Mr. Bitcoin - 1 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | મિસ્ટર બીટકોઈન - 1

Featured Books
Categories
Share

મિસ્ટર બીટકોઈન - 1


પ્રકરણ 1

આ નોવેલના તમામ પાત્રો અને ઘટના કાલ્પનિક છે અને અમુક સ્થળો પણ કાલ્પનીક છે.આ નવલકથામાં આવતી દરેક વાતો અને વિચારો લેખકના પોતાના છે,અહીં કોઈને ફાયનસીયલ ઇન્વેસ્ટની સલાહ અપાઈ નથી,આ નવલકથા ફક્ત મનોરંજન માટે છે.

3 સપ્ટેમ્બર,2021

આકાશના એ તારા ઘણું કહી રહ્યા હતા,પોતાના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી રાખ્યા હતા.તે પૃથ્વી પર થતી દરેક ઘટનાના સાક્ષી હતા તે આજે રુદ્રને એકાંકી હોવાનું ભાન કરાવી રહ્યા હતા.તે ગાર્ડનના બાંકડે એકલો જ બેઠો હતો.હા દિયા તેની બાજુમાં બેઠી હતી,પણ એક ખાલીપો અંદરથી લાગી રહ્યો હતો.કંઈક ખૂટતું હતું,કઈક ઓછપ હતી.જિંદગીમાં કઈક અધૂરાઈ જણાતી હતી.તે રુદ્રની માટે નવાઈની વાત હતી કેમ કે તે ખૂબ અચલ વ્યક્તિત્વ ધરાવતો માણસ હતો.તેને જિંદગીના ઉતાર ચડાવથી કોઈ વધારે ફરક પડતો નહી,પણ આજે તેના મૂડનુ કારણ કદાચ છેલ્લે આવેલો માર્કેટ ક્રેશ હતો. નિફટીમાં એવો કોઈ મોટો ક્રેશ નહોતો પણ તે ઓપશન ટ્રેડિંગમાં હતો.એક અગિયારમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થી માટે તેનું કેપિટલ સાફ થઈ જવું તે ઘણી મોટી વાત કહેવાય.પણ કદાચ તેને તો નાનપણથી જ આવા પૈસા વેડફવા કે ઇન્વેસ્ટ કરવાનો શોખ છે.

તે હતો રુદ્ર ત્યાગી.બીજું કશું જણાવવા જેવું લગભગ તો નથી.હા,ડોકટર બનવાનું સપનું જોઈને કે પરાણે દેખાડીને અહીં સુરતની 'મિસ્ટર બૅય' ક્લાસીસમા એમડીશન લઈ લીધું છે.સ્કૂલ તો તેનું કામ કર્યા કરે અટેન્ડન્સ આપવાનું,પણ અહીં આવ્યાના ત્રણ મહીના થયા તેને તેની સ્કૂલ જોઈ નથી.રોજ બપોરે બે વાગ્યે થી સાડા સાત વાગ્યા સુધી કલાસીસ બાકી સવારે ઉકલે એટલુ વાંચી લે.

"કેમ દિયા સાવ શાંત બેઠી છો?"રુદ્રએ દિયા તરફ જોતા કહ્યું.

"શુ કહું યાર વિચારું છું કે આ મહિનો કેમ નીકળશે? હજી તો ત્રણ તારીખ છે અને આજે જ મારી બધી પોકેટમની માર્કેટ ખાઈ ગઈ" દિયાએ કહ્યું.

રુદ્રએ ફરી આકાશ તરફ જોયું અને કહ્યું "મને ખબર છે આ વખતે આપણે પ્યોર ગેમ્બલીંગ કરી છે.હું થોડી લાલચમાં આવી ગયો હતો.ઓપશન ટ્રેડિંગએ ઇન્વેસ્ટમેન્ટ ન કહેવાય પણ આઈ શપથ હું જીવનમાં ક્યારેય બીજીવાર ઓપશન ટ્રેડિંગ નહીં કરું" રુદ્રએ કહ્યું.

"તને એ પહેલાં ખબર નહોતી?" દિયાએ થોડા નારાજી ભર્યા અવાજમાં કહ્યું.

"અરે ચિલ યાર દિયા,તું પણ માર્કેટના ઉતાર ચઢાવ જાણે છે.હા હું માનું છું કે આ વખતે આપણે તદ્દન બેફિકરાઈ દાખવી છે પણ યાર બહુ મોટી સક્સેસ માટે આવા ફેઈલયર તો આવે" રુદ્રએ કહ્યું.

"મને ખબર છે કે પણ આ ફેઈલયર નથી આ લાલચ છે રાતોરાત અમીર બનવાની"દિયાએ કહ્યું.

"પણ એ તને પહેલા નહોતી ખબર?" રુદ્રએ પછ્યુ.

"ખબર હતી.પણ મને થયું કે જો તને એવું લાગ્યું હશે તો જરૂર કઈક વાત અથવા ચાર્ટ પેટર્ન હશે" દિયાએ કહ્યું.

"હતી જ પણ તને ખબર છે ને માર્કેટ ક્યારેય કોઈનું સાંભળતી નથી.મને નેવું ટકા મારા પર ભરોસો હતો પણ આ વખતે દસ ટકા જીતી ગયા.કેવું ગજબ ગણિત કહેવાય ને!" રુદ્રએ હસતા હસતા કહ્યું.

"હા એ તો છે તો આગળના મહિને તારો શુ પ્લાન છે" દિયાએ કહ્યું.

"તારો મતલબ તું માર્કેટ છોડી રહી છું?" રુદ્રએ પૂછ્યું.

"ના પણ આ મહિનો મારે ઉધારે કાઢવો પડશે તો આવતા મહિને કઈ વધશે નહિ એવું લાગે છે." દિયાએ કહ્યું.

"એની જરૂર નહીં પડે,મારી પાસે આપડા બન્નેના મહિનાનો જેબ ખર્ચ નીકળે એવો ઈંતજામ છે. મારી પાસે લગભગ સાત હજાર" રુદ્રએ કહ્યું.

"એ કઈ રીતે?" દિયાએ પોતાની જગ્યાએ ઉભા થતા થતા કહ્યું.

"જૂનમાં મેં થોડા ક્રિપટો લીધા હતા તે ડબલ થઈ ગયા છે" રુદ્રએ કહ્યું.

"ક્રિપ્ટો ? લોકો તો કહે છે કે તે ગમે ત્યારે ઉઠી શકે છે અને તું તેમાં જ રૂપિયા રોકી રહ્યો છું?" દિયાએ કહ્યું.

"જો દિયા મને લોકોની નથી ખબર પણ મને ક્રિપ્ટો પર ઇન્ટરનેટ જેટલો જ ભરોસો છે.એ ચર્ચા મુક અત્યારે એ હું તને પરમદિવસે એટલે કે રવિવારે ક્રિપટો વિશે સમજાવીશ,અને કાલે હું તને એટીએમમાંથી રૂપિયા કાઢી આપીશ" રુદ્રએ કહ્યું.

"ના ના હું તારા પૈસા કઈ રીતે લઈ શકું?" દિયાએ હાથ ઉંચા કરતા કહ્યું.

"અરે યાર આ મહિને પણ પ્લાન તો મારો જ હતો ને, અને ફ્રેંડઝમાં શુ તારું મારુ" રુદ્રએ કહ્યું.

"ઓકે ઓકે બટ ભવિષ્યમાં તે હું પાછા આપી દઈશ" દિયાએ કહ્યું.

"ભવિષ્યની વાત ભવિષ્યમાં ચલ હવે સાડા નવ થવા આવ્યા છે પછી હોસ્ટેલ ગેટ બંધ થઈ જશે"રુદ્રએ કહ્યું અને ઉભો થયો.

દિયા કાઈ બોલ્યા વગર ફક્ત એક સ્મિત આપીને ચાલી ગઈ.રુદ્ર તેને જોઈ રહ્યો.તેની ઉંચાઈ તેના કરતાં નીચી હતી.બે અસલ કોઈ ગુજરાતી કવિની કલ્પમાં આવેલી મૃગનેઐની આખો,કાળી ભમમર નેણ,સપાટ કપાળ તેના પર નાની બિંદી,બન્ને કાનો પર નાની એરિંગસ,કોઈ ચિતારાએ ખૂબ નજાગતથી રંગ ભર્યો હોય એવા ગુલાબી હોઠ,અને એ બધાને જાખું પાડતું અણિયારું નાક અને તેમાં પહેરેલી નથણી.એ ભારતીય આભૂષણ સાથે પહેરેલ ઇન્ડો-વેસ્ટન કાળો ડ્રેસ અને તેનો ગોરો દેહ અને તેની સાથે હાથને અલગ આભા આપતું બ્રેસલેટ બધું કોઈ પરફેક્ટ એનટોમીના આઈડિયલ મોડલ જેવું માપસરનું.ભગવાનને પણ તે દિવસે નવરાશ રહી હશે જે દિવસે દિયાને ઘડી હશે. તેનો શાંત સ્વભાવ પણ કોઈને આકર્ષવા કાફી હતો.તેનો વાતુડીયો સ્વભાવ કોઈ શાંતિપ્રિય વ્યક્તિઓને માફક આવે તેમ નહોતો.તેની જિજ્ઞાસુ વૃત્તિ કદાચ તેને હમેશા કઈક નવું કરવા પ્રેરતી.તેને સ્ટોક માર્કેટ સાથે અલગ જ લગાવ હતો.પૈસા કમાવા કરતા પણ તેના વિશે કઈક જાણવું તેને વધુ ગમતું.કદાચ તેને એક પણ રૂપિયો છેલ્લા વર્ષમાં નહિ કમાયો હોય પણ તેને સ્ટોકમાર્કેટની માયા લાગેલી હતી.

તેના ગયા બાદ રુદ્ર ત્યાંથી ચાલતો ગયો. તેને પોતાના કરતા દિયા માટે વધારે દુઃખ હતું,પણ તે કઈ કરી શકે તેમ નહોતો.માર્કેટ કોઈનું સાંભળતી નથી,તેનો ફેંસલો અંતિમ હોય છે.તે એક નિશ્વાસ નાખી બોયઝ હોસ્ટેલ તરફ ચાલતો થયો.તે જ્યારે હોસ્ટેલના ગેટ પર પહોંચ્યો,ત્યાં કેટલાક વિદ્યાર્થી ઉભા હતા.તે કોઈ કોલેજ ન હતી અને ત્યાં ફક્ત અગીયાર- બાર સાઇન્સના વિદ્યાર્થીઓ જ ત્યાં રહેતા હતા,કોઈ વધારાની મગજમારી કે રુલ્સ પણ કોઈ સખત ન હતા,આમ જોઈએ તો એક જ રુલ હતો કે જો રાત્રે સાડા નવ વાગ્યા પછી બહાર રહ્યા તો આખી રાત બહાર રહેવાનું સવારે પાંચ વાગ્યા પહેલા ગેટ ખૂલતો નહીં.ગર્લ્સ હોસ્ટેલમાં પણ આજ હાલત હતી.કોઈ કેટલું ભણે છે તેનાથી કોઈને કાઈ મતલબ નહોતો.

"ઓય જુગારી બસ સુઈ જવું છે?" એક વિદ્યાર્થીનો રુદ્રને અવાજ સંભળાયો.

"હાય યાર નિખિલ બસ હું એમ પણ સવારે વહેલો ઉઠી જાવ છું ને તો અત્યારે સુઈ જ જવું છે." રુદ્રએ જવાબ આપ્યો અને નિખિલના જવાબની રાહ જોયા સિવાય તે મેઈન ગેટથી અંદર ચાલ્યો.તેને હોસ્ટેલમાં ઘણા લોકો જુગારી કહીને જ બોલાવતા.તે તેમને કોઈ ખાસ મચક આપતો નહીં.ઘણા લોકો સટોડી પણ કહેતા પણ તેને કોઈ ફરક પડતો નથી તેમ દર્શાવતો.પરંતુ હકીકતમાં એવું નહોતું તેને ફરક પડતો હતો ખૂબ પડતો હતો.કોઈ તમારા કામને, સપનાને, મહેનતને,વિશ્વાસને,ભવિષ્યને,નજરીયાને સમજ્યા વગર જો જુગારી જેવું નામ આપી દે તો કોને ગમે? પણ તે કોને સમજાવે કે સ્ટોક માર્કેટ કે કોઈ પણ માર્કેટ જુગાર નથી કેમ કે તેને પોતે પણ ઘણીવાર નુકશાન કર્યા હતા. સાચે જ કોઈને સમજાવવા બહુ અઘરા છે એટલા માટે નહીં કે તેમની સમજણશક્તિ ઓછી છે પરંતુ એટલા માટે કે તેઓની બુદ્ધિને આડે આ દોડતા જગતનું નકામું જ્ઞાન પડ્યું છે. લોકો પોતાના રૂપિયા ઇન્વેસ્ટ નથી કરતા અને પોતાના બાળકો માટે રાખે છે કે તેમને કામ આવશે.આ તો પોતાના બાળકો પરનો અવિશ્વાસ થયો કે તે પોતે પૈસા કમાવવા સમર્થ નથી.એક પ્રકારનું અપમાન જ થયું ને! અને કદાચ આવનારી પેઢી પણ એજ વિચારીને બેસસે કે પપ્પાનું દીધેલું બધું છે.

રુદ્ર તેના બેડ પર આડો પડ્યો.તેનો રૂમમેટ અભિનવ સુઈ ગયો હતો.તેની બાયોલોજીની બુક તેની બાજુમાં હતી અને લાઈટ પણ ચાલુ હતી.તેનો સીધો મતલબ હતો કે તે વાંચતા વાંચતા જ સુઈ ગયો છે.રુદ્ર તેની પાસે ગયો અને તેના ચશ્મા કાઢી બાજુમાં મુક્યાં અને પછી બુકને બંધ કરી ટેબલ પર મુકી,લાઈટ બંધ કરી.

રુદ્ર બેડ પર આડો પડ્યો અને રોજની જેમ તેનું મગજ કઈક વિચારવા લાગ્યું.તે દંભી દુનિયા વિશે વિચારતો સ્વગત બોલ્યો " દુનિયા કેટલી અજીબ છે ને લોકો બધું જ પૈસા માટે કરે છે,સાચે જ પૈસા ખૂબ જરૂરી છે,પણ શું હમેશા પૈસા માટે કામ કરવું એ કેટલા હદે યોગ્ય છે?શુ પરમાત્માએ આખી જિંદગી પૈસા પાછળ ભાગવા માટે આપી છે? કોઈને ડોકટર બનવું છે કોઈને એન્જીનીયર,કોઈને વકીલ,પણ સાચી રીતે સેવા આપી શકે એવા લોકોની સંખ્યા ઓછી છે,પણ તેમની દુનિયાને જરૂર છે. જો તે ન હોય કોઈ પણ વસ્તુનો કોઈ પણ મતલબ નથી. ઘણા લોકો પૈસા માટે બેઇમાની કરી બેસે છે,હું કદાચ એવું નથી કરવા માંગતો.હું કદાચ ડોકટર બનું તો શું હું મારી પુરી શક્તિથી એ કામ કરી શકીશ? કઈ રીતે કરી શકું મારા તો ઇન્ટરેસ્ટ જ બીજી ફિલ્ડમાં છે,મારે સાઇન્સ ફિલ્ડ લેવાની શરૂઆતથી મનાઈ કરવાની જરૂર હતી પણ પપ્પાનો સ્વભાવ! કદાચ મેં એન્જીનીયનિગ કર્યું હોત તો પણ મને નવથી પાંચની જોબમાં કોઈ રસ નથી." રુદ્રની આંખો બંધ થઈ અને એક વિચાર પર પૂર્ણવિરામ આવ્યો.

ક્રમશ: