પ્રકરણ:27
જ્યારે રિંગ જઇ રહી હતી.ત્યારે તેની ધડકન ખૂબ જોરથી ચાલી રહી હતી. રુદ્રા આજે દિયાના કોલમાં પણ ગભરાઈ રહ્યો હતો. સામેથી કોલ રિસીવ થયો.
"હેલો કોણ?"સામેથી અવાજ આવ્યો. એ એજ અવાજ હતો. રુદ્રા તે અવાજ ઓળખતો હતો. તે અવાજ આજે પણ બદલ્યો નહોતો. એજ મધુરતા, એજ કર્ણપ્રિયતા, એજ સુરતા બધું એમનું એમ જ હતું. થોડીવાર પહેલા ગભરાતા રુદ્રાને હવે બધું પોતીકું લાગવા લાગયી હતું. તે સ્વર સાથેનો સબંધ ઘણો જૂની હતો. તેની સાથે તેને આખી આખી રાત વાત કરેલી હતી. તે અવાજ સાંભળતા જ તેની બધી ગભરાહટ દૂર થઈ.
"રુદ્રા" રુદ્રાએ ધીમેથી કહ્યું.
સામે થોડીવાર શાંતી છવાઈ. ત્યારબાદ દિયાએ જ સ્વરમાં કહ્યું. "સોરી રોંગ નમ્બર"
"દિયા,હું જાણું છું એ તું જ છું.તારા શ્વાસને પણ ઓળખું છું." રુદ્રાએ કહ્યું.
"સોરી રુદ્રા,એ હું?" દિયાએ જંખવતા કહ્યું.
"દિયા હું જાણી શકું કે આ બધું શુ છે? તને મારી સાથે વાત કરવાનું મન નથી થતું? તે યાર બે વર્ષની એ દોસ્તીને સાવ પુરી કરી નાખી" રુદ્રાએ સહેજ ભાવુક સ્વરમાં કહ્યું હતું.
"અરે યાર મન થાય છે પણ કંઈક પર્સનલ કારણ છે તેની પાછળ. મને એ ન પૂછતો કે શું છે,એ હું નહિ કહી શકું."
"ઠીક છે તો પછી આપણી દોસ્તી પહેલા જેવી ન રહી હોય તો વાત કરવાનો કોઈ મતલબ નથી. હું રાખું છું"
"વેઇટ રુદ્રા આપણી દોસ્તી પહેલા પણ એવી જ હતી અને આજે પણ એવી જ છે. તને ખબર છે આજે પણ તારો મોબાઈલ નમ્બર મારા સ્પીડડાયલમાં છે.તને કોલ ન કરવા છતાં પણ અને એ પણ બે નંબરે. ત્રણ નમ્બર પર રવિનો કોન્ટેકટ સેવ છે. આજે પણ તે મને લગ્ન વખતે ગિફ્ટમાં આપેલી ઘડિયાળ પહેરું છું. આપણા વર્લ્ડ ટૂરના ફોટા હજી પણ મારી ગેલેરીમાં સેવ છે. આજે પણ તે ચિતરેલા ચોપડા મેં મારી પાસે સાચવીને રાખ્યા છે"
"દિયા?" રુદ્રએ સ્તબધાંથી કહ્યું.
"હા એ સાચું છે. તારા જેવો દોસ્ત ન આજ સુધી મને મળ્યો છે ન મળી શકશે" દિયાએ કહ્યું.
"તું આજે ફરીથી પહેલા જેવી વાતો કરવા લાગી છે" રુદ્રાએ એજ ભાવુક અવાજે કહ્યું.
"તું ઘણો મોટો વ્યક્તિ બની ગયો છે.તેમ છતાં મને તો તારી વાતો પરથી તું એજ રુદ્રા લાગે છે જે બીલીનીયર બનાવની વાતો કરતો હતો."
"આજે બીલીનીયર બન્યા પછી પણ એમ થાય છે કે તે જિંદગી સારી હતી. બીલીનીયર બન્યા બાદ તારા જેવી દોસ્ત ખોઈ નાખી"
"તેનું કારણ એ નથી યાર"
"તો શુ કારણ છે? કહે મને"
"ના યાર એ બધી વાત જવા દે હવે"
"કેમ? જવા દવ શુ અત્યારે વાત કર્યા બાદ તું શું મને કોલ કરીશ?"
"નહિ કરું કેમકે..."
"શુ કેમ કે?"
"તો યાર હું તારા વગર નહિ રહી શકું. હું હમેશા તારી સાથે રહેવા માંગતી હતી એક દોસ્ત તરીકે પણ પપ્પાએ મને તારી સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી હતી. તે તને આજે પણ એક જુગારી જ સમજે છે. તે તને લગ્નમાં બોલાવવાની ના પાડતા હતા તેમ છતાં મેં જેમ તેમ તને બોલાવ્યો હતો. આ બધી વાતમાં રવિ ક્યાંય કસૂરવાર ન હતો" દિયાએ ઘણા સમયથી મનમાં ધરબાયેલી લાગણીઓ કહી દીધી.
"હું જાણતો હતો,કે આ પાછળ આવું જ કંઈક રિઝન હશે" રુદ્રાએ શાંત સ્વરે કહ્યું.
"જો હું તારી સાથે વાત કરતી રહીશ તો હું હમેશા દુઃખી જ રહીશ આથી હું ટ્રાય કરતી રહી કે હું તારાથી દૂર રહું"
"તો શું રહી શકી?"
"ખબર નહિ.કદાચ નહિ.રોજે તને યાદ કરું છું."
"મારી જેમજ.યાર હું શું કહું કે કોઈ પણ એવો દિવસ નહિ હોય જ્યારે મેં તને યાદ ન કરી હોય"
"જાણું છું"
"એક વાત કહું.કદાચ પછી કહી શકું કે ન કહી શકું.આઈ લવ યુ" રુદ્રાએ કહ્યું.
"રુદ્રા?" દિયાએ જડતાભર્યા અવાજે કહ્યું
"કદાચ પછી ક્યારેય ન કહી શકેત અને એક પવિત્ર લાગણી મનમાં જ રહી જાત.તો કહેવું જ ઠીક લાગ્યું."
"આઈ અલ્સો લવ યુ પણ રુદ્રા તું જાણેશને કે.."
"...હવે એ પોસીબલ નથી.તને હવે મારે મેળવવી પણ નથી.ફક્ત આ સોનેરી યાદોને જ જીવવાની જ મજા આવે છે" રુદ્રાએ કહ્યું.
"તો આપણો આ છેલ્લો કોલ છે?"
"કદાચ હા,ક્યારેક અધૂરી રહેલી વાર્તા પૂર્ણ નવલકથા કરતા વધારે આનંદ આપે છે" રુદ્રાએ કહ્યું.
"એક વાત કહું તું આજે પણ ખૂબ સ્વીટ અને સમજદાર છે. રવિ તારી તોલે કોઈ દિવસ નહિ આવે"
"આજે ઝઘડો થયો કે શું રવિ સાથે" રુદ્રાએ હસતા હસતા કહ્યું.
"ના,ના એવું કશું નથી" દિયાએ હસતા હસતા કહ્યું.
" કેવી ચાલે છે જિંદગી"
"તને બાદ કરતાં બહુ મસ્ત.તારી સલાહ મેં માની હતી.બીટકોઈનમાં ઇન્વેસ્ટ કર્યા હતા.મને લાગે છે અત્યારે જ હોસ્પિટલ ખોલી શકાય એટલા રૂપિયા થઈ ગયા છે.એના માટે પણ થેન્ક્સ કહેવું હતું."
"વાહ,હું ખુશ છું કે તું માની.પણ રવિ કઈ રીતે માની ગયો?"
"જ્યારે અમે એમ.ડી માટે યુ.કે આવ્યા ત્યારે અહીં ક્રિપટોમાં પેમેન્ટ થતા જોઈ તેના વિચાર બદલાયા"
"સારું છે. ચાલ હવે ઘણી વાતો થઈ હું સુઈ જાવ છું ફરી કદાચ વાત ન કરીએ પણ એક વાર મળવાની ઈચ્છા હતી,જોઈએ ભવિષ્યમાં" રુદ્રાએ કહ્યું.
"મેય..બી ઓકે બાય" દિયાએ બાય કહી ફોન કાપ્યો.
રુદ્રાએ આજે ખુશ હતો.તેને ઘણી મનમાં દબાયેલી વાત તેને આજે કહી હતી.તેને હવે કોઈ વાતનો અફસોસ રહ્યો નહોતો.ફક્ત એક ઇચ્છા હતી કે તે એક વાર દિયાને મળવા માંગતો હતો.
રુદ્રાએ સુવાના પ્રયત્ન કર્યો.તેની આંખ ધીમે ધીમેં ઘેરાઈ રહી હતી.થોડા વિચારો બાદ ઊંઘ આવી ગઇ હતી.
*********
સવારે ત્યારે આંખ ખુલી ત્યારે તેનું માથું એ હદે દુઃખી રહ્યું હતું કે તેનાથી વધારે સહન થઈ શકે તેમ નહોતું. તે માથું પકડીને બેડ પર બેસી ગયો. અત્યારે તેને કશુ સમજાઈ રહ્યુ નહોતું કે તેની સાથે શુ થઈ રહ્યું છે. તેને હતું કે તે થોડીવારમાં બેભાન થઈ જશે. તેને તેના મમ્મી અને પપ્પાને તેનામાં તાકત હતી એટલી તાકાતથી બોલાવ્યા. તેનું દુઃખ હવે ચરમસીમા પર પહોંચી ગયું હતું. તેના આખે દેખાતું બંધ થઈ ગયું હતું. તેના મમ્મી પપ્પાને તેને આવતા જોયા. તેને હવે આખા શરીરે પરસેવો વળી રહ્યો હતો. તેને શ્વાસ લેવામાં તફલિક પડી રહી હતી. તેનું મગજ હવે ધીરે ધીરે શાંત થઈ રહ્યું હતું. તે હવે બેડ પર ઢળી પડ્યો હતો. તેની આંખો ધીમે ધીમે બંધ થઈ રહી હતી. તેની શરીરની ક્રિયાઓ ધીમે ધીમેં બંધ થઈ રહી હતી. હવે તે સંપૂર્ણ બેભાન થઈ ચૂક્યો હતો.
***************
એક દિવસ પછી
રુદ્રાની આંખો ખુલી ત્યારે તે ઘરે ન હતો. તે હોસ્પિટલે હતો. તેની આજુબાજુ નર્સિંગ સ્ટાફ ઉભો હતો. એ ઉપરાંત તેના મમ્મી અને પપ્પા પણ ઉભા હતા. તેનું માથું હવે બિલકુલ નોર્મલ હતું. તે સાથે જ તેને ફરી એ જ સ્ફૂર્તિ દેખાઈ રહી હતી જે તેનામાં પહેલા હતી. રુદ્રાની આંખો સેટ થતા થોડીવાર લાગી. રુદ્રાએ તેના મમ્મી પપ્પા સામે જોયું અને ધીમેથી કહ્યું "પપ્પા મને મારા રિપોર્ટસની ફાયલ આપો તો"
"એ બધું પછી જોઈ લેજે તું અત્યારે આરામ કર,ડોકટર થોડીવારમાં પોતે જ તારી સાથે વાત કરશે.રુદ્રાએ નોંધ્યું કે આ તે જ હોસ્પિટલ હતી જે તેને નાનો હતો ત્યારે લવાતો હતો. તેને ઘેનના ઇન્જેક્શન અપાયા હતા આથી તે ફરી સુઈ ગયો.
તે લગભગ બે કલાક સૂતો હતો. ત્યારબાદ તે જાગીને ઉભો થયો.તેને મોં ધોયું અને કંઈક નાસ્તો કરવાની ઈચ્છાથી સ્ટાફને કહ્યું તેને થોડું જમ્યા બાદ તે બેઠો હતો. ત્યારે ડોકટર અને તેના પપ્પા બન્ને આવ્યા અને બાકીના બધા સ્ટાફને બહાર જવા કહ્યું.તે બન્ને એકદમ તેની સામે આવીને બેઠા.
***********
ક્રમશ: