તો બીટકોઈન મારા પરિવારના લોકો વેંચી દેશે અને એક સાથે બે ત્રણ મિલિયન બીટકોઈન વહેંચવવાના ડરને લીધે એ ડંપ થયો હતો. આજે એ એ લોકોએ પાછા બાય સાઈડમાં આવી ગયા." રુદ્રાએ કહ્યું.

         "તો તેનો ફાયદો તમે ન ઉઠાવ્યો?"

        "મને તો પહેલેથી ખબર હતી કે મારા અરેસ્ટની ન્યૂઝથી આ માર્કેટ નીચે આવશે હું શોર્ટ સાઇડમાં આવીને તગડું કમાઈ શક્યો હોત પણ એવી ચીંદીચોરી મને કોઈ દિવસ આવડી નથી." રુદ્રાએ કહ્યું

         "તો તમને એવું ન લાગ્યું કે તમે મોકો મિસ કર્યો છે?"

       "તમે મોકાની ક્યાં વાત કરો છો મારે જો એવા જ મોકાની રાહ હોય તો હું એક ટ્વિટથી માર્કેટ ડંપ કરી શકું છું,પણ એમાં ક્યાંક લોકોનું જ નુકશાન છે આથી એવા મેન્યુપેલેશનમાં હું માનતો નથી"

          "તમારો આગળનો પ્લાન શુ છે?"

       "કશો જ નહીં,રોજની જેમ જિંદગી ચાલે છે." રુદ્રા પંચમહાલ જઈ રહ્યો છે તે તેને મેંશન ન કર્યું.મીડિયા હવે કોઈ પ્રશ્ન પૂછે એ પહેલાં તે ચાલતો થઈ ગયો.

************

    પંચમહાલ,ગુજરાત

           રુદ્રા ફરી પંચમહાલ તરફ નીકળ્યો હતો.તેને આજે ફરી એજ શાંતિનો અહેસાસ થયો હતો. જે તેને પહેલા પણ અહીં થયો છે.તેને તે દુર્લભ શાંતિ ફરી નસીબ થઈ હતી. તે ફરી હવે ઉપનિષદનોની સાથે તેની જિંદગી શરૂ કરી રહ્યો હતો. તે આ વખતે લાબું રહેવાનું વિચારીને આવ્યો હતો. તે આ વખતે ' શ્રી કઠોપનિષદ', 'શ્રી પ્રશ્નોપનિષદ' અને ' શ્રી માંડુકયોપનિષદ' ત્રણેય લઈને આવ્યો હતો.તે બધાને પુરા કરવાની ઈચ્છાથી જ આવ્યો હતો.સાથે તે તેના કામ માટે લેપટોપ અને જરૂરી વસ્તુ લઈને આવ્યો હતો.જેથી કોઈ કામ માટે તેને વડોદરા ન જવું પડે.

           તેના નિત્યક્રમ મુજબ તે વસ્તુ તે ઉપનિષદ વાંચતો ગયો. દસ વાગ્યા પછી એજ નદીને કિનારે બેસવું. આ માર્ચ મહિનાની ગરમી હજી એટલી ન હતી. પવન હંમેશા ઠંડો જ રહેતો હતો. તે જ્યારે તે વાતાવરણમાં બેસતો ત્યારે તેના વિચારો આપોઆપ શાંત થઈ જતા હતા. તે દૂર પહાડોથી પડતી આ નદીને જોઈ રહેતો. ત્યાં ભારે અવાજ કરતી આ નદી અહીં પહોંચતા શાંત સસલા જેવી થઈ જતી હતી. તેને તે વાતાવરણ ખૂબ ગમતું હતું.સામેના વૃક્ષ પર એક કબૂતર અને એક ચકલીનો માળો હતો. તેમની રમતો જોવી પણ એક લહાવો હતો. અહીં કોઈ જંગલી જાનવર ન હતા. તેમ છતાં કોઈ-કોઈવાર અહીં સસલા,હરણ કે ગાય,ભેંસ કે કોઈ રખડતું પ્રાણી પાણી પીવા આવી ચડતા હતા. રુદ્રા ક્યારેક આંખ બંધ કરીને આ ઔલોકીક દ્રશ્યનો સુમધુર અવાજ સાંભળ્યા કરતો હતો. તેને આ શાંતિ ગમતી હતી. તે બધું છોડીને હમેશા માટે અહીં આવી જવા માંગતો હતો. તેને બંગલા તરફ નજર કરી.તે કોઈ રાજમહેલ કરતા ઓછો ન હતો. તેની સાથે જ તેની સુવિધા પણ વી.આઈ.પી જેવી હતી.તેમ છતાં આ પ્રકૃતિના ખોળે તે ઝાંખો પડી રહ્યો હતો. રુદ્રાને ખુશી હતી કે તેને તેના સ્વભાવ મુજબ કામ કર્યું કદાચ તેને નોકરી પસંદ કરી હોત તો તે આવા દ્રશ્યનો લાભ કોઈ દિવસ ઉઠાવી શક્યો ન હોત. તેના સ્વભાવમાં તે કોઈ હિસાબે ફિટ ન આવેત. તે ક્યારેક આખું બંધ કરીને બેસતા સુઈ પણ જતો. તેને તે જગ્યા માફક આવી ગઈ હતી. ત્યાં લગભગ ઝાડનો છાયો ત્રણ વાગ્યા સુધી રહેતો હતો. ક્યારેક તે બે વાગ્યા સુધી ત્યાં જ બેસી રહેતો. કોઈ નોકર-ચાકર પછી બૂમ પાડે ત્યારે તે આ ઔલોકીક દુનિયામાથી બહાર આવતો. તેનો ક્રમ બદલાયો ન હતો. તે હજી બપોરે ઉઠી નાસ્તો કરતો હતો. ત્યારબાદ તે મહાભારત વાંચતો. ત્યારબાદ રાત્રે મુવી જોઈ સુઈ જતો હતો.

        આ સિલસિલો લગભગ પાંચેક મહિના ચાલ્યો હતો. તેને આ દમીયાન બે ઉપનિષદ પુરા કર્યા હતા. તેને તેમાં મજા આવી રહી હતી. તે ખુલ્લીને જિંદગી જીવવામાં માનતો હતો. તેને જિંદગીના નામે દારૂ,પાર્ટી અને વધારાના મોજશોખ કોઈ દિવસ રચ્યા ન હતા. તે બધા કરતા ઘણો અલગ હતો. તેની ડીસીપ્લીન બહુ જોરદાર હતી.કદાચ આ એક જ વસ્તુ એવી હતી કે તે મીસ્ટર રુદ્રામાંથી મિસ્ટર બીટકોઈન બની શક્યો હતો.

         તેને હવે મમ્મી પપ્પાની થોડી યાદ આવી રહી હતી. તે હવે અધ્યાહર રહેલ એક ઉપનિષદ આવીને પૂરો કરશે એવું તેને નક્કી કર્યું હતું. તે ઘરે બધાને મળવા માટે આતુર હતો. એ ઉપરાંત ધરેથી પણ મળવા આવવા માટે કહેવાતું હતું.તેને હવે એક મહિનો મમ્મી પપ્પા સાથે જ રહેવાનું નકકી કર્યું હતું.

          પરિવાર પ્રેમ એવી વસ્તુ છે જે તમને કોઈને કોઈ કારણથી ખેંચ્યા જ કરે છે.એ મેળવવા માટે પણ ઘણા નસીબદાર હોવું જરૂરી છે. રુદ્રા જ્યારે સુવા જઈ રહ્યો હતો ત્યારે તેને થોડું માથું દુઃખી રહ્યું હતું.તે હંમેશા તેની સાથે જરૂરી દવા રાખતો જ.તેને એક ગોળી લીધા બાદ કાલના વિચારમાં સુવા માટે સેટી પર આડો પડ્યો.

           અહીં તેના રૂમમાંથી પણ બહારનો નજારો ખૂબ મનમોહક અને નયનરમ્ય દેખાતો. રુદ્રા રોજે તેને જોતા જોતા જ સૂતો હતો. ત્યાં તેને તારો ભરેલું આખું આકાશ દેખાતું હતું. હવે વરસાદે પણ વિદાય લઈ લીધી હતી. આ વર્ષે વરસાદે જલ્દી વિદાય લીધી હતી. આથી આકાશ ચોખ્ખું હતું. તેને તેમાં તારા દેખાઈ રહ્યા હતા. તેને બારીમાંથી સપ્તર્સી નરી આંખે દેખાઈ રહ્યા હતા. તે એ જોતાં જોતાં એક ચેનની નિદ્રામાં સરી પડ્યો. કાલે તે ઘરે જઈ રહ્યો હતો.એવું નહોતું કે તેને અહીં મજા નહોતી આવી રહી પણ ઘરે જવાની ખુશી કઈક ઔર જ હોય છે.

**********

ક્રમશ:

તમારા પ્રતિભાવો 7434039539 પર આપો