ભાગ 19 : મંદિર ના અવાજ નું રહસ્ય
શીન અને મિત્રા ને ગાર્ડ દ્વારા મંદિર ના મુખ્ય દ્વાર ની બહાર લઈ જવામાં આવ્યા ત્યારબાદ મિત્રા એ કહ્યું કે, " સાંભળ્યું શીન ? આ અવાજ છેલ્લા એક અઠવાડિયા થી હું મંદિરમાંથી આવતો સાંભળું છું, પહેલા મને એમ થયું કે એ SK હશે, પણ SK અહીંથી ચાલ્યો જાય પછી જ આ અવાજ સંભળાય અને વળી ગાર્ડ પણ આ સમયે કોઈને અહીં આવવા ન દે , આ માણસ નો ચેહરો મે ક્યારેય નથી જોયો , એ માણસ મંદિર ની બહાર પણ આવતા નથી દેખાયો , વળી હું મંદિર માં અંદર જાઉં તો એ માણસ મંદિર માં પણ ક્યાંય નથી દેખાતો "
" મે આ અવાજ વર્ષો પેહલા ક્યાંક સાંભળેલો છે, હૂબેહુબ આવો જ અવાજ, આવા જ એના લય , કોઈ તો નજીક નો જ માણસ હતો કે જેનો આવો જ અવાજ હતો , મને એ વાત અને એ અવાજ યાદ નથી આવતો ; પરંતુ તું જેમ કહી રહી છે એ મુજબ આ માણસ અને SK માં શું સંબંધ તને મળ્યો ? તે એમ કહ્યું કે SK ને જાણવા માટે મંદિરે આવ , પરંતુ અહી તો કંઇક વિચિત્ર જ વાત બહાર આવી , અહી પણ ફરી એક રહસ્ય ! આવા રહસ્યો ને લીધે હું પેલે થી જ ખૂબ બેચેન છું , પેલેથી જ મેં એટલા રહસ્યોનો સામનો કરી લીધો છે કે હવે મારું મગજ આવી વાતો થી ભરાઈ ને ફાટવાના આરે આવીને ઊભું છે, તું હવે મને બીજી વાતો કર્યા વગર એ જ જણાવ કે SK નો આ ઘટના સાથે શું નાતો છે "
શીન દ્રઢતા સાથે બોલ્યો.
મિત્રા એ ધિરજતા પૂર્વક જણાવ્યું કે - " મે તને કહ્યું ને કે હું અઠવાડિયા થી નિરીક્ષણ કરું છું , મે આ નિરીક્ષણ માં ચાર થી પાંચ વખત SK નું નામ સાંભળ્યું છે , મને તો લાગે છે કે SK ના સંપૂર્ણ સામ્રાજ્ય પાછળ આ માણસ નો મુખ્ય હાથ હોય શકે છે, આ માણસ ની વાતો ખૂબ જ તર્ક વાળી હોય છે જેવી SK ની હોય , વળી સૌપ્રથમ વાર જ્યારે હું SK ને મંદિર માં મળી હતી , ત્યારે તે પણ મંદિર માં ભગવાન સાથે આવી જ કંઇક વાતો કરી રહ્યો હતો , એટલે એ તો પાકું જ છે કે આ અવાજ અને SK ની વાતો બન્ને વચ્ચે કંઇક તો સમાનતા છે "
" તો ચાલ અત્યારે જ આપણે મંદિરે જઈએ અને એ રહસ્યમયી માણસ ને શોધીએ "
શીન આટલું બોલ્યો અને મિત્રા સાથે તરત જ મંદિર તરફ ગયો , આ વખતે ગાર્ડ એ પણ તેમને જવા દીધા.
બન્ને એ પેલા માણસ ને શોધવા ઘણા પ્રયત્નો કર્યા , પરંતુ એ રહસ્યમયી અવાજ વાળા માણસ નો કંઈ પતો લાગ્યો નહિ , મંદિર ના બધા ખૂણે જોયું , બહાર ની તરફ આવેલા મેદાન માં.જોયું , આગળ આવેલા જંગલ માં પણ થોડે સુધી જોયું પણ કોઈ ન દેખાયું , છેવટે હાર માનીને બન્ને મંદિર ના ગર્ભગૃહ માં ગયા અને ત્યાં ભગવાનની મૂર્તિ ને નમન કરી ને બહાર આવતા જ હતા ત્યારે જ અચાનક ગર્ભગૃહ ના દરવાજા ની જમણી તરફ થી કંઇક પ્રકાશ આવી રહ્યો હતો , આ પ્રકાશ ની કિરણ ખૂબ જ નાની હતી પરંતુ એવું લાગતું હતું કે અંધકારમય વાતવરણ ને જાણે એ પ્રકાશ મિટાવી રહ્યો હતો.....