પ્રકરણ:13
એક મહિના બાદ
રુદ્રની જિંદગી હવે પુરી રીતે બદલાઈ ચુકી હતી.હવે તે કોઈ મઘ્યમવર્ગનો વ્યક્તિ નહોતો રહ્યો.તે હવે દુનિયાના ઉપરના એક ટકા લોકોમાં સામેલ થઈ ગયો હતો.રુદ્રએ સુરતમાં તેના ટ્યુશન કલાસીસથી લગભગ એકાદ કિલોમીટર દૂર એક આલીશાન બંગલો ખરીદ્યો હતો.જેની કિંમત લગભગ એંસી કરોડ આસપાસ હતી.તે ઉપરાંત તેને બી.એમ.ડબ્લ્યુ કાર ખરીદી હતી.તેને એક ડ્રાઇવર પણ રાખ્યો હતો.તેની પાસે રહેલા પૈસા પુરા કરવા તેની જિંદગી ઘણી નાની હતી.તેને રોલ્સ રોયલ્સનો ઓર્ડર પણ આપ્યો હતો.
રુદ્રનો બંગલો અતિભવ્ય હતો.તે બંગલો નહિ પણ મહેલ હતો.રુદ્રના બંગલાની બહાર આવેલ ગાર્ડન જ મન મોહી લેવા માટે કાફી હતું.તેના મુખ્ય દરવાજા પર અનેક કારીગરી કરવામાં આવી હતી.તે અતિઆકર્ષક દેખાઈ રહ્યો હતો. અંદરની તરફ લગભગ બાવીસ રૂમ હતા.તેમાંથી ગ્રાઉન્ડ ફ્લોરના તમામ રૂમ ફક્ત ડેકોરેટ કરી ખાલી જ રખાયા હતા.સેકન્ડ ફ્લોર પર રહેલ પાંચ રૂમમાંથી એક રૂમ રુદ્રનો ટ્રેડિંગ રૂમ હતો.તેમાં લગભગ છ સ્ક્રીન લગાવેલી હતી.તેમાં અલગ અલગ કંપનીના ચાર્ટ્સ ખુલેલા હતા.એ સિવાય ત્યાં બે મેકબુક અને ખૂણામાં એક અલગ કોમ્પ્યુટર હતું.તે રૂમ પ્રમાણમાં ઠંડો હતો.ત્યાનું એ.સી રુદ્રના ઘરે આવ્યા બાદ લગભગ બંધ થતું નહિ.તે રૂમમાં પાછળની તરફ સેટી અને દેખાવ એકદમ પ્રીમિયમ હતો.તેમાં પણ અલગ અલગ લાઈટનું સેટિંગ હતું.તે રૂમ અત્યારે ભૂરી લાઈટથી પ્રકાશિત હતો.બીજો રૂમ રુદ્રનો સ્ટડીરૂમ હતો.ત્યાં એક ટેબલ અને ખુરશી સિવાય બીજા વધારાના કોઈ યંત્રો નહોતા.તે ખુરશી ખૂબ આરામદાયક જણાતી હતી.તે રૂમમાં સામેની તરફ એક અલમારી હતી તેમાં રુદ્રના પુસ્તકો પડ્યા હતા.ત્રીજો રૂમ રુદ્રનો બેડરૂમ હતો.તે કોઈ રાજમહેલના રાજકુમારના રૂમથી ઓછો ડેકોરેટ ન હતો.તે રૂમમાં કોઈ પણ વસ્તુની કમી ન હતી.ત્યાંની દરેક વસ્તુ ખૂબ મોંઘી છે તે જણાઈ રહ્યું હતું.સેટીની સામે એક 55 ઇંચનું ટી.વી હતું.રુદ્ર તેને ભાગ્યે જ શરૂ કરતો.ચોથો રૂમ પ્રમાણમાં ઘણો મોટો હતો.તે રૂમમાં રુદ્રએ એક લાઈબ્રેરી બનાવી હતી.તેમાં લગભગ તેને તેની પસંદગી દરેક પુસ્તક મૂકી હતી.પાંચમા રૂમમાં તેને એક નાનું ઝીમ બનાવ્યું હતું.તેને કસરત કરવી ગમતી અને તે તેના રોજીંદા જીવનમાં તે આવી હતી.આ ઉપરાંત રુદ્રએ આવડા બંગલાને મેઇન્ટેઇન કરવા ઘણા લોકોને રાખ્યા હતા.તેને નીચે બે સિક્યોરિટી પણ રાખ્યા હતા.તે લગભગ એક મહિનેથી બહાર જ જમતો હતો.
રુદ્રએ દિયા માટે જે ફ્લેટ પસંદ કર્યો તે પણ ખૂબ વિશાળ અને ભવ્ય હતો.તે ફ્લેટ રુદ્રના બંગલેથી વધારે દૂર નહોતો.દિયાએ ખૂબ આનાકાની કરવા છતાં રુદ્રએ તેની એક વાત નહોતી સાંભળી.રોજે રુદ્ર જ્યારે કલાસીસમાં જતો ત્યારે તે દિયાને પિકપ કરીને અને સાંજે ડ્રોપ કરીને જ જતો.જ્યારે મયંકે પહેલીવાર રુદ્રને બી.એમ.ડબ્લ્યુ સાથે જોયો ત્યારે તેના પેટમાં તેલ રેડાયું હતું.તેને રુદ્ર પાસે જઈને પૂછ્યું હતું. "શુ પપ્પા આવ્યા છે?"
રુદ્રનો તેને જવાબ આપવાનો કોઈ મૂડ નહોતો તેમ છતાં તેને કહ્યું "નો,મારી પોતાની ગાડી છે"
"એ મજાક છોડ ને હવે,તારી પાસે એટલા રૂપિયા ક્યાંથી આવ્યા તે ગાડી લઈ લીધી અને સાથે જ તું હોસ્ટેલ છોડીને સાંભળ્યું છે કે કોઈ મોટા બંગલામાં રહેવા જતો રહ્યો?" મયંકે પૂછ્યું.
"માર્કેટ,ઇટ્સ અ સ્ટોકમાર્કેટ" કહી રુદ્ર મયંકના જવાબની રાહ જોયા વગર અંદર ચાલ્યો ગયો.મયંક ત્યાં ઉભા ઉભા જ તે ગાડી નીરખીને જોઈ રહ્યો.તેની બાજુમાં નિખિલ આવ્યો અને બોલ્યો "આની પાસે રાતોરાત આટલા રૂપિયા આવી ગયા ગજબ કહેવાય ને"
"હવે એવું કશું ન હોય,લાગે છે કોઈ મોટો સટ્ટો રમી ગયો છે.આ બધું થોડો સમય જ હોય અને મને લાગે છે કે જલ્દી જ ભોંય ભેગો થવાનો છે" મયંકે કહ્યું અને અંદર ચાલતો થયો.તેની પાછળ નિખિલ દોરવાયો.
***********
સ્ટ્રીટ કેફે,સુરત
રુદ્ર અને દિયા આજે ફરી સ્ટ્રીટ કેફે પર બેઠા હતા.તે લગભગ ઘણીવાર કોઈ પણ કારણ વગર આજ રીતે બેસતા હતા.કલાકો સુધી વાતો કરતા હતા.તેઓ લગભગ કેફેના રેગ્યુલર ગ્રાહક બન્યા હતા.
"કેમ આજે થોડો નિરાશ જણાય છો?" દિયાએ રુદ્ર તરફ જોઈને કહ્યું.
"ખબર નહિ કેમ? આજે થોડું પેટમાં દુખે છે ખબર નહીં કેમ" રુદ્રએ પેટ પર હાથ આપતા કહ્યું.
"તો દવા લઈ લે બીજુ શુ હોય?" દિયાએ કહ્યું.
"દવા તો મેં લઈ લીધી છે બે દિવસથી પણ કોઈ ફર્ક નથી"
"ડોકટર બદલાવીને ટ્રાય કરી જો" દિયાએ કહ્યું.
"હા મને પણ એજ લાગી રહ્યું છે" રુદ્રએ કહ્યું.
"તું કહેતો હતો કે પૈસા આવ્યા પછી જિંદગી સેટ છે કોઈ દુઃખ નથી.આ શું છે?" દિયાએ હસતા હસતા કહ્યું.
"અરે યાર આ તો નેચરલ છે"
"નેચરલ નથી યાર,તું એક મહિનેથી બહાર હોટેલનું ખાય છે,તો આ તો થવાનું જ હતું.હું તો તને પહેલેથી જ કહું છું." દિયાએ કહ્યું.
"યા તારી વાત સાચી છે,પણ એનું તો હવે હું શું કરી શકું?"
"એક કામ કર,તું ઘરે જ કોઈ રસોઈયો રાખી લે.કોઈ દવાની જરૂર નથી એમ જ ઠીક થઈ જઈશ"
"હા ઇટ્સ બેટર આઈડિયા"રુદ્રએ કહ્યું.
***********
રુદ્રએ લગભગ થોડા બીટકોઈન વેંચીને તેને સ્ટોકમાર્કેટમાં,ગોલ્ડ અને સિલ્વરમાં, કરન્સીમાં અને થોડા એફ.ડી. અને બાકી ક્રિપટોકરન્સીમાં રોકાણ કર્યું હતું.તેનો પોર્ટફોલિયો લગભગ દરેક જગ્યાએ ડાયવર્સીફાય કરેલ હતો.તેને ઇન્ડિયાની સાથે યુ.એસ.,જાપાન,યુ.કે હોંગકોંગ, વિયતનામ, સંઘાઈ,સ્પેન,યુ.કેની માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યું હતું.
સમય વીતતો ગયો.રુદ્રની જિંદગી કોઈ મહારાજા જેવી ચાલતી ગઈ.હવે તે બેંકે નહોતો જતો પણ મેનેજર તેના બંગલે આવતો હતો. જ્યારે તેની રોલ્સ રોયલ્સ આવી ત્યારે મયંકની આંખો ચકળવકળ થઈ ગઈ હતી.તેને તેની આંખો પર જ વિશ્વાસ આવી રહ્યો નહોતો.
હવે એક પછી એક વ્યકતી તેની પાસે પૂછવા આવી રહ્યો હતો કે તેને પૈસા કમાવવા માટે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ.જોકે રુદ્રા મોટે ભાગે તેમાંથી કોઈને મળતો નહીં.બુસા સરને જ્યારથી ગાડીઓ લઈને આવતો થયો ત્યારથી જરાય ગમ્યો નહોતો.તેમને જેને સ્ટોકમાર્કેટ માટે ડીમોટીવેટ કર્યો હતો.તે વ્યક્તિએ આજે તેમને ખોટા સાબિત કર્યા હતા.તે લગભગ તેને દરેક લેક્ચરમાં કઈકને કઈક સંભળાવવાની કોશિશ કરી લેતા,પણ રુદ્રને તેનાથી કોઈ ફર્ક પડતો નહીં.ધીરે ધીરે સ્કૂલનો સમય વીતતો ગયો અને નિટના રિઝલ્ટ પછી એઇમ્સનું રિઝલ્ટ આવવાની તૈયારી હતી.બધા બહુ બેચેનીથી તેની રાહ જોઈ રહ્યા હતા.
રુદ્રા પાસે બીટકોઈનની સંખ્યા વધી હતી જ્યારે બીટકોઈન સાઈઠ હજાર ડોલરે હતો ત્યારે તેને લગભગ અડધા બીટકોઈન વેચી નાખ્યા હતા અને એકાદ વર્ષ પછી તેને નીચેના ભાવે પર ફરીથી બીટકોઈન ખરીદ્યા હતા.તેને તેના બીટકોઈન અલગ અલગ એકાઉન્ટમાં સ્વીફ્ટ કર્યા હતા.આથી તે બીટકોઈનની ટોપલીસ્ટમાં કોઈ દિવસ દેખાતો નહીં.
તે આ વર્ષ દરમિયાન તે ઘણા દેશ ફર્યો હતો.તે લગભગ ત્રણથી વધારે વખત સ્વીઝરલેન્ડ ગયો હતો.ઘણા દેશ તે દિયા સાથે ફર્યો હતો.તેને આ જિંદગીના લગભગ સૌથી બેસ્ટ દિવસો વિતાવ્યા હતા.તેના લગભગ આ ગોલ્ડન દિવસો રહેવાના હતા પણ તે નહોતો જાણતો કે આવા દિવસો હવે ફરી ક્યારેય નહોતા આવવાના.
એઇમ્સનું રિઝલ્ટ કાલે જ રિલીઝ થવાનું હતું.લગભગ બધા લોકો તેની કોઈ વર્ષાના મેઢકની જેમ રાહ જોઈ રહ્યા હતા.આ વખતે લગભગ બધાની એક્ઝામ બહુ સારી ગઇ હતી.બધા ભગવાનના દર્શન પણ કરી આવ્યા હતા.પોતાની માનતા પણ માની લીધી હતી. રુદ્રએ દિયાને તેના જ બંગલે રિઝલ્ટ જોવા માટે બોલાવી હતી.રુદ્રએ આ પરીક્ષા માટે બહુ મહેનત કરી હતી.તેનું પેપર પણ લગભગ બહુ સરસ ગયું હતું.તેને આશા હતી કે તેનું એડમિશન એઇમ્સ,દિલ્હીમાં થઈ જશે.
********
ક્રમશ: