"સાંભળ,ગયા રવિવારે રવિએ મને પ્રપોઝ કરી હતી" દિયાએ એકશ્વાસે બોલતા કહ્યું.
"વોટ" રુદ્રા સમજી નહોતો શકતો કે દિયા શુ બોલી રહી છે.તે કઇ પણ બોલ્યા વગર દિયા સામે જોઈ રહ્યો.તે નહોતો જાણતો કે તેને શુ કહેવુ જોઈએ તેને આવી કોઈ વાતની અપેક્ષા નહોતી રાખી.થોડીવાર ત્યાં શાંતિ છવાઈ. રુદ્રા હજી દિયા સામે જોઈ રહ્યો હતો.તેને દિયા પસંદ હતી કે નહોતી તે રુદ્રા પોતે પણ નહોતો જાણતો,પણ તેને અંદરથી જ એક મોટો ઝટકો લાગ્યો હતો.રુદ્રાને આમ ચૂપ જોઈ દિયા થોડી ખચકાય હતી.રુદ્રાએ તે નોંધ્યું હતું એટલે તે બોલ્યો "તો,તે આઈ મીન...શુ જવાબ આપ્યો?"
"તને શું લાગે છે?" દિયાએ કહ્યું.
"વેલ હું તો શું કહી શકું.મેં કહયુંને કે તું ઘણી બદલાઈ ગઈ છું." રુદ્રાએ સહેજ ઢીલા અવાજે કહ્યું.
"ગેસ તો કર?"
"છોડ યાર,તારે કહેવું હોય તો કહી દે" હવે રુદ્રાને ગુસ્સો આવી રહ્યો હતો.
"એજ સરપ્રાઈઝ છે રુદ્રા.મેં રવિનો પ્રપોઝલ એક્સેપ્ટ કર્યો છે અને નાવ વી આર ટુગેધર" દિયાએ રવિને સાઈડ હગ કરતા કહ્યું.
રુદ્રા હજી તે બન્નેને જોઈ રહ્યો હતો.તેને અહીંથી ચાલ્યા જવાનું મન કરી રહ્યું હતું.તેને એક ખૂબ ગહેરો આઘાત લાગ્યો હતો.કદાચ તે આઘાત દિયાને તે ચાલતો હતો એનો હતો કે પછી આવડો મોટો નિર્ણય લેતા પહેલા દિયાએ તેની સાથે એકવાર પણ વાત ન કરી તેનો છે,તે સમજી શકતો નહોતો.
"કોંગ્રેચ્યુલેશન" રુદ્રા ફક્ત એટલું જ બોલ્યો.
"થેન્ક્સ લે મીઠાઈ ખા" રવિએ એક ડબ્બો આપતા કહ્યું.
"ના,થેન્ક્સ.ચલ હવે એ તો કહે કે મને દોઢ વર્ષ સુધી ફોન કેમ ન કર્યો?"
"યાર રવિને હું ટ્રેડિંગ કરું એ જરા પણ નહોતું ગમતું.સો એને મને કહ્યું હતું કે તારાથી થોડો સમય દૂર રહું તો જ હું એ છોડી શકીશ. બીજું કોઈ રિઝન નહોતું"
"વૉટ? રવિ તને શું પ્રોબ્લેમ છે?"
"યાર રુદ્રા સોરી,ખોટું ન લગાડતો પણ મેં દિયાને ભલે થોડા સમય પહેલા જ પ્રપોઝ કરી પણ હું તેને ફર્સ્ટ યરથી જ ચાહવા લાગ્યો હતો,અને હું નહોતો ઇચ્છતો કે તે કોઈ સટ્ટાના ધંધામાં જાય" રવિએ કહ્યું.
"વોટ,તને આ સટ્ટો લાગે છે દિયા સમજાવ આને" રુદ્રાએ ગુસ્સામાં કહ્યું.
"છોડને રુદ્રા.મેં એને ઘણો સમજાવ્યો પણ એના મગજમાં એ વાત ઘૂસતી જ નથી.પછી એની ખુશી માટે મેં બધું મૂકી દીધું" દિયાએ કહ્યું.
"રવિ તું તારા ખોટા વિચારો દિયા પર થોપે એ બહુ ખરાબ વસ્તુ છે" રુદ્રાએ કહ્યું.
"મને જે ઠીક લાગ્યું એ મેં કર્યું" રવિએ સહેજ અવગણના ભાવ સાથે કહ્યું.
"તને શું લાગે છે હું જેટલા રૂપિયા કમાવ છું તે સટ્ટો છે?"
"તારા લક સારા હતા.બાકી જો દિયા તારી સાથે રહેત તો રસ્તા પર આવી જાત.એના કરતાં અમે એક હોસ્પિટલ ખોલી લઈશું.તો પણ તારા જેટલું કમાઈ લઈશું." રવિએ કહ્યું.હકીકતમાં રુદ્રા પાસે અત્યારે કેટલા રૂપિયા હતા અને રુદ્રાના બાંગલાની કિંમત શુ હતી તે રવિને કાઈ ખ્યાલ નહોતો.તેને એમ જ હતું કે તે કોઈ હોસ્પિટલ ખોલીને રુદ્રા કરતા ક્યાંય વધારે રૂપિયા કમાઈ શકે છે.
"તારા જેવા પાંચસોને ભાડે રાખી શકું છું.શુ વાત કરે છે તું" રુદ્રાનો ગુસ્સો હવે સાતમા આસમાને હતો.તેને રવિ પર કોઈ ગુસ્સો નહોતો પણ કોઈ ઈન્વેસ્ટને સટ્ટો કહે તે તેને નહોતું ગમતું.તેને દિયાને પ્રપોઝ કરી એ વાતનો કદાચ તેને ગુસ્સો ન હતો,તેના કરતાં તે દિયાને પોતાની વિચારધારા મુજબ જીવવા મજબૂર કરી રહ્યો હતો.
"માઈન્ડ યોર લેન્ગવેજ રુદ્રા" રવિએ પણ ગુસ્સામાં કહ્યું.
"બસ બસ રુદ્રા,રવિ તમેં કેમ લડવા લાગ્યા" દિયાએ વચ્ચે પડતા કહ્યું.
"પણ દિયા"રુદ્રા કઈક બોલવા જતો હતો.
"લીસન્ટ રુદ્રા,મને રવિ પસંદ છે.મને તેના વિચારો સાથે જીવવામાં કોઈ વાંધો નથી.તું મારા માટે ખુશ છું કે નહીં?" દિયાએ કહ્યું.
"જો દિયા ખુશીમાં તો..."
"હા કે ના?"
"હા હું ખુશ છું.ઘણો ખુશ છું" રુદ્રાએ કહ્યું.
"તો બસ હવે ફાઇનલ એક્ઝામ પછી અમારા લગ્ન છે અને તારે આવવાનું છે.તું એક જ મારો દોસ્ત છે.સો પ્લીઝ કેમ પણ કરી ટાઈમ કાઢી લેજે" દિયાએ કહ્યું.
"યા હું આવીશ જરૂર આવીશ.તારીખ?"
"એ તને કંકોત્રી મળી જશે." દિયાએ કહ્યું.
"સો મારે હવે જવું જોઈએ" રુદ્રાએ કહ્યું.
"અરે બોપરના ભોજન પછી જજે"
તેઓએ આટલી વાત કરી ત્યાં એક ગડબડ થઈ હતી.જે વેઈટર નાસ્તો આપવા આવ્યો,તેને રુદ્રાને ઓળખ્યો હતો.તેને થોડા પૈસા માટે મીડિયાના કર્મીઓને બોલાવ્યા હતા.તે સિવાય ત્યાં રુદ્રાનિબ હાજરીની ખબર સાંભળી ઘણા લોકો આવ્યા હતા.
સૌથી પહેલા રુદ્રાના ટેબલ સુધી મીડિયાના કર્મીઓ પહોંચ્યા હતા.તેઓ ત્યાં પહોંચીને કોઈ પણ વાત કર્યા વગર સીધી રિપોર્ટિંગ કરવા લાગ્યા હતા.રુદ્રા બે ઘડી સમજી ન શક્યો કે શું થઈ રહ્યું છે.તે સમજ્યો પછી મોઢું ઢાંકવાનો કોઈ મતલબ નહોતો કેમ જે બધાએ તેને જોઈ લીધો હતો.
"સો હેલો,મિસ્ટર બીટકોઈન તમે અહીં દિલ્હી કેમ આવ્યા છો તે તમે કહી શકો?" એક રિપોર્ટરે પૂછયુ.
"ઇટ્સ માય પર્સનલ મેટર,અને પ્લીઝ મને જવા દો મારે મોડું થાય છે" રુદ્રાએ કહ્યું.
"સર,સર પ્લીઝ પ્લીઝ થોડા જ પ્રશ્નો અમે બધું કામ છોડી અહીં આવ્યા છીએ"
"ઠીક છે,હું દિલ્હી બસ દોસ્તોને મળવા માટે જ આવ્યો હતો."
"કેવું લાગ્યું તમને દિલ્હીનું વાતાવરણ"
"સારું છે પણ મને લાગે છે આ વાતાવરણ લોકોની પ્રકૃતિ પણ બદલી શકે છે" રુદ્રાએ દિયા અને રવિ તરફ વારાફરતી જોતા કહ્યું.
"તમને શું લાગે છે બીટકોઇમાં ફરી ક્યારે બુલ માર્કેટ શરૂ થશે ?"
"બધી વસ્તુનો એક સમય હોય છે.થોડી રાહ જુઓ કિનારો દૂર નથી"
" આપણી સ્ટોક માર્કેટ ઉપર તમે કેટલા બુલિશ છો?"
"આપણી માર્કેટનું એવુ છે છેલ્લા ઘણા સમયથી બુલ ટ્રેન્ડમાં છે તો એક કરેક્શન આવી શકે છે બાકી તો ઠીક છે"રુદ્રાએ કહ્યું.
"સર સર લાસ્ટ પ્રશ્ન,તમે એક બીલીનીયર છો,સાથે જ એઇમ્સમાં અભ્યાસ કરો છો.તો તમે લગ્ન ક્યારે કરશો.કે એ વિશે હજી કોઈ વિચાર નથી" આ પ્રશ્ન સાથે જ લગભગ બધા હસવા લાગ્યા.
"હજી કોઈ મળ્યું જ નથી.મળે ત્યારે અવશ્ય.ખબર નહિ આ ભીડમાં જ કોઈ હોય" રુદ્રા ફ્લો-ફલોમાં બોલી તો ગયો પણ તેનાથી શાંત ઉભેલી ભીડમાં એક અશાંતિ છવાઈ,અને ઘણી બુમો પડવા લાગી."અરે અરે ગાયસ હું મજાક કરી રહ્યો છું.પ્લીઝ શાંત" રુદ્રાએ હાથ જોડતા કહ્યું.ત્યારબાદ ત્યાંથી પત્રકારો રુદ્રાને તેમનું કાર્ડ આપી હટયા હતા અને કહ્યું હતું કે તે જ્યારે ફ્રી હોય ત્યારે કહે તે લોકો એક્સક્લુઝીવ ઇન્ટરવ્યુ કરવા માંગે છે.લોકોની ભીડ હજી તેમની તેમ હતી.તે રુદ્રા પાસે ઓટોગ્રાફ અને સેલ્ફી માંગી રહ્યા હતા.રુદ્રાને જવું હતું પણ તે શક્ય નહોતું.તે ટ્વીટરના લીધે જરૂરત કરતા વધારે ફેમસ થઈ ગયો હતો.તેને આગળ ઉભેલા બે ચાર લોકો સાથે ફોટો પડાવ્યા. "ગાયસ પ્લીઝ મને જવા દો મારી ફ્લાઇટ છે બપોરની"
કોઈ તેની વાત સાંભળી રહ્યું નહોતું.તેને દિયા તરફ જોયું.તે અને રવિ રુદ્રાને ટગર ટગર જોઈ રહ્યા હતા.રવિ આ જોઈ સાચેમાં હેરાન હતો.રુદ્રાએ ફરી ભીડ તરફ જોયું.ભીડમાંથી કેટલાક અવાજો સાફ સંભળાઈ રહ્યા હતા.ઘણા લોકો મિસ્ટર બીટકોઈનની બુમો પડી રહ્યા હતા.તો ઘણા લોકો બીટકોઈન 500kની બુમો પાડી રહ્યા હતા.તો ઘણા લોકો ઇથેરિયમ 50kની.
રુદ્રા હવે બહાર નીકળવાની રાહ જોઈ રહ્યો હતો.તેના મનમાં દિયાનો ઝટકો ઓછો ન હતો.તે થોડો સમય એકલો રહેવા માંગતો હતો. તેને આ કોઈ અચાનક આવેલા હાર્ટઅટેકથી ઓછું નહોતું.તે બહાર જવાનો રસ્તો શોધી રહ્યો હતો.
*******
ક્રમશ: