માણસ, માન્યતા અને રહસ્ય

(3)
  • 486
  • 0
  • 128

એક વખત મંદિર માં એક છોકરો ભગવાન સાથે કંઈક આશ્ચર્ય ચકિત વાતો કરી રહ્યો હતો , તે ભગવાન સમક્ષ બોલતો હતો કે - " હે ભગવાન ! મને એ નથી સમજાતું કે , લોકો કેમ મારા પર હસતા હસે અને એ લોકો કહે છે કે હું અહીં કઈ પણ કરવા માટે સક્ષમ નથી, હું જાણું છું કે ઘણા મહાપુરુષો ના મત મુજબ બધાથી અલગ હોવું એ એક સારી બાબત છે ; પરંતુ મારા માટે તો એક ભયાનક અહેસાસ છે , મને કોઈ સમજી શકતું નથી ,પરંતુ હું બધાને સમજી જાવ છું , એમને વિચારો ને ઓળખી જાવ છું , હું હંમેશા લોકો ની મદદ કરું છું , ભલે પછી એ લોકો જરૂરિયાત સમયે મારી મદદ કરે કે ન કરે , હું ને આપ બંને જાણીએ છીએ કે ઘણા લોકો દોસ્તી ના નામ પર મારા ગુણો નો ઉપયોગ કરે છે ને કામ થયા બાદ તો એ લોકો મને યાદ પણ નથી કરતા.

1

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 1

અર્જુન વિષાદયોગ તો બધા ને ખબર જ હશે ને ? , જેમ શ્રીમદ્ ભગવદગીતા માં જેમ અર્જુન ભગવાન સમક્ષ મૂંઝવણો રજૂ કરે , બસ એમ જ આ વાર્તા નું મુખ્ય પાત્ર ભગવાન સમક્ષ પોતાની વાતો રજૂ કરે છે , તે ભગવાન પાસે કઈ માગતો નથી , બસ પોતાની વાતો ભગવાન ને જણાવે છે , કેમ કે જેને તે મળ્યું છે એમાં તેને સંતોષ છે , અહીં સંતોષ સાથે ભગવાન પર ભરોસો રાખવો એ વાત રજૂ કરેલ છે ...Read More