Mr. Bitcoin - 29 in Gujarati Classic Stories by Divyesh Labkamana books and stories PDF | મિસ્ટર બીટકોઈન - 29

Featured Books
  • મારુ ઘર, મારી નિયતિ છે - 26

    આગળ આપણે જોયું, માનવ ધનરાજને ઓફિસમાં જઈને મળે છે અને કહે છે,...

  • સત્ય અને અસત્ય

    સત્ય અને અસત્યમાનવજીવનનું સૌથી મોટું શણગાર સત્ય છે. જો જીવનમ...

  • તલાશ 3 - ભાગ 57

    ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

  • પાંગરેલા પર્ણ

                           !! વિચારોનું વૃંદાવન!!              ...

  • એકાંત - 29

    રિમાએ રિંકલ અને હાર્દિકનાં સંબંધમાં દરાર પાડવાનું કામ શરૂ કર...

Categories
Share

મિસ્ટર બીટકોઈન - 29



પ્રકરણ: 29

         એકદિવસ સવારે દસ વાગ્યા આજુબાજુ રુદ્રા બેઠો બેઠો ઇકોનોમિક ટાઈમ વાંચી રહ્યો હતો. આજે તેના મમ્મી પપ્પા એક ફેમેલી ફંક્શનમાં ગયા હતા આથી રુદ્રા જલ્દી ઉઠ્યો હતો. તેની પાસે અત્યારે કરવા જેવું કશુ નહોતું. આથી તેને ટાઈમપાસ માટે ઇ.ટી ઉપાડ્યું હતું. તેમાં તેને એક ઇન્ટરવ્યૂ જોયું. તેને તે વાંચ્યું. અચાનક તેને એક વિચાર આવ્યો. તેને દિયાને જ્યારે દિલ્હી મળવા ગયો હતો એ દિવસ યાદ આવ્યો. રુદ્રા ઉભો થયો અને એક ન્યૂઝચેનલમાં કોલ કર્યો. તેને તેમને જણાવ્યું કે તે ઇન્ટરવ્યૂ આપવા તૈયાર છે. જો તે લેવા માંગતા હોય તો શકય એટલી જલ્દી તેની ઓફિસે આવી જાય. આજ સુધી તેને કોઈ દિવસ ઇન્ટરવ્યૂ આપ્યું ન હતું. તેને આજે એકવાર ઇન્ટરવ્યૂ આપવા વિચાર સાથે ફોન કર્યો હતો. તે જાણતો હતો કે તેનું ઇન્ટરવ્યૂ લેવા માટે મીડિયા દોડતી આવશે. તે પણ બધું સંકેલીને પોતાની ફેવરિટ રોલ્સ રોયલ્સ લઈને તેની ઓફીસ પર નીકળ્યો હતો.

        તેને ઓફીસ પર પહોચીને એક ઇન્ટરવ્યૂ જેવો સેટ તૈયાર કરાવડાવ્યો હતો. તેની થોડીવાર પછી ત્યાં મીડિયા પહોંચી હતી. તેમાં એક ઇન્ટરવ્યુર હતો અને બાકી બે કેમેરામેન હતા. તે ત્રણેય આવીને રુદ્રાની ઓફીસમાં બેઠા હતા. થોડીવાર પછી રુદ્રા સહેજ તૈયાર થઈને આવ્યો હતો.તેને માન આપવા તે ત્રણેય ઉભા થયા હતા.

        "મિસ્ટર રુદ્રા તો શું હું જાણી શકું કે તમે આજ સુધી ક્યારેય ઇન્ટરવ્યૂ નહોતા આપતા અને આજે અચાનક શુ થયું કે તમે તૈયાર થયા છો?" ઇન્ટરવ્યુવરે પૂછ્યું.

        "સર આ પ્રશ્નનો જવાબ મારી પાસે છે પણ હું અત્યારે નહિ આપી શકું. તમને કદાચ એકાદ મહિના પછી આ પ્રશ્નનો જવાબ આપોઆપ મળી જશે"

       "જી,તો મિસ્ટર રુદ્રા કહી રહ્યા છે કે આપણને આપોઆપ જાણ થઈ જશે. લેટ્સ સી તો બીજું એક કે આ તમારું નામ મિસ્ટર રુદ્રામાંથી મિસ્ટર બીટકોઈન કઈ રીતે થઈ ગયુ?"

        "જી એ વાત કરું તો જ્યારે મારી પાસે દોઢ લાખ આજુબાજુ બીટકોઈન હતા. ત્યારે હું બીલીનીયર બન્યો હતો ત્યારબાદ લગભગ બે વર્ષ પછી મારી પાસે બીટકોઈનની સંખ્યા એક મિલિયન થઈ ચૂકી હતી. તે બે વર્ષ દરમિયાન હું ટ્વિટર પર ખૂબ એક્ટિવ રહ્યો હતો. તે તે સિવાય જ્યારે સરકારી લિસ્ટમાં જ્યારે મારુ નામ ઓફિશિયલ બીલીનીયરમાં આવ્યું ત્યારે મેં મારું યુઝરનેમ ટ્વિટરમાં મિસ્ટર રુદ્રામાંથી મિસ્ટર બીટકોઈન કર્યું હતું તો બસ ત્યારથી.."

        "તમારી નાની જિંદગીમાંથી ઘણું શીખવા જેવું છે લાગે છે આ ઇન્ટરવ્યૂ ઘણું લાબું ચાલશે" 

        "નાની જિંદગી..." રૂદ્રા ફિક્કું હસ્યો અને પછી આગળ બોલ્યો "મારે આજે કશું કામ નથી તમને જ્યાં સુધી મન પડે ત્યાં સુધી મને પૂછી શકો છો."

        "તો મિસ્ટર બીટકોઈન મને એ જણાવશો કે પહેલા કરતા તો અત્યારે ક્રિપટોની સ્થિતિ ઘણી સુધરી છે તો એના વિશે તમારો શુ ખ્યાલ છે."

        "જી બિલકુલ અત્યારે ટોટલ દસ ટ્રીલિયન ડોલરની માર્કેટ કેપ થઈ છે. એ ઉપરાંત તમે એક કહેવત કે સુવિચાર તો સાંભળ્યો જ હશે કદાચ સ્વામી વિવેકાનંદની છે,કે કોઈપણ સારી વસ્તુનો પહેલા મજાક ઉડાવાય છે પછી વિરોધ થાય છે અને ત્યારબાદ તેનો સ્વીકાર થાય છે, તો બીટકોઇનના કેસમાં શુ નવું થયું છે.મને લાગે છે લોકો પાસે હજી તક છે હજી ક્રિપટો, મેટાવર્ષ , વેબ 3.0 બધું નવું છે હજી વિસ વર્ષનું માર્કેટ થયું છે. યાત્રા હજી લાંબી છે."

        "ક્રિપટોની વાત તો તમે ટ્વિટર પર શેર કરતા જ રહો છો તો એ વાત ન કરતા થોડી બીજી વાતો કરીએ. મેં સાંભળ્યું છે કે તમે ઉપનિષદોનું પઠન કરો છો? એ સિવાય તમારી ફિલુસૂફી ખૂબ રસપ્રદ છે એ હું જાણું છું"

        "ના હુ એમ કોઈ મોટો ઉપનિષનો વિદ્યાર્થી નથી. મેં ચાર ઉપનિષદનું પઠન પૂરું કર્યું છે. રહી વાત ફિલુસૂફીની તો એ અલગ જરૂર છે" રુદ્રાએ કહ્યું.

         "તમારી જોબ અને બિઝનેસ બન્ને વિશે શું મત છે?" 

       "એ કોઈ કેમ્પર કરવાની બાબત નથી. બધાના પોતપોતાના વિચારો હોય છે. કોઈને શાંતિથી જિંદગી જીવવાની ઈચ્છા હોય છે તેમને પૈસા સાથે કોઈ મતલબ નથી હોતો. બીજા લોકોને થોડી રોલરકોસ્ટર જેવી જિંદગી પસંદ હોય છે. તેમને એના સિવાય મજા નથી આવતી. હા મારી વાત કરો તો હું બીજા પ્રકારનો વ્યક્તિ છું."

         "સાચું છે કદાચ. પણ ઘણા વ્યક્તિઓ ફક્ત પોતાના અપમાનના ડરથી કોઈ કામ નથી કરતું.એ શું ઠીક છે?"

        "જો હું વિચારું તો એ કોઈ યોગ્ય વાત નથી,કદાચ જે પોતાના પેશન પાછળ પાગલ છે એને કોઈ અપમાનની બીક હોતી નથી. તેમ છતાં જો તમને ડર હોય તો એક વાત વિચારજો કે મૃત્યુ જ્યારે તમારાથી એક કદમ દૂર હશે ત્યારે તમે શું વિચારી રહ્યા હશો? શુ ત્યારે તેમ એમ વિચારશો કે કોઈ તમારા પર હસ્યું હતું, કે કોઈએ તમારા કામની નિંદા કરી હતી. કે પછી એ વિચારશો કે આ જીંદગીમાં હું શું કરવા માંગતો હતો અને શું કરી શક્યો" 

           " જી વાત તો એકદમ યોગ્ય છે પણ શું કોઈ નાના કેપિટલથી આ માર્કેટમા કઈ રિટ્વિ ગ્રો કરી શકે?"

        "આ પ્રશ્ન મને એક બીજા વ્યક્તિએ પૂછ્યો હતો.જો એજ જવાબ આપું તો,પ્રશ્ન આ માર્કેટમાં કેપિટલનો નહિ પણ કંસિસ્ટનસી નો છે. જો તમે આ માર્કેટને લાગ્યા રહો તો માર્કેટ અથવા કુદરત તમને આપોઆપ એ સ્ટેજે પહોંચાડી દેશે અને એની તમને પોતાને પણ જાણ નહિ રહે અરે મેં પોતે ત્રણ-ચાર-પાંચ હજાર રૂપિયાથી ટ્રેડિંગ કરી છે તે મને યાદ છે"

          "શુ તમને કોઈ દિવસ કોઈ પ્રેમ નથી થયો?"

          "થયો છે,બેશક થયો છે.હું નામ નહીં કહું પણ તે મને મળ્યો મથી અને મેં કોઈ દિવસ મેળવવાની કોશિશ પણ નથી કરી"

          "એક મહત્વનો પ્રશ્ન એ હતો કે શું પૈસા આવવાથી બધા દુઃખો દૂર થઈ જાય છે? "

         રુદ્રા પહેલા હસ્યો અને પછી બોલ્યો " એ દુનિયાનો સૌથી મોટો વહેમ છે. પૈસા આવવાથી દુઃખો દૂર નથી થતા ફક્ત દુખોના સ્વરૂપ બદલાય છે.મારી પોતાની જિંદગીની વાત કરું તો મારો એક પણ મહિનો એવો નથી ગયો કે જેમાં એકપણ મોટું દુઃખ ન હોય. ઉલટાનું દુઃખોની માત્રાઓ વઘી છે. જ્યારે મારી પાસે કોઈ પૈસા નહોતા ત્યારે મને પણ લાગતું હતું કે પૈસા હોવાથી બધા દુઃખો દૂર રહે છે. એ વાતમાં હું સો નહિ પણ એકસો એક ટકા ખોટો સાબિત થયો છું."

         "તો શું દુઃખી ન થવાનો બીજો કોઈ રસ્તો તમને ન મળ્યો"

        "રસ્તો એક જ છે. જેને આપણે પ્રવચનનું નામ આપી દઈએ એ વાક્ય. 'કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ની કામના નહીં કરવી એ ન બધા દુઃખોના અંતનો એકમાત્ર વિકલ્પ છે' કોઈ પણ રૂપિયાની જરૂર નથી આ વાત સ્વીકરો એટલે તમારા જેવું સુખી કોઈ વ્યક્તિ નથી. મેં જ્યારે ઉપનિષદ પછી આ વાત સ્વીકારી પછી મને લગભગ કોઈ દુઃખ લાગ્યું લાગ્યું નથી"

           "તમારી જિંદગીમાં ખૂબ મહત્વના વર્ષો રહ્યા હોય તો તે ક્યાં છે?"

      "બે સમયગાળા છે એક તો મારું ઈલેવનથ ટ્વેલ્થ સાયન્સ અને બીજું પંચમહાલમાં મારુ ઉપનિષદ પઠનનો સમયગાળો" રુદ્રાએ કહ્યું

      " તો આ બંગલા ગાડીએ તમને કોઈ આનંદ નથી આપ્યો?"

       "એ સમયગાળો મને પ્રિય છે પણ એ સમયગાળા સાથે મને પ્રેમ નથી" રુદ્રાએ કહ્યું.

         ત્યારબાદ તે ઇન્ટરવ્યૂ લગભગ ત્રણ કલાક ચાલ્યું ત્યારબાદ થોડું કામ પતાવી રુદ્રા ઘર તરફ ચાલ્યો.તેના મમ્મી પપ્પા બન્ને આવી ગયા હતા. તે જમ્યાબાદ રોજની જેમ બાર વાગ્યા સુધી વાતું ચાલી.

********

ક્રમશ: