પ્રકરણ:23
"કોણ હતું આ રુદ્રા?"મહેશભાઈએ પૂછ્યું.
રુદ્રાએ મોબાઈલ સ્ક્રીન તેના પપ્પા સામે કરી તે નામ વાંચી તેઓના આખે અંધારા આવી ગયા.તેઓ કઈક વિચારે એ પહેલાં ફરી ફોન રણક્યો.રુદ્રાએ ફોન ઉપાડ્યો.
"હાલો રુદ્રા મેં ઇન્કવાયરી કરી છે ડોન્ટ વરી સોમવાર સુધી તું કેસમાંથી બહાર હોઈશ. તે પહેલાં થોડું અઘરું છે અને તને જેલ ન મોકલવામાં બધા પર પ્રશ્નો ઉઠી શકે છે સો બેટર છે કે તું છત્રીસ કલાક જેલમાં રહી જા.બાકી હું જોઈ લઈશ" સામેથી એ જ ઘેરો અવાજ આવ્યો
"ઠીક છે પણ એમને કહેજો કે મને કોઈ ટોર્ચર ન કરે" રુદ્રાએ હસતા હસતા કહ્યુ.
"અરે ચિંતા શુ કરે છે તને કોઈ હાથ પણ નહીં અડાળે,ચાલ રાખું છું" કહી ફોન કટ થયો.
"રુદ્રા તું જેલમાં જઈશ? મને એ બિલકુલ ઠીક લાગતું નથી" મહેશભાઈએ કહ્યું.
"અરે એમાં ચિંતા જેવું કશું નથી.તમે ચિંતા ન કરો.બસ પરમદીવસ કોર્ટ ખુલવા સુધી જ હું જાવ છું"
"એક કામ કર પોલીસને કહી દે કે આ વોલેટ મારી પાસે હતું.હું તો રહી લઈશ."
"અરે પપ્પા તમે ખોટી ચિંતા કરો છો આવડો ધંધો છે,ક્યારેક આવી કરેક્શન આઈ મીન પ્રોબ્લેમ આવી જાવ.તમે ફક્ત આશીર્વાદ આપો કે સોમવારે જલ્દીથી જલ્દી હું છૂટી જાવ" રુદ્રાએ મહેશભાઈને પગે લાગતા કહ્યું.
"અરે અરે બેટા" કહી રુદ્રાને ગળે મળ્યા અને તેમના આંખમાથી બે આંસુ સર્યા.રુદ્રા અંદર ગયો અને કહ્યું "ચાલો ઇન્સ્પેક્ટર સર હું રેડી છું" ઇન્સ્પેક્ટર રુદ્રાને લઈને નીકળ્યા.જીપ જ્યાં સુધી દેખાઈ ત્યાં સુધી તે જોઈ રહ્યા.
"સર ડોન્ટ વરી રુદ્રાસર સોમવારે ચોક્કસ છૂટી જશે ચાલો હવે હું તમને ઘરે છોડી દવ" કૈલાશે કહ્યું અને નીચે ઉતાર્યો.મહેશભાઈ ડોકું હલાવી તેની પાછળ દોરવાયા. મહેશભાઈ પાસે હવે વનિતાબહેનને સત્ય કહેવા સિવાય બીજો કોઇ રસ્તો નહોતો.
***********
રુદ્રાને જેલમાં પુરાયો હતો. ત્યાં મીડિયાની અને રુદ્રાના ઘણા ફેન્સની ભીડ જામી હતી. પોલીસે મહામહેનતે તેમને રવાના કર્યા હતા. રુદ્રા જેલના મેલા-ઘેલા ખટલામાં બેઠો હતો. તેની સાથે એ સેલમાં બીજું કોઈ નહોતું. સુરક્ષાના હેતુથી તેને એકલો જ રખાયો હતો. તે ધ્યાનથી કઈક વિચારી રહ્યો હતો. તે તેની કિસ્મત પર હસી રહ્યો હતો. તેને હતું કે તે બે દિવસમાં પંચમહાલ માટે રવાના થશે.તેને આ વખતે જાંબુઘોડા વાઈલ્ડ લાઈફ ફરવાનો પણ પ્રોગ્રામ બનાવ્યો હતો. તે પણ હવે અધ્યાહર રહ્યો હતો. તેની પાસે અત્યારે કરવા જેવું કશું નહોતું. તે ઉભો થયો.તેને બહારની તરફ જોયું. બહાર ગોઠવાયેલા ટેબલ્સ અને તેમાં કામ કરતા ઓફિસર જોયા. તે ઉપરાંત ત્યાં કામ કરતા ફરિયાદી અને ઘણા અપરાધી જોયા. રુદ્રા માટે આ દ્રશ્યો નવા હતા. તેને આવો કોઈ અનુભવ પહેલા થયો નહોતો. તે ફરી પોતાની જગ્યાએ બેઠો,અને સ્વગત બબડયો.
"યાર દિયાની વાત સાચી હતી કે જીવનમાં મુશ્કેલીઓ ક્યારેય ખતમ થવાની નથી. આજે કોઈ કારણ વગર હું ફસાઈ ગયો. સોમવારે શુ હું છૂટી જઈશ એ તો મને ખબર છે પણ તેમ છતાં ઉત્તમથી ઉત્તમ ફેસિલિટીમાં રહ્યા બાદ આ જેલમાં બે દિવસ રહેવું પણ બહુ અઘરું કામ છે. સાચે જિંદગીની રમતમાં ટકવું ખૂબ અઘરું છે. કિસ્મત જ્યારે કરવટ બદલે છે ત્યારે સારા સારા લોકોના સુપડા સાફ થઈ જાય છે."
આ તરફ વનિતાબહેનને ખબર પડતાં તેમની હાલત બગડી હતી. ત્યારબાદ તે અને મહેશભાઈ પોલીસસ્ટેશન માટે નીકળ્યા હતા. આખા રસ્તામાં મહેશભાઈ વનીતાબહેનને સમજાવી રહ્યા હતા,પણ માતૃહદય સમજી રહ્યું નહોતું. તેઓ જ્યારે પોલીસસ્ટેશનને પહોંચ્યા ત્યારે તેમને ઘણા લોકો બહારની તરફ બીટકોઈન અને મિસ્ટરબીટકોઈનનના પોસ્ટર લઈને બહાર ઉભા જોયા. તેઓ જસ્ટિસ ફોર મિસ્ટર બીટકોઈનની માંગ કરી રહ્યા હતા. મહેશભાઈ કોઈની નજરમાં આવ્યા વગર અંદર પ્રવેશ્યા. ઇન્સપેક્ટરે તેમને મળવાની રજા આપી. ઇન્સ્પેક્ટર જાણતો હતો કે રુદ્રાના પોલિટિકલ કોન્ટેકટ બહુ ઉંચા છે,જોકે તેના વાત કરવાના તરીકા પરથી એ જણાતું નહોતું. ઇન્સ્પેક્ટરને પણ લાગ્યું હતું કે રુદ્રા નિર્દોષ છે. તે પોતે રુદ્રા એન.જી.ઓ દ્વારા બંધાવેલા અનાથાશ્રમ, શાળાઓ,ગૌશાળાઓ,પરબો વગેરેના ઉદ્ઘાટનમાં ઘણીવાર હાજર રહેતો. તેને રુદ્રા પ્રત્યે અંદરથી સદભાવના હતી.
"રુદ્રા,રુદ્રા આ બધું શુ થયું?" વનિતાબહેને ત્યાં પહોંચતા જ પરેશાન અવાજે કહ્યું હતું.
"મમ્મી મમ્મી તમેં ચિંતા ન કરો સોમવારે તો હું બહાર આવી જઈશ" રુદ્રાએ કહ્યું.
"મેં એટલે જ કહ્યું હતું કે વધારે પૈસો આવે એટલે આવા 'લફરા' શરૂ થઈ જાય.તમે બાપદીકરો સમજતા જ નથી"
"એમાં એનો કશો વાંક નથી તે સોમવાર સુધીમાં તો બહાર આવી જશે તું ચિંતા ન કર" મહેશભાઈએ કહ્યું
"અરે કેમ ચિંતા ન કરું? ચિંતા નો જ વિષય છે."
"હા મમ્મી તમે ઘરે જાવ અને સોમવારે કોર્ટ પર આવજો." રુદ્રાએ કહ્યું અને થોડા સમજાવ્યા બાદ વનિતાબહેન ભારે હૃદયે પાછા વળ્યા હતા.
***********
આ તરફ રુદ્રાને જેલમાં નાખવાની ખબરથી ટ્વિટરમાં ખળભળાટ મચી હતી. ટ્વીટરમાં પહેલા નમ્બર પર જસ્ટિસ ફોર મિસ્ટર બીટકોઈન ટ્રેન્ડ કરી રહ્યું હતું. બીજા નમ્બર પર મિસ્ટર બીટકોઈન ત્રીજા નમ્બર પર નેશન વિથ મી.બીટકોઈન ટ્રેન્ડ થઈ રહ્યું હતું. ઘણા લોકો તો પોલીસસ્ટેશન સુધી પહોંચ્યા હતા. એ બધાથી વિશેષ આ ન્યૂઝથી બીટકોઈન પંદર ટકા તૂટ્યો હતો.બીટકોઈનની પ્રાઈઝ જ્યાં હતી ત્યાંથી ત્રીસ લાખ રૂપિયા જેટલી નીચે આવી હતી. રુદ્રા પાસે અત્યારે બે મિલિયનથી વધારે બીટકોઈન હતા. કદાચ માર્કેટે પણ તેનો રોષ પંદર ટકા ડંપ કરી ઠાલવ્યો હતો.
આ ન્યૂઝ જેમ જેમ વાયરલ થઈ હતી. તેમ તેમ પોલીસ તંત્ર પર ભાર વધી રહ્યો હતો. રુદ્રા જાણતો હતો કે કંઈક આ જ પરિસ્થિતિ સર્જાવવાની છે. તેને ઇન્સ્પેક્ટર પાસે થોડીવાર મોબાઈલ માંગીને લોકોને પેસન્સ રાખવાની અપીલ કરતી એક ટ્વિટ શેર કરી હતી.
*****************
ત્યારબાદ બે દિવસ જેમ-તેમ વીત્યા. સોમવારે રુદ્રાને હાઈકોર્ટમાં લઇ જવામાં આવ્યો. રુદ્રાએ ગાડીમાંથી બહાર નજર કરી તો તેને જોયું કે બહાર મીડિયાનો એક કાફલો તેની રાહ જોઈ રહ્યો હતો.
તેના નીચે ઉતરતા જ મીડિયાએ સવાલનો મારો ચલાવ્યો હતો. ઇન્સ્પેક્ટરે તેને કોઈ પણ જવાબ આપ્યા વગર આગળ વધવાનું સૂચવ્યું હતું.તેમ છતાં એક સવાલ તેના કાને અથડાયો હતો "મી.રુદ્રા તમે આ આખી પરિસ્થિથીને કઈ રીતે જુઓ છો?"
રુદ્રા અટક્યો હતો અને બોલ્યો હતો." તમે જાણો છો,જિંદગી ક્યારેક બહુ અનરેશનલ બીહેવીયર કરે છે.તમને જ્યારે એવું લાગે કે તમે બધું કરી શકો છો.ત્યારે જિંદગી તમને કહે છે કે તમે એક તુચ્છ મનુષ્ય માત્ર છો. રહી વાત આ પરિસ્થિતિની તો નવી છે પણ મોટી નહિ. મને દુઃખ બીજું તો કશું નથી ફક્ત એ વાતનું છે કે મને ટેરેરિસ્ટ સાથે જોડાવામાં આવ્યો. બાકી જિંદગી સાથે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર જીવવાની ખૂબ મજા આવે છે. ક્યારેક ટ્રાય કરજો" કહી રુદ્રા સીધો અંદરની તરફ ચાલ્યો.
રુદ્રાનો કેસ લગભગ ત્રણ કલાક જેટલો જ ચાલ્યો હતો.ત્યાં જ રુદ્રા નિર્દોષ સાબિત થયો હતો.હકીકતમાં આ આખા કેસ સાથે રુદ્રાને કશું લેવા દેવા નહોતું. કોઈ ટેરેરિસ્ટ પકડાયો હતો.તેમાં તેનું ફંડીગ કોણ કરે છે તે બહાર ન આવે એટલે તેને બીજા કોઈને ફસાવવો જરૂરી હતો અને આટલું મોટું પેમેન્ટ રુદ્રા કરી શકે છે તે પોતે જાણતો હતો આથી તેનું નામ ચડાયું હતું.
અહીં બ્લોકચેઇનનો ઉપયોગ થતો હોવાથી બધા ટ્રાનજેક્શન પબ્લિકલી ઓપન હતા.તેને જે ફોટો સી.બી.આઈને બતાવ્યો તે એડિટેડ હતો. તેનું એકાઉન્ટ સાચી રીતે ચેક થયું ત્યારે જણાયું કે એ રુદ્રાનું વોલેટ ન હતું. બ્લોકચેઇનની પારદર્શકતાને લીધે આ કેસ ચૂટકીઓમાં સોલ્વ થયો હતો કેમ કે ત્યારબાદ તે ટેરેરિસ્ટે પણ સાચા સૂત્રધારનું નામ આપી દીધું હતું. ત્યારબાદ રુદ્રા સીધો વડોદરા જવા માટે નીકળવાનું હતું. તે જાણતો હતો કે બહાર મીડિયાવાળા ઉભા હશે અને તેમના જવાબો આપ્યા વગર કોઈ છૂટકો ન હતો.
ક્રમશ: