Mr. Bitcoin - 12 in Gujarati Classic Stories by Divyesh Labkamana books and stories PDF | મિસ્ટર બીટકોઈન - 12

Featured Books
Categories
Share

મિસ્ટર બીટકોઈન - 12


     પ્રકરણ:12

      રુદ્ર એક રીક્ષામાં સ્ટ્રીટ કેફેએ પહોંચ્યો હતો.તે દિયા નજીક ગયો અને કહ્યું "બહાર કેમ ઉભી છો?ચાલ અંદર"

        "રુદ્ર તું જાણે છે ને કે અત્યારે આ રીતે પૈસા વેડફવા ઠીક નથી" દિયાએ રુદ્ર સામે જોઈને કહ્યું.

         "મેં તેનો ઈંતજામ કરી લીધો છે તું એની ચિંતા ન કર" રુદ્રએ કહ્યું.

         "ઠીક છે પણ તું કાલે આખો દિવસ ક્યાં હતો? શુ કરતો હતો?" દિયાએ કહ્યું.

        "દિયા,બધું કહું છું પણ પેલા અંદર બેસીએ" રુદ્રએ અંદર જતા કહ્યું.દિયા તેની પાછળ ચાલી.રુદ્રએ કેફેમાં નજર કરી.કેફેમાં ઠીકઠાક લોકો હતા.સવારનો સમય એમ પણ કોઈ વધારે લોકો અહીં આવતા નહિ.તેને ખૂણાનું એક ટેબલ જોયું.તે બીજા લોકોથી ખાસ્સું દૂર હતું.તેને તે ટેબલ પર જગ્યા લીધી. દિયા તેની સામે બેઠી.તેને જોયું તો ફેંકેમાં બધા લોકો પોતાનામાં જ બીઝી હતા.રુદ્રએ બન્ને માટે કોફીનો ઓર્ડર આપ્યો હતો.વેઇટરે થોડીવારના કોફી તેમના ટેબલ પર મૂકી હતી.

       "હવે તો બોલ શુ છે બધું?" દિયાએ કહ્યું.

     "તને એક વાત કહેવી છે.હું સીત્તેર હજાર કરોડનો માલિક બની ગયો છું." રુદ્રએ ફક્ત દિયાને સંભળાય એટલા અવાજે કહ્યું.

       "બિલકુલ ફાલતુ જોક હતી,કહે ને યાર" દિયાએ કહ્યું.

       "તને જોક લાગે છે? અરે બાબા સાચું કહું છું" રુદ્રએ ફરી કહ્યું

     "તને આજે સવારની હું જ મળી?" દિયાએ કટાક્ષમાં કહ્યું.

      "એમ મિનિટ" રુદ્રએ તેનું લેપટોપ ખોલ્યું.તેમાં બીટકોઈન વોલેટ ખોલ્યું અને દિયા તરફ ફેરવ્યું.દિયાએ તેમાં નજર નાખી.તેનો કોફીનો મગ એમ જ હાથમાં સ્થિર રહી ગયો." આ બીટકોઈન વોલેટ છે મેં કાલે જ જોયું પણ કોના વોલેટનો સ્ક્રીનશોર્ટ લઈને રાખ્યો છે" દિયાએ હસતા હસતા કહ્યું.

       "અરે બાબા મારુ જ છે" રુદ્રએ કહ્યું.

       "વાહ નાઇસ એડિટિંગ" દિયાએ ફરી હસતા કહ્યું.

       "એક કામ કર તું ટચ કરીને ચેક કરી લે" રુદ્રએ કહ્યું.

        દિયાએ લેપટોપ ચેક કર્યું.તે કોઈ સ્ક્રીનશોર્ટ નહીં પણ સાચે જ સાઇટ ખૂલેલી હતી.તેમાં દોઢ લાખથી વધુ બીટકોઈન તેને દેખાઈ રહ્યા હતા.તે આંકડા કાઉન્ટ કરી રહી હતી.તેને તેની આંખો પર વિશ્વાસ આવતો નહોતો.તેને બે ત્રણ વાર તે નીરખીને જોયું.તેના હાવભાવ કોઈ આઠમો આજુબો જોતી હોય તેવો હતો.તેને રુદ્ર સામે જોયું.તે ધીરે ધીરે મુસ્કુરાઈ રહ્યો હતો." શુ છે આ બધું? આ કઈ રીતે શક્ય છે?

      "હું કહું છું તું શાંતિથી સાંભળ" કહી રુદ્રએ તેની આખી જિંદગી દિયા સામે ખોલી નાખી.તે જેમ જેમ વાત કહેતો ગયો તેમ તેમ દિયાના હાવભાવ આશ્ચર્ય,અવિશ્વાસ,દુઃખ અને અભાવના બેવડા ભાવ આવતા ગયા.તેને આ વાત કોઈ સ્ટોરીની જેમ સાંભળી હતી.રુદ્રએ જો પહેલા આ વાત કહી હોત તો દિયાએ કોઈ દિવસ આ વાત માની ન હોત,પણ તેને તે બીટકોઈન વોલેટ જોયું હતું.તેને વેબસાઈટની પણ ખરાઈ કરી હતી.તે પોતાની જગ્યાએથી ઉભી થઇ.રુદ્રને ભેટી પડી અને કોંગર્ચ્યુલેશનની ચિચિયારીઓ પાડી.લગભગ આખું કેફે તે બંને તરફ જોવા લાગ્યું,અને ફરી પાછું પોતાની વાતોએ વળગ્યું.કેફેમાં આવા દ્રશ્યો સામાન્ય હતા.દિયાને રુદ્રએ અળગી કરી.દિયા પોતાની જગ્યાએ બેઠી.

       "તું તો હવે સ્ટડી છોડી દઈશ ને?" દિયાએ પહેલો પ્રશ્ન પૂછતાં કહ્યું.

        "કેવી વાત કરે છે? સ્ટડી મુકવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી.હા એ જરુંર છે કે નોકરી માટે ભણવાનું જરૂર મૂકી દઈશ" 

       "અચ્છા પણ હોસ્ટેલમાં રહેવાનું તો?" 

      "અરે યાર હોસ્ટેલમાં કોણ રહે આટલા રૂપિયા હોવા છતાં"

       "યુ નો હું પણ હવે ફ્લેટના શિફ્ટ થાવ છું.યાદ છે મેં તને કહ્યું હતું ને કે ગર્લ્સ હોસ્ટેલ બરાબર નથી ચાલતી તો પપ્પા પરમિશન આપી દિધી છે કે હું ફ્લેટમાં રહી શકું છું" દિયાએ કહ્યું.

        "વાહ યાર સરસ,હું તારા માટે એક મસ્ત ફ્લેટ શોધી આપીશ"

         "મારા બજેટમાં હો તારા બજેટમાં નથી શોધવાનો"દિયાએ હસતા હસતા કહ્યું.

       "અરે પૈસાની શુ ચિંતા કરે છો,અત્યાર સુધી જેટલી કરવાની હતી એ આપડે બન્નેએ કરી લીધી" 

      "શુ વાત કરે છો! હું એ પૈસા કઈ રીતે લઈ શકું? " દિયાએ અણગમાના ભાવ સાથે કહ્યું.

       "પણ?" 

       "નહિ રુદ્ર એ મારા સ્વાભિમાનની વાત છે"

      "ઠીક છે ઠીક છે પણ હું જ્યારે એકલો હતો
ત્યારે તું એકલી હતી,જે મારી સાથે હતી.હું જ્યારે દુઃખી હતો ત્યારે પણ તું એકલી જ હતી જે સાથે હતી.હું જે ફ્લેટ ગોતી આપું તારે એમાં જ રહેવાનું છે પ્લીઝ એમાં ના ન કહે" રુદ્રએ આજીજીના ભાવ સાથે કહ્યું.

       "ઓકે ઓકે ઠીક છે,પણ અત્યારે શુ કરવાનું છે?"દિયાએ કહ્યું

      "સૌથી પહેલા એક સી.એ. શોધવા પડશે.હજી ઘણા કાગળિયાનો જમેલો થશે" રુદ્રએ કહ્યું.

        "સો હવે નાસ્તો કરી લઈએ,તારા જલ્દી જલ્દીના ચક્કરમાં હું નાસ્તો કર્યા વગરજ ચાલી આવી"

        "હા યાર હું પણ" રુદ્રએ વેઈટરને બોલાવી લગભગ કોઈ પણ વસ્તુનો પ્રાઈઝ ચેક કર્યા વગર તેનો ઓર્ડર કર્યો હતો.

        "બાય ધ વે,તું હવે મયંક સાથે બદલો લઈ શકીશ" દિયાએ સામે જોયા વગર કહ્યું.

       "ના યાર,હું તેના જેવો નથી.જો બદલો જ લેવો હોત તો,તેનો એક નાઈટ આઉટનો વિડિયો ઉતારીને તેના પપ્પાને મોકલી શક્યો હોત પણ મારા જીવનની રાહ કઈક અલગ છે" રુદ્રએ કહ્યું.

       "અને એ શું છે?" 

         "બસ એ જ કે હવે મેં કોઈ પણ ચિંતા વગર આખી જિંદગી ચાલે એટલા રૂપિયા કમાઈ લીધા છે સો હું નથી ઇચ્છતો કે હવે હું પૈસા માટે કામ કરૂં"

          "તો શું કરીશ?"

         "ઘણું છે કરવા માટે,ભારત દર્શન,વર્લ્ડ ટૂર અને બીજું ઘણું બધું"

         "સરસ" દિયાએ ટૂકમાં કહ્યું.તેને કઈક યાદ આવ્યું હોય તેમ તેને કહ્યું "એય મારા ધ્યાનમાં એક સી.એ છે.મારા પપ્પાના સી.એ તે હતા.પછી તે અહીં સુરતમાં સ્થાયી થયા છે.બહુ નામ છે એમનું.ખૂબ સારા સ્વભાવના છે.તેમનું નામ છે અંકુર ત્રિવેદી" દિયાએ કહ્યું.

         "વાહ તો રાહ શેની? ચાલ ત્યાં જ જઈએ? બપોર પહેલા આવી જઈશું ને?" રુદ્રએ કહ્યું.

         "રુદ્ર હોસ્ટેલે તું કઈક સેટિંગ કરીને જઇએ નહિતર પહેલો મહેન્દ્ર ફરી તારા ઘરે ફોન કરશે."દિયાએ કહ્યું.

        "દિયા તારા એકાઉન્ટમાં પૈસા નાખું તો કોઈ પ્રોબ્લેમ થશે કેમ કે મારું એકાઉન્ટ પપ્પા સાથે જોઈન્ટ છે જો તેમાં પૈસા આવશે તોઓ ચેક કરી શકે છે"

          "યા,યા ડોન્ટ વરી ચાલ"

************

    રુદ્ર અત્યારે મહેન્દ્રની સામે બેઠો હતો.તેને તેની સામે પચાસ હજારનું બન્ડલ મૂક્યું હતું.મહેન્દ્ર તે જોઈ આશ્ચર્યની સ્થિતિમાં મુકાયો હતો.

       "તો સાંભળો.હું હવે આ હોસ્ટેલમાં નથી રહેવા માંગતો.હું મારી રીતે ગમે ત્યાં રહીશ. તમારે મારા પપ્પાને કશું જણાવવાનું નથી.તેના માટે હું તમને દસ લાખ રૂપિયા આપીશ" 

         "પણ આ તો પચાસ હજાર જ છે" મહેન્દ્રએ કટુતાથી કહ્યું.

         "વેલ,એ પણ અઠવાડિયાની અંદર મળી જશે,આ ફક્ત એડવાન્સ છે"

         "જેવી તારી ઈચ્છા,મારા બાપનું શુ જાય છે.લાગે છે કોઈ ખજાનો મળી ગયો છે."

         "હા એવું જ કંઈક"

         "કોઈ નહિ મારે તેનાથી કોઈ મતલબ નથી.તું મને એક અઠવાડિયામાં બાકીના પૈસા આપી જજે.તારા પપ્પાને તો શું હું મારા પપ્પાને પણ નહીં કહું" મહેન્દ્રએ કટુતાથી હસતા હસતા કહ્યું.

         "આભાર"

         "એ આભાર ઠીક છે પણ જો તું સ્કૂલે નહિ જાય તો ત્યાંથી ફોન ઘરે જશે.એની જવાબદારી હું નહિ લવ"

          "એની ચિંતા તમે ન કરો એ હું જોઈ લઈશ" કહી રુદ્ર બહાર નીકળ્યો.તે કોઈ મહારાજાની અદાથી બહાર નીકળ્યો હતો.મહેન્દ્ર તેના તેવર જોઈ ચકિત થયો હતો.તેની પાસે એટલો રૂપિયો ક્યાંથી આવ્યો એ પણ એક મોટો પ્રશ્ન હતો પણ તેને તો ફક્ત પોતાના દસ લાખમાં જ રસ હતો.

      ત્યારબાદ દિયા અને રુદ્ર બન્ને નીકળી ગયા ત્રિવેદીની ઓફીસ તરફ.

**********

ક્રમશ: