ભાગ 13 : SK નું સામ્રાજ્ય
શીન રીદ્ધવ ને એ ત્રીજા માણસ વિશે જણાવી જ રહ્યો હતો ત્યાં જ તેને જવાબ મળ્યો કે -
" RK, રીદ્ધવ કુમાર "
દર વખતે ની જેમ આ વખતે પણ ક્લબ માં હાજર બધા લોકો SK ના જ હતા પરંતુ આ વખતે તે જ સમયે ખુદ SK ત્યાં આવ્યો અને તેણે જવાબ આપ્યો -
" શીન,શીન... અરે યાર ! તને શું આટલી બધી તલપ લાગી છે બધું જાણવાની ? બધા કેમ મારી પાછળ પડી ગયા છો ? સમય આવશે ત્યારે હું બધા લોકો ને કહી જ દઈશ કે હું પોતે જ SK છું, SK પ્રાઇવેટ લિમિટેડ કંપની નો માલિક, 100 થી વધુ કંપનીઓ જે મારા નીચે છે તે ખુદ હું જ છું , પણ તમે ઉતાવળ શા માટે કરો છો ? હું સામેથી જ બધા લોકો ને કહીશ, જ્યારે સમય આવશે ત્યારે ; પરંતુ એ પહેલાં મારે મારા દુશ્મનો ને સાફ કરવાના છે એટલા માટે મે આ સમગ્ર ખેલ રચ્યો હતો "
રીદ્ધવ આગળ બોલ્યો , " જેમ તને ખબર છે શીન , એ રીતે અમારા સામ્રાજ્ય ના ત્રણ સ્તંભ છે, હું SK અને ધનશ , તને અમે એ પણ જણાવી દઈએ કે ક્યાંથી સામ્રાજ્ય શરૂ થયું , SK હિમાલય માં કોઈના થી ગુસ્સે થઈ ને કે ખોટું માનીને નહોતો ગયો , બધા લોકો તો ખરેખર ભ્રમ માં જ છે , પરંતુ તે ગયો હતો એક રિસર્ચ કરવા માટે, હિમાલય માં રહેલી અતુલ્ય ઔષધિઓ અને તેની અદમ્ય પ્રકૃતિ ને સમજવા માટે તે ગયો હતો , તે 3 વર્ષ સુધી હિમાલય માં જુદા જુદા આશ્રમો , ગુફાઓ અને સંતો પાસે ભટક્યો , ઘણા જંગલો માં ગયો, જીવ ના જોખમે પ્રાણીઓ થી બચ્યો, ત્યારબાદ તેણે આવી ને ઔષધીઓનો ઉપયોગ કરી અને શાસ્ત્રો માંથી તેનુ જ્ઞાન મેળવી એક ફાર્મા કંપની ઊભી કરી , ત્યારબાદ તેણે બાંધકામ ના ક્ષેત્ર અને પછી ધીમે ધીમે બધા ક્ષેત્રમાં પોતાનો ધંધો વિસ્તારી દીધો ,SK પાસે ફાઇનાન્સ અમે ઇન્વેસ્ટમેન્ટ નું ઘણું નોલેજ છે એટલે તેણે મોટી મોટી કંપનીઓના સ્ટેક લઈ લીધા , અમુક તો નાની નાની આખી કંપનીઓ ખરીદી લીધી અને આ રીતે પોતાનું સામ્રાજ્ય વિસ્તારતો ગયો "
" અરે રીદ્ધવ ! આ તો આપણા સામ્રાજ્ય વિશે જ વાત થઈ ને !! શીન તો એટલા માટે મૂંઝવણ માં છે કેમ કે આટલો મોટો માણસ હોવા છતાં તે અહી શું કરે છે ? સાચી વાત ને શીન? " SK એ ખૂબ ધીમા અને ગંભીર અવાજથી શીન તરફ મોં રાખીને કહ્યું.
શીન બોલ્યો - હા, મને હજી સુધી નથી સમજાતું કે તું અહીં શું કરી રહ્યો છે , તું પહેલેથી જ આવા કામ કરતો આવ્યો છે, જે અમને કદી સમજાતા જ નથી , પણ મને એક વાત કહે કે આ ઊર્જા , ડેવિન , હેપીન , પ્રોફેસર આ બધા છે ક્યાં ? ઊર્જા ને મે ઘણા મહિનાથી નથી જોઈ, એ બધા છે ક્યાં ?
" ઊર્જા અને ડેવિન અલગ જગ્યા એ છે અને હેપીન તથા પ્રોફેસર અલગ જગ્યા એ છે, તું જેને ઊર્જા સમજશ એ વાસ્તવિકતામાં ઊર્જા નથી , તારા મન માં જે ચાલી રહ્યું છે તેના કરતા ક્યાંય મોટા આ રહસ્યો છે, આ બધું તારી ઉમ્મીદો કરતા ઘણું વધુ છે "
એક મોટી ઉંમર ની વ્યક્તિ નો અવાજ સંભળાયો, જેને જોઈને શીન આશ્ચર્યચકિત થઈ ગયો......