The Man, Myth and Mystery - 23 in Gujarati Thriller by Sahil Patel books and stories PDF | માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 23

Featured Books
  • Operation Mirror - 4

    अभी तक आपने पढ़ा दोनों क्लोन में से असली कौन है पहचान मुश्कि...

  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

Categories
Share

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 23

ભાગ 23 : સામ્રાજ્ય નો અંત


તવંશ એ માત્ર SK ને જ નહિ પરંતુ સમગ્ર દેશના  અર્થતંત્ર ને માર્યું હતું એવું પ્રતીત થઈ રહ્યું હતું.

SK પ્રાઇવેટ લિમિટેડ ભારત ના ઉધોગો માં 90% ફાળો ધરાવતી કંપની હતી , આટલું જ નહિ પરંતુ વિશ્વ કક્ષાએ પણ  આ ઘટનાના જબરદસ્ત પડઘાઓ પડ્યા , વિદેશ ની ઘણી બધી કંપનીઓ પણ આ કંપની દ્વારા ખરીદેલી હતી , વિશ્વ ની નામચીન કંપનીઓનો અડધાથી વધુ સ્ટેક આ માણસ લઈને બેઠો હતો , જેના લીધે માત્ર SK ના સામ્રાજ્યનો જ નહિ ; પરંતુ વિશ્વ કક્ષાએ દેશના સ્વર્ણકાળ નો જાણે અંત આવ્યો હતો.


SK ના મોત બાદ RK પણ હિંમત હારી ગયો હતો , હવે આગળ શું કરવું તે એ વિચારી જ શકતો નહોતો અને આમ તવંશ ના માસ્ટર માઈન્ડ પ્લાન ની સામે તેનું મગજ કામ કરી શક્યું નહીં અને તે પણ તવંશ ની સામે હાર માની ગયો
અને  બીજી તરફ ધનશને પણ  જાળ માં ફસાવીને તેમજ અમુક સરકારી પાર્ટીઓના સહયોગ થી તેને રિમાઇન્ડર ઉપર લઇ જવામાં આવ્યો , આ રીતે ત્રણેય સ્તંભો ને તવંશ એ પોતાના માસ્ટર માઈન્ડ મગજ દ્વારા ભાંગી પાડયા અને ત્યારબાદ તે નીકળ્યો પોતાની ટીમ ને પાછી લેવા માટે ; પરંતુ આ વખતે તેનો પ્લાન એવો હતો કે   ખાલી ઊર્જા જ એની સાથે આવવાની હતી કેમકે બાકીના તમામ લોકોની તેને જરૂર નહોતી , માત્ર ઊર્જા ને લઈને તે સિક્રેટ જગ્યા એ થી પાછો જવાનો હતો.

તવંશ ગમે એમ કરીને માહિતીઓ ભેગી કરીને સિક્રેટ જગ્યાએ પહોંચી ગયો , તેણે ત્યાં જોયું તો ખૂબ જ મોટી જગ્યા હતી , તે લગભગ પોતાની મોટી આર્મી ભેગી કરીને એ જગ્યાએ હુમલો કરવાના આદેશ થી ગયો હતો ; પરંતુ ત્યાં કંઇપણ હતું જ નહિ !!

એકપણ સિક્યોરિટી ગાર્ડ નહિ , કોઈ માણસો નહીં , તવંશ ના સાથીદારો નહીં ,  સાવ ખાલી જગ્યા !

આ ખાલી જગ્યા જોઈને તેને મન માં આશંકા તો આવી ગઈ કે અહીં કદાચ તેને ફસાવવામાં આવ્યો છે કેમ કે જે સંદેશ તેને ઉર્જા તરફ થી મળ્યો હતો એના મુજબ આ જગ્યા વિશે કોઈ જાણતું નહોતું , વળી અમુક લોકો એ તેને આ જગ્યા વિશે જણાવ્યું કે  જે લોકો ના કઈ પણ સબંધ ઉર્જા સાથે નહોતો અને અહીં કોઈ છે પણ નહીં , આ જગ્યા એ જ ઉર્જા હશે કે નહીં એની ખાતરી કરવી જરૂરી હતી.

એના માટે તે આગળ ગયો , થર્ડ ડિગ્રી ટનલ આવી , તેમાં ગયો તો મોટા હૉલ માં તેને અમુક લોકો ખુરશી માં બંધાયેલા દેખાણા ,  થોડી જ વાર માં બહાર તરફ રહેલા તેના લોકો નો ધીમે ધીમે સફાયો થતો ગયો , અચાનક તેના બધા લોકોને મોત ને ઘાટ ઉતારી દીધા અને ખૂબ જ ઝડપ થી આ કામ થયું !

આ ઘટના એટલી ઝડપ માં બની જાણે કે વીજળી પડી ગઈ ને એનો અવાજ આવતા બસ થોડી જ ક્ષણો લાગે !!

તવંશ ખુદ આશ્ચર્યચકિત થઈ ગયો કે આ આખરે થયું શું ?અને આ બધું જોતો જ રહ્યો , થોડી વાર માં ટનલ માં એક ગેસ છૂટ્યો અને સમગ્ર ટનલ માં લોકોને ખૂબ જ ઝાંખું ઝાંખું દેખાતું હતું  , એક માણસ દૂર ઊભો હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું અને થોડી વાર માં એક અવાજ આવ્યો કે

" This is not end of the empire , it is the reloading , just wait and watch "


આ અવાજ સાંભળીને ઉત્સાહ માં આવીને તરત જ શીન બોલ્યો....